National

દિલ્હીના પ્રદૂષણ માટે પાકિસ્તાન જવાબદાર, યુપી સરકારના સુપ્રીમ કોર્ટમાં નિવેદનથી રમૂજ પ્રસરી

દિલ્હી: છેલ્લાં કેટલાંય સમયથી દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે સતત કેન્દ્ર, રાજ્ય અને યુપી તથા હરિયાણાની સરકારને ટકોર કરવામાં આવી રહી છે. હવાના પ્રદૂષણના લીધે લોકો ઘરમાં પણ શ્વાસ લઈ શકતા નથી, ત્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લોકડાઉન મુકવાની પણ સૂચના આપી દીધી હતી, જેના પગલે દિલ્હી સરકાર દ્વારા આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, તેમ છતાં પ્રદૂષણ પર કાબુ મેળવી શકાયો નથી. દિલ્હી સરકાર સતત હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળ બાળવાના લીધે તથા યુપીના ઉદ્યોગોના લીધે દિલ્હીમાં પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદ કરી રહી છે ત્યારે આજે યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં આશ્ચર્યજનક સ્ટેટમેન્ટ આપ્યું હતું. યુપી સરકારના પ્રતિનિધિએ કોર્ટને જણાવ્યું કે, દિલ્હીના પ્રદૂષણ માટે યુપી નહીં પરંતુ પાકિસ્તાન જવાબદાર છે. પાકિસ્તાનમાંથી આવતી હવા દિલ્હીની સાથે યુપીને પણ પ્રદૂષિત કરી રહ્યાં છે. યુપી સરકાર તરફથી કોર્ટમાં રજૂ કરાયેલા આ જવાબના લીધે રમૂજ ફેલાઈ હતી અને સુપ્રીમ કોર્ટના જ્જે પણ હસતા હસતા કહ્યું હતું તો શું હવે કોર્ટ પાકિસ્તાનના ઉદ્યોગો બંધ કરાવે?

પાકિસ્તાન(Pakistan)ની હવાના કારણે દિલ્હી (Delhi) ની હવા પ્રદુષિત થઈ રહી છે. યુપી(UP) સરકારના આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court) પણ યુપી સરકાર પર આકરા કટાક્ષો કર્યા હતાં. યુપી સરકારે વાયુ પ્રદુષણ અંગે પાકિસ્તાનની હવાને જવાબદાર ગણાવી છે. યુપી સરકારે કહ્યું હતું કે ઉદ્યોગ બંધ થવાથી દુધ અને શેરડીના ઉદ્યોગ પર સીધી અસર થાય છે અને યુપીમાં હવાનું દબાણ ઓછું રહે છે. પ્રદુષિત હવાનું મુખ્ય કારણ પાકિસ્તાનથી આવતી હવા છે જેને લઈને દિલ્હી અને યુપીમાં હવામાં પ્રદુષણ ફેલાય છે. દિલ્હી (Delhi) માં વધતાં જતાં વાયુ પ્રદુષણ (Air pollution)ને લઈને વારંવાર સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ટકોર કરવામાં આવતી હોય છે. અને સરકાર દ્વારા પ્રદુષણને લઈને અવાર નવાર પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. તો આ વખતે કેન્દ્ર સરકારે હવા પ્રદુષણને લઈને ટાસ્ક ફોર્સ (Task Force)ની રચના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ (Affidavit) દાખલ કરીને માહિતી આપવામાં આવી છે. હવા પ્રદુષણ સામે ટક્કર લેવા ટાસ્ક ફોર્સ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં પાંચ સભ્યોની પસંદગી કરવામાં આવી છે. અને આ સભ્યોને કાયદાકીય સત્તા પણ આપવામાં આવી છે.

યુપી સરકારે કોર્ટને કહ્યું, યુપીમાં હવાનું દબાણનું સ્તર નીચું છે

દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે(Gopal ray)કહ્યું કે વાયુ પ્રદુષણના વધતા જતા સ્તરને ધ્યાનમાં રાખીને આદેશ ન મળે ત્યાં સુધી શુક્રવારથી શાળાઓ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સરકારને ઠપકો આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો તો બીજી તરફ વાયુ પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની મજાક ઉડાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે વાયુ પ્રદુષણ અંગે સવાલ કરવામાં આવ્યા ત્યારે યુપી સરકારે જવાબ આપતા કહ્યું કે ઉદ્યોગના બંધ થવાથી રાજ્યમાં દુધ અને શેરડીના ઉદ્યોગમાં અસર પડી શકે છે. વધુમાં સરકારે કહ્યું કે જો હવાનું દબાણ જોઈએ તો યુપીમાં હવાનું દબાણ ડાઉન છે. અહીં પવન મોટાભાગે પાકિસ્તાન તરફથી આવે છે. યુપી (UP) સરકારની આ દલીલ પર ચીફ જસ્ટિસ એનવી રમનાએ કટાક્ષ કરતા કહ્યું કે તમે પાકિસ્તાનમાં ઉદ્યોગો પર પ્રતિબંધ મૂકવા માંગો છો? કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે પ્રદૂષણ કેસમાં પાંચ સભ્યોની અમલીકરણ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર એનફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સને રિપોર્ટ કરશે, ફ્લાઈંગ સ્કવોડની સંખ્યા વધારી 40 કરાશે

કેન્દ્ર સરકારનાં સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે 17 ફલાઈંગ સ્કવોડ (Flying Squad) સીધા એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ (Enforcement Task Force)ને રિપોર્ટ કરશે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે 24 કલાકમાં ફલાઈંગ સ્કવોડની સંખ્યા વધારીને 40 કરી દેવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે રાજધાની દિલ્હીમાં આવતાં ટ્રકો પર પ્રતિબંધ યથાવત રહેશે પરંતુ સાથે એમ પણ જણાવામાં આવ્યું કે આવશ્કય ચીજવસ્તુઓવાળી ટ્રકોને પ્રવેશ આપવામાં આવશે. અમલીકરણ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનના અધ્યક્ષ એમએમ કુટ્ટી કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ કરશે. બોર્ડના ચેરમેન તન્મય કુમાર તેના સભ્યો હશે. એફિડેટીવમાં જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ એનર્જી એન્ડ રિસોર્સસ ઈન્સ્ટિટ્યુટ (TERI)ના ડિજી વિભા ધવન એન કે શુકલા, પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (Air Quality Management Commission)ના સભ્ય, કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સના સભ્ય હશે.

Most Popular

To Top