SURAT

પોલીસ કમિશનર કચેરીએ ભાજપ કાર્યાલયનું બોર્ડ મારી દેવું જોઈએ : આમ આદમી પાર્ટીનો રોષ

SURAT : ‘જો ‘આપ’ની ( aap) સામે ફરિયાદ દાખલ થતી હોય તો ભાજપની ( bhajap) સામે કેમ નહી…?, સુરત પોલીસ કમિશનર કચેરીને ભાજપ કાર્યાલયનું બોર્ડ મારી દેવું જોઇએ’ તેમ કહીને આપ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આખરે પોલીસ સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને પોલીસ કમિશનર ( police commissioner) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે શિક્ષણ સમિતિની ચૂંટણી ( election) દરમિયાન આપ અને ભાજપ વચ્ચે હોબાળો થયો હતો. બીજી તરફ આપના કોર્પોરેટરો અને કાર્યકતાઓ દ્વારા સોમવારે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો કરે તેવી શક્યતા હોવાથી તેઓની અટકાયત કરવામાં આવી હતી. શનિવારની માથાકૂટ દરમિયાન આપના કોર્પોરેટરો સામે ફરિયાદ નોંધાઇ હતી અને તેઓની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ મંગળવારે આપના કોર્પોરેટરો સુરત પોલીસ કમિશનરને મળવા માટે ગયા હતા, તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ‘જો આપની સામે ફરિયાદ થઇ શકતી હોય તો ભાજપના કોર્પોરેટરો દ્વારા પણ ધક્કામુક્કી અને મારામારી કરવામાં આવી હતી. તેઓની સામે કેમ ફરિયાદ નોંધાતી નથી.’ રજૂઆત કરવા ગયેલા આપના કોર્પોરેટરોને ઉમરા પીઆઇ કુલદિપ ઝાલાએ રોકી લીધા હતા અને કહ્યું કે, ચારથી પાંચ જેટલા વ્યક્તિઓ જ પોલીસ કમિશનરને મળી શકશે.

કોરોનાને ( corona) ધ્યાને રાખીને ટોળામાં કોઇને જવા દેવામાં આવશે નહીં. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ( aam aadmi party) કહ્યું હતું કે, ‘પોલીસ ક‌મિશનર કચેરીને ભાજપ કાર્યાલયનું બોર્ડ મારી દેવું જોઇએ. ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે આ રીતનું વર્તન થતું હોય તો સામાન્ય માણસ તો અહીં પગ પણ મુકી શકે નહીં.’ ઉમરા પોલીસની આ વાતને લઇને આપ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આખરે સમજાવટ બાદ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ધક્કામુક્કી કરીને વ્યક્તિગત નુકસાન પહોંચાડી ખોટા કેસો કર્યા છે : આપની રજૂઆત
આપ દ્વારા કરાયેલા રજૂઆતમાં જણાવ્યું હતુ કે, ભાજપે પોતાના જ ઉમેદવાર જીતે તે હેતુથી મેયરે કોઇપણ બેલેટ પેપર બતાવ્યા વગર ચૂંટણી પ‌રિણામ આમ આદમી પાર્ટી જાણી ન જાય તે માટે કોઇપણ સંજોગોમાં ધાંધલ ધમાલ કરી ઉદેશ પાર પાડવા માટે ખરૂ પ‌રિણામ છુપાવવા પ્રયત્ન કર્યો હતો. પૂર્વ ‌નિયો‌જિત કાવતરાના ભાગરૂપે ગેરકાયદે મંડળી રચી નગર પ્રાથ‌મિક ‌શિક્ષણ સ‌મિ‌તિમાં ગેરીરીતિ આચરી પોલીસ દ્વારા માર મારી ધક્કા મુક્કી કરીને વ્ય‌ક્તિગત નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. રાગદ્વેષની ભાવના રાખી આમ આદમી પાર્ટી ‌વિરૂધ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા છે. જેથી તમામ ‌વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

Most Popular

To Top