Top News

મધ્ય પ્રદેશની નદીમાં સોના-ચાંદીના સિક્કા મળતા લોકો ઉમટ્યા, ખોદકામ શરૂ કર્યુ

બસ્તર જિલ્લાના લોહાંડીગુડા બ્લોકના વિશ્વ વિખ્યાત ચિત્રકોટ ધોધ(CHITRAKUT FALLS) ની નજીક આવેલા તોતર ગામમાં મોગલકાળના ચાંદીના સિક્કા (SILVER COINS) મળી આવ્યા છે. સિક્કાઓની કુલ સંખ્યા 206 છે. સિક્કા હાલમાં મહેસૂલ વિભાગ પાસે છે, જે પોલીસને સોંપવાની તૈયારીમાં છે. પાર્વતી નદીમાં સોના અને અન્ય રજવાડા સિક્કા મળી હોવાની અફવા વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનો પાર્વતી નદીમાં ખોદકામ કરવા ગયા હતા. આ ખોદકામ શનિવારે બીજા દિવસે પણ ચાલુ છે.

જણાવી દઈએ કે શુક્રવારે સાંજે જગદલપુરના કેટલાક ઉદ્યોગપતિઓ તેમના ખેતરમાં વાવેતર કરવા આવ્યા હતા. જ્યારે ત્યાં નિશાન બનાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો ત્યારે સિક્કા મળી આવ્યા. જમીનમાલિકોએ તાબડતોબ તહેસલદારને બોલાવી ઐતિહાસિક સિક્કા પ્રસાશનને આપી દીધા હતા. મોડી રાત સુધી ચાલેલી આ કાર્યવાહીનો ઔપચારિક અહેવાલ હજી સુધી લખ્યો નથી. આ સિક્કા મોગલ કાળના બસ્તરના ઇતિહાસ વિશેની માહિતી પ્રદાન કરી શકે છે.

લોકોને કોઈ ખજાનો મળશે તેવી આશામાં ખોદવામાં વ્યસ્ત છે. જેમાં બાળકો, વૃદ્ધ અને યુવાનો શામેલ છે. શિવપુરા અને ગણેશપુરા ગામો પાર્વતી નદીની નજીક રાજગઢ અને કુરાવર સરહદ નજીક આવેલા છે, જેના લોકો સોનાના સિક્કા શોધવામાં વ્યસ્ત છે. કેસની માહિતી મળ્યા બાદ પટવારી મહેસૂલ વતી તપાસ કરવા આવ્યા હતા. સાંજે સ્ટેશન પ્રભારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસને સમજાવવા છતાં, લોકો ખોદકામ કરતા અટકતા નથી.

ઉલ્લેખનીય છે કે પાર્વતી નદીના કાંઠે મરાઠા રાજા નાના સાહેબ (MARATHA KING) ની સમાધિ છે. પ્રાચીન સમયમાં મોગલો (MUGHALS) આ જ રસ્તેથી આવતા જતાં હતા તેવું ગામના વૃદ્ધોનું કેહવું છે. આવી સ્થિતિમાં લોકોને આશંકા છે કે તે જ સમયે તેમણે આ સિક્કા અહી રાખ્યા હશે અથવા પડી ગયા હશે. એવી અપેક્ષા પણ છે કે તે સમયે કોઈએ અહીં સિક્કાઓ દાટી દીધા હશે. જો કે, સિક્કાની તપાસ કર્યા પછી જ સત્ય બહાર આવશે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top