બ્રિક્સઃ (BRICS) વડાપ્રધાન મોદી (PM Modi) બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે સાંજે દક્ષિણ આફ્રિકા (South Africa) પહોંચી ગયા છે. અહીં રહેતા ભારતીય સમુદાયના લોકો આ વાતને લઈને ખૂબજ ઉત્સાહિત છે. મોદીના આગમનની ખુશીમાં એનઆરઆઈઓએ હર હર મોદીના નારા લગાવ્યા હતા. બ્રિક્સ સમિટ માટે જોહાનિસબર્ગમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે. અહીંના NRI સમુદાય તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. લોકોએ હર હર મોદી અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. ઢોલ અને અન્ય સંગીતનાં સાધનો સાથે ભારતીય સમુદાયના સભ્યો જોહાનિસબર્ગની સેન્ડટન સન હોટેલમાં PM મોદીના આગમનની રાહ જોઈ રહ્યા હતા.
ભારતીય સમુદાયના સભ્ય અને સાઉથ આફ્રિકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન સાથે મીડિયા પર્સન યાશિકા સિંહે પીએમ મોદીના સ્વાગત માટે ‘રાખી’ પ્લેટ તૈયાર કરી હતી. તેમણે કહ્યું કે પહેલી રાખડી ભગવાન ગણેશના આકારની છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે પીએમ મોદીના કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય. બીજી રાખડી કર્મ અવતારના આકારમાં છે. અમે તેમને યાદ અપાવવા માંગીએ છીએ કે તેઓ હજુ પણ અમારા ભાઈઓ છે અને આ તેમના માટે રક્ષણની રાખડીઓ છે.
આ પહેલા વેદાંતના આફ્રિકા ઓપરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પુષ્પેન્દ્ર સિંગલાએ કહ્યું હતું કે અમે પીએમ મોદીની દક્ષિણ આફ્રિકાની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. ભારત અને દક્ષિણ આફ્રિકાને એકસાથે લાવવામાં વેદાંત કંપની કઈ રીતે મહત્વની ભૂમિકા ભજવી શકે છે એ દિશામાં અમે પ્રયાસો કરી રહ્યા છીએ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તકોની ખૂબજ સારી શક્યતાઓ છે.