દાહોદ: મધ્યપ્રદેશ રાજ્યની હાઈ સ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તથા તેના અન્ય ત્રણ સાગરીતોને દાહોદ શહેર પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી ૧૧ ચોરીની મોટરસાઈકલો તથાં એક બોલેરો ફોર વ્હીલર ગાડી મળી ૧૨ ચોરીના વાહનો કબજે કર્યાનું જાણવા મળી રહ્યું છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વાહન ચોરીના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળ્યો હતો ત્યારે આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસને જિલ્લા પોલીસ વડા હિતેશ જાેયષયની સુચના અને માર્ગદર્શન હેઠળ મોટરસાઈકલ ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતાં દાહોદ શહેર પોલીસ પણ આ કામગીરીમાં જાેડાઈ હતી.
ત્યારે ગતરોજ દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની હાઈ સ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તેના સાગરીતો સાથે ચોરીની અપાચી મોટરસાઈખલ લઈને દાહોદ શહેમાં ચોરી કરવાને ઈરાદે આવનાર છે જે બાતમીના આધારે દાહોદ શહેર પોલીસ શહેરના પડાવ વિસ્તાર ખાતે વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન બાતમીના દર્શાવેલ અપાચી મોટરસાઈકલ પર સવાર બે ઈસમો ત્યાંથી પસાર થતાં પોલીસ તેઓને રોક્યાં હતાં અને મોટરસાઈકલ વિશે તેમજ મોટરસાઈકલના કાગળો વિશે પુછતાં અને માંગણી કરતાં આ બંન્ને ઈસમો ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતાં.
પોલીસે આ બંન્ને જણાની અટકાયત કરી દાહોદ શહેર પોલીસ મથકે લઈ આવ્યાં હતાં અને જ્યાં તેઓની સઘન પુછપરછ કરતાં અનેક મોટરસાઈકલ ચોરીની કબુલાત કરી હતી. એકનું નામ સુનિલ કહારસીંગ ડાવર અને બીજાનું નામ મહેશ ઉર્ફે મડીયા વાલસીંગભાઈ અખાડીયા (ઉ.વ.૨૦,૨૧, બંન્ને રહે. બહેડીયા, ડાલરીયા ફળિયું, તા.જાેબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસની સઘન પુછપરછમાં બીજી મોટરસાઈકલ અને ફોર વ્હીલર ગાડી પણ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું ત્યારે એક્શનમાં આવેલ દાહોદ શહેર પોલીસે આ ગેંગના અન્ય સાગરીતો ઘુંઘરસીગ નાહટીયાભાઈ મુવેલ (રહે. ભોરવાકુંવા, તા.રાણાપુર, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ), મુકેશભાઈ પારૂભાઈ ભાભોર (રહે.ઢોલીવાડા, તડવી ફળિયું, તા. રાણાપુર, જી.ઝાબુઆ, મધ્યપ્રદેશ) ની પણ પોલીસ અટકાયત કરી હતી.
આ ગેંગના વોન્ટેડ આરોપી આપસીંગભાઈ મોબતસિંગ બામણીયા, તોકસિંગ લાલસીંગ અમલીયાર, કમીશ બાપસીંગ બામણીયા, હિતેશ કમલેશભાઈ નીમાના પ્રકાશ દરિયાવસિંહ બામણીયા અને અજીત જંગલ્યાભાઈ મંડોડ (રહે. ચાપર ખાંડા, તા.રાણાપુર, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) નાની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.