સુરત : ભાઠા ગામમાં રહેતી દિકરીના ઘરે હરીયાળી ત્રીજનો તહેવાર (Festival) ઉજવવા માટે ગયેલા પિતાએ તેની 14 વર્ષની નાતીની છેડતી કરી હોવાની ફરિયાદ (Complaint) ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.
ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ભાઠા ગામમાં રહેતી 32 વર્ષીય આશાબેન (નામ બદલ્યું છે) એ તેની દિકરીની છેડતીની ફરિયાદ નોંધાવી હતી. આશાબેન મુળ હિમાચલ પ્રદેશના વતની છે. આશાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, 30 ઓગસ્ટે હરીયાળી ત્રીજનો તહેવાર હોવાથી તેના પિતા 61 વર્ષીય ખડકસીંગ પહલસીંગ બસેલ તથા આશાબેનની સાવકી માતા અને સાવકી બેનને લઈને તેમના ઘરે આવ્યા હતા. મોડી રાત્રે કાર્યક્રમ પુરો થતા ખડકસીંગ તેની દિકરીના ઘરે જ સુઇ ગયા હતા.
- ભાઠા ગામમાં 14 વર્ષની કીશોરીની તેના નાનાએ છેડતી કરી
- રાત્રે સુતેલી નાતીના માથે હાથ ફેરવી છાતી દબાવી, નાતીએ લાઈટ ચાલુ કરતા વૃદ્ધ ત્યાંથી જતો રહ્યો
બીજા દિવસે સવારે આશાબેનને તેના પિતાએ તારી દિકરીને રાત્રે માથામાં હાથ લાગી ગયો હતો એટલે મારાથી નારાજ છે. આ વાત ઉપર આશાબેને ધ્યાન નહીં આપતા સવારે તેના પિતા અને સાવકી માતા અને બહેન તેમના ઘરે નીકળી ગયા હતા. બાદમાં આશાબેનને તેમની 14 વર્ષની દિકરીએ તેના નાના ખડકસીંગે રાત્રે તે સુતેલી હતી ત્યારે તેની પાસે આવી તેના માથા ઉપર હાથ ફેરવી બાદમાં તેની છાતીના ભાગે હાથ નાખી દબાવી હતી. જેથી કીશોરીએ ઉભી થઈને લાઈટ ચાલુ કરી નાનાને ‘એસા ગંદા કામ ક્યું કરતે હો સુબહ હોને દો મે મમ્મી કો યે બાત બતાતી હુ’ એમ કહેતા ખડતસીંગ હોલમાંથી જતો રહ્યો હતો.
બાદમાં આશાબેને તેમના પિતાને ફોન કરીને પિતાજી તુમને મેરી લડકી કે સાથ ગંદી હરકત ક્યું કે તેમ પુછતા ખડકસીંગે આવું કઈ પણ કર્યુ નથી તેમ કહ્યું હતું. બાદમાં ખડકસીંગ તેની બીજી પત્નીને લઈને આશાબેનના ઘરે ગયો હતો. અને ત્યાં તેની નાતી અને દિકરી સાથે ઝઘડો કરી તેમને તમાચો મારી નીકળી ગયો હતો. આ ઘટના બાદ આશાબેને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી વૃદ્ધની અટકાયત કરી હતી.