ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. ગુરુવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મોદી મળ્યા હતા. પાકિસ્તાનમાં આંતકવાદને સંરક્ષણ પર હૈરિસ સાથે ચર્ચા થઈ હતી, ત્યાર બાદ શુક્રવારે પીએમ મોદી રાષ્ટ્રપતિ જૉ બાઈડેનને મળ્યા હતા. પીએમ મોદી અને બાઈડેન વચ્ચે વૈશ્વિક સુરક્ષા મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી. જેમાં અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબ્જાને લીધે ઉભી થયેલી તણાવની પરિસ્થિતિ પર ગહન વાતચીત થઈ હતી. મિટીંગ બાદ બંને નેતાઓએ તાલિબાનોને લઈને એક મોટી વાત કરી હતી.
- કાબુલ પર તાલિબાનોના કબ્જા પાછળ પાકિસ્તાનની (Pakistan) મહત્ત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે
- બંને દેશોએ આતંકવાદ, કોરોના અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી
- બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, જે ભારત-અમેરિકાના સંબંધોને આગળ લઈ જવામાં આવશે
પીએમ મોદી અને જો બાઈડેનની મુલાકાત બાદ ભારત અને અમેરિકાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. (India US joint Statement) જેમાં એવું કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ વિશ્વના કોઈ પણ દેશ પર હુમલા માટે થવો જોઈએ નહીં. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનોના કબ્જા પાછળ પાકિસ્તાનની (Pakistan) મહત્ત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે.
અફઘાનિસ્તાન (Afghanistan ) પર તાલિબાનોના કબ્જા બાદ ભારત અને અમેરિકાએ ફરી એકવાર પરોક્ષ રીતે પાકિસ્તાનને ચેતવણી આપી છે.
ભારત અને અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં (India US joint Statement) એવું કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ પર હુમલા માટે થવો જોઈએ નહીં. સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ આતંકવાદ, કોરોના અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ કહ્યું કે, તાલિબાનને UNSC ના પ્રસ્તાવ 2593 (2021)નું પાલન કરવું જોઈએ. જેમાં એવું કહ્યું છે કે, અફઘાની ક્ષેત્રનો ઉપયોગ કોઈ દેશને ધમકાવવા કે હુમલા માટે, આતંકવાદીઓને તાલીમ કે શરણ આપવા, આતંકવાદી ઘટનાઓની યોજના બનાવવા માટે ક્યારેય કરાશે નહીં. સાથે જ અફઘાનિસ્તાનમાં આતંકવાદને ડામવા પર ચર્ચામાં જોર આપવામાં આવ્યું હતું.
બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, જે ભારત-અમેરિકાના સંબંધોને આગળ લઈ જવામાં આવશે. જેમાં રણનૈતિક ભાગીદારીના નિર્માણ તેમજ એશિયન તેમજ ક્વોડ સભ્યો સહિત ક્ષેત્રીય સમૂહોની સાથે મળીને કામ કરવા તેમજ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સંયુક્ત હિતોને પ્રોત્સાહન આપવું પણ સામેલ છે. આ ઉપરાંત બંને નેતાઓએ અફઘાનિસ્તાનમાં અફઘાની નાગરિકો, વિદેશી નાગરિકોની સુરક્ષિત ઘરવાપસી અને લઘુમતી, મહિલા અને બાળકો સહિત તમામ અફઘાની નાગરિકોના અધિકારોના સન્માન કરવા અપીલ કરી છે.