સગીરાએ યુવક હેરાન કરે છે તેની પોલીસને ફરિયાદ કરી, પોલીસ સ્ટેશન પહોંચી, ત્યાં જ ઢળી પડી

વલસાડ(Valsad): વલસાડ પાલિકા વિસ્તારમાં સગીર વયના યુવાને સગીરાને છેલ્લા એક વર્ષથી મોબાઈલ (Mobile) ઉપર ફોન (Phone) કરીને હેરાન પરેશાન કરતો હતો. જે અંગે પરિવારજનોએ (Family) વલસાડ સિટી પોલીસ મથકે (Police Station) ફરિયાદ (Complaint) કરવા માટે આવ્યા હતા. ત્યારે પણ બોલાવવામાં આવ્યો હતો. તે દરમિયાન સગીરા યુવાન જોઈને બેભાન થઈ ગઈ હતી, તેના પરીવારજનોએ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલિકાના વિસ્તારમાં રહેતી એક સગીરા જે વલસાડાળામાં ધો.9 માં અભ્યાસ કરે છે. તેની સાથે સગીર વયનો એક છોકરો પણ અભ્યાસ કરતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આ છોકરો એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. સગીરાને વારંવાર પોતાના તથા મિત્રના ફોન પરથી ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. ફોન પર ધમકી પણ આપતો હતો કે, ‘તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ’. આવી ધમકી દર વખત આપતો હતો. જેથી સગીરા માનસિક રીતે હેરાન થઈ ગઈ હતી. જે અંગે સગીરાના પરિવારજનોએ વલસાડ સિટી પોલીસ મથકે અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે સગીર વયના યુવાન અને તેના માતા-પિતાને પણ બોલાવ્યા હતા. સગીરાએ પોલીસ સમક્ષ યુવાન હેરાન પરેશાન કરે છે, એવું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ પોલીસ ચોકીની બહાર આવતા સગીરા બેભાન થઈ ગઈ હતી. તેને સારવાર અર્થે એના પરિવારજનો પોલીસ ચોકીથી ઉંચકીને વલસાડ નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે અરજી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

હીરો બનવા નીકળેલો આગ્રાનો સગીર વાપીમાંથી મળ્યો
વલસાડ : આગ્રાનો 14 વર્ષ સગીર વયનો છોકરો મુંબઈમાં હીરો બનવા માટે નીકળ્યો હતો. જે વાપી રેલ્વે સ્ટેશન પરથી મળી આવતાં આરપીએફની ટીમે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેનનો સંપર્ક કરી આ સગીર છોકરાને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

વલસાડ જિલ્લા બાળકલ્યાણ સમિતિ ચેરમેન સોનલ સોલંકીએ જણાવ્યું કે, એક અઠવાડિયા અગાઉ દિલ્હીના આગ્રાથી સામાન્ય પરિવારમાં ઉછરેલો ૧૪ વર્ષીય બાળક હીરો બનવા માટે પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળી એક ટ્રેન મારફતે ભાગી છૂટ્યો હતો. જેની પરિવાર શોધખોળ કરી હતી. જોકે ગઈકાલે રાત્રે વાપી સ્ટેશન પર આરપીએફ પોલીસને આશરે ૧૪ વર્ષીય બાળક જોવા મળતા તેની પૂછપરછ કર્યા બાદ પોલીસે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો હતો. આ બાળકનો કબજો મેળવી તેને વલસાડ ધરાસણા ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયો હતો. સોનલબેને બાળક પાસે પરિવારનો મો. નંબર મેળવી તેઓ સાથે વાતચીત કરતા આજરોજ બાળકનો પરિવાર વલસાડ લેવા માટે આવી પહોંચ્યો હતો. 14 વર્ષીય બાળકને તેના પરિવારને સોંપી દીધો હતો.

Most Popular

To Top