વલસાડ: વલસાડ (Valsad) એલસીબી (LCB) પોલીસે (Police) નાનાપોંઢા ચાર રસ્તાથી લકઝરી કારમાંથી (Car) રૂ.2.63 લાખની કિંમતનો દારૂ (Liquor) જથ્થો કબજે કરી બે ઈસમોને ઝડપી (Arrest) પાડયા હતાં. પોલીસ ટીમે પારડી હાઈવે પર કાર ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, કારચાલકે પોલીસ પકડથી બચવા વાહન હંકારી મૂકતા પોલીસે કારનો પીછો કર્યો હતો. આ દારૂ જથ્થો ભરેલી કાર નાનાપોંઢા સર્કલ નજીક થાંભલા સાથે અથડાઈ હતી અને પોલીસ ટીમ આવી કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે દારૂ ભરેલી લકઝરી કાર (નંબર. ડી. એન. 09. કયુ. 7261) આવવાની હોઈ પોલીસે વહેલી સવારે પારડી હાઇવે ઉપર શ્રીનાથજી હોટેલ પાસે ચેકીંગ હાથ ધર્યું હતું. જોકે પોલીસને જોતા કારચાલકે કાર નાનાપોંઢા તરફ ભગાવી દેતા પોલીસે ખાનગી કારમાં પીછો કર્યો હતો. જોકે દારૂ ભરેલી કારચાલકે કારને ચેક નાનાપોંઢા સર્કલ સુધી ભગાવી દીધી હતી.
જોકે સર્કલ નજીક સિમેન્ટના થાંભલા સાથે કાર અથડાતા કાર અટકી હતી. પોલીસે કારમાંથી રૂ.2,63,000 ની કિંમતનો દારૂ જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા અને નામઠામ પૂછતા ચાલક ડેવિડ ઉર્ફે દેવલો નાગ કાંતિલાલ પટેલ (રહે.ચીંપવડા, સ્કૂલ ફળિયા વલસાડ) અને ક્લીનર પરેશ રડકા હળપતિ (રહે. ભેસ્લોર ચોકડી, નાની દમણ)ને ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં કારમાં ખોટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડેલી હોવાનું બહાર આવ્યું હતું.
કારનું એન્જિન ચેસિસ નંબર ચેક કરતા નંબર સાથે મેચ ન થતાં અને જે નંબર લગાડ્યો છે, તેના માલિક દાદરા નગર હવેલીના હોવાનું જોતા કાર ઉપર ખોટો નંબર લગાડ્યો હોવાનુ જણાયું હતું. પોલીસે કાર, મોબાઈલ ફોન અને દારૂ જથ્થો મળી કુલ રૂ.12,68,500/-નો મુદ્દામાલ કબજે કરી કારનું પાયલોટીંગ કરનાર મહેશ હળપતિ અને અન્યુ હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે કનકસિહ દોલુભાઈ દયાતર, અ.પો.કો. એલ.સી.બી. વલસાડએ નાનાપોંઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.