રાજકોટ: એક તરફ પોલીસ (Police) દારૂબંધી કરાવવા અલગ અલગ જગ્યાએ રેડ પાડે છે. ત્યારે રાજકોટમાં ટ્રાફિક જમાદાર જ દારૂ (Alcohol) પીને ટુન્ન થઈને પોલીસનું ટીશર્ટ પહેરીને તેમજ લાઠી લઈને રાત્રિના સમયે દુકાનો (Shop) બંધ કરાવવા નીકળ્યો હતો. મળતી માહિતી મુજબ રાજકોટમાં નીલકંઠ ટોકિઝ પાસે એક ટ્રાફિક વોર્ડન એટલું બઘુ દારૂ પીને રાત્રિના સમયે દુકાનો અને હોટલો બંધ કરાવવા નીકળ્યો હતો. ટ્રાફિક જમાદારે એટલો દારૂ ગટકાવ્યો હતો કે તેને બોલવા-ચાલવાનું ભાન ન હતું. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રાજકોટના એક નાગરિકે પોતાના મોબાઈલમાં ટ્રાફિક જમાદારનો આવો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ ફરતો કર્યો છે. આ વીડિયોમાં ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન ન હતું. વીડિયોમાં તે એવું કહેતો સંભળાય છે કે હું શૌચાલય બંધ કરાવું છું હોટલ બંધ નથી કરાવતો.
ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલે રાત્રિના દશેક વાગ્યે રાજકોટમાં કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા નજીકની પાનના ગલ્લે પહોંચ્યો હતો, તેણે પોલીસ લખેલું ટીશર્ટ પણ પહેર્યું હતું અને તેના હાથમાં લાઠી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે તે હેડ કોન્સ્ટેબલે દુકાનના સંચાલકોને દુકાન બંધ કરાવવા માટે લાઠી બતાવીને ધમકી આપી હતી. આ ધટના પછી થોડા સમયમાં લોકોનાં ટોળાં એકઠાં થઇ ગયાં હતાં. કોન્સ્ટેબલ દુકાન બંધ કરાવવા માટે પીધેલી હાલતમાં જે રીતે બોલી રહ્યો હતો તે જોતા લોકોને તેણે દારૂ પીઘા હોવાનું લાગતા લોકોએ પોતાના મોબાઇલથી તેનો વીડિયો લઈ લીઘો હતો. તેમજ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.
ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI ચાવડાએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે દારૂ પીને દુકાનો બંઘ કરવા માટે આવનાર ટ્રાફિક શાખાના જમાદારને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમજ તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવો હુંકાર કરનાર પોલીસ કમિશનર ભાર્ગવ નશાખોર હાલતમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા ટ્રાફિક જમાદાર સામે કેવી કાર્યવાહી કરે છે તેના પર શહેરીજનોની આંખો અટકેલી છે.