Vadodara

કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર આરોપીઓ ન મળ્યા, 20 કાર પોલીસે જપ્ત કરી

વડોદરા: વડોદરા શહેર જિલ્લામા થી કાર ભાડે લઇ એકાદ બે મહિના ભાડુ ચૂકવી પછી કાર ને ગીરવે મૂકી ને બે ભેજાબાજ રફુ ચક્કર થઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસને હજુ આરોપીઓ મળ્યા નથી પરંતુ 20 જેટલી કાર જપ્ત કરવામા આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ભાડે લીધેલી કાર વગેરે કરી અનેક લોકોને ચૂનો ચોપડનાર મનીષ હરસોરા અને દિપક રૈયાણીનો પત્તો નથી. પરંતુ તેમણે ભાડે લીધેલી કાર પૈકી 20 કાર પોલીસે કબજે કરી છે. વડોદરાના ડભોઇ રોડ સોમા તળાવ નજીક રત્નદીપ ગ્રીન ખાતે રહેતો મનીષ અશોક હરસોરા ઊંચું ભાડું નક્કી કરી કાર ભાડે લીધા બાદ ભાગી છુટતા અનેક લોકો ભેરવાયા હતા. મનીષ અને તેનો સાગરીત દીપક રૈયાણીએ 100 થી વધુ કાર વગેરે કરી હોવાની વિગતો મળી હતી.

વડોદરા પોલીસ દ્વારા બંને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ તેમનો કોઈ પત્તો લાગતો નથી. આમ છતાં ટેકનિકલ સોર્સ તેમજ અન્ય માહિતીને આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર જુદા જુદા વિસ્તારોમાંથી વધુ 13 કાર કબજે કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચે 7 કાર કબજે કરી હતી.મનીષ હસોરા અને સુરતના કામરેજ ખાતે રહેતા દીપક રૈયાણીને શોધવા પોલીસની ટીમો આ બન્ને ભેજાબાજો ને પકડવા ઠેર ઠેર તપાસ કરી રહી છે.

Most Popular

To Top