National

PM મોદીએ પ્રગતિ મેદાનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું કે મારા ત્રીજા કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા ટોપ-3માં રહેશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દિલ્હીના (Delhi) પ્રગતિ મેદાન (Pragati Maidan) ખાતે ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન કોમ્પ્લેક્સનું (ITPO) ઉદ્ઘાટન કર્યું છે. તેને ભારત મંડપ (Bharat Mandap) નામ આપવામાં આવ્યું છે. PM એ સૌથી મોટું સંમેલન કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કેન્દ્રને ભારત મંડપમ નામ આપવામાં આવ્યું હતું. 2700 કરોડના ખર્ચે આ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. પીએમ મોદી ઉદ્ઘાટન પહેલા પ્રગતિ મેદાન પહોંચ્યા અને અહીં ડ્રોન ઉડાવીને કન્વેન્શન સેન્ટરનું નામ બતાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત મંડપમ એ ભારતની ક્ષમતાનું આમંત્રણ છે. તે ભારતની નવી ઉર્જા, ભવ્યતા અને ઇચ્છા શક્તિનું વિઝન છે. પોતાના સંબોધનમાં તેમણે પોતાના કાર્યકાળની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મારા ત્રીજા કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા ટોપ-3માં રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે આજે દરેક ભારતીય ખુશ છે અને ગર્વ અનુભવે છે. કોરોનાના મુશ્કેલ સમયમાં જ્યારે દરેક જગ્યાએ કામ બંધ હતું. ત્યારે આપણા દેશના શ્રમજીવી લોકોએ મહેનત કરીને તેને બનાવ્યું છે. હું તેમને અભિનંદન આપું છું. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આજે વિશ્વ સ્વીકારી રહ્યું છે કે ભારત ‘લોકશાહીની માતા’ છે. આજે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પર ‘અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યા છીએ, ત્યારે આ ‘ભારત મંડપમ’ એ આપણા ભારતીયો દ્વારા આપણી લોકશાહીને આપેલી સુંદર ભેટ છે. થોડા અઠવાડિયા પછી G20 સંબંધિત ઇવેન્ટ્સ હશે. વિશ્વના મોટા દેશોના વડાઓ અહીં હાજર રહેશે. સમગ્ર વિશ્વ આ ‘ભારત મંડપમ’માંથી ભારતના વધતા પગલાઓ અને ભારતની વધતી જતી પ્રતિષ્ઠા જોશે.

આ સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ પણ ભારતમાં બનવા જઈ રહ્યું છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. ભારત આજે એ સિદ્ધ કરી રહ્યું છે જે અગાઉ અકલ્પ્ય હતું. વધવા માટે તમારે મોટું વિચારવું પડશે, તમારે મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા પડશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતની વિકાસ યાત્રા અટકવાની નથી. જ્યારે જનતાએ મને જવાબદારી સોંપી ત્યારે ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં 10મા નંબર પર હતું. મારા બીજા કાર્યકાળમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ મોદીની ગેરંટી છે કે ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.

Most Popular

To Top