World

તાંઝાનિયામાં પ્લેન ક્રેશ, 49 પેસેન્જરને લઈને વિક્ટોરિયા લેકમાં ડૂબી ગયું

તાન્ઝાનિયા: તાન્ઝાનિયામાં (Tanzania) રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ (Passenger plane crashes) થયું હતું. આ વિમાનમાં 49 મુસાફરો સવાર હતા. જે પ્લેન ક્રેશ થયું તે વિક્ટોરિયા લેકમાં ( Victoria Lake) ડૂબી ગયું. આ દુર્ઘટનામાં (Accident) આમાંથી 23 મુસાફરોને બચાવી લેવાયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય (Rescue) ચાલી રહ્યું છે.

તાંઝાનિયાના લેક વિક્ટોરિયામાં રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 23 લોકોને બચાવી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મ્વાન્ઝાથી બુકોબા જતી ફ્લાઈટમાં 49 મુસાફરો સવાર હતા. ત્યારે અચાનક જ પ્લેન લેકમાં જઈ પડ્યું હતું જો કે હાલ આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

ખરાબ હવામાનને કારણે થયો અકસ્માત
તાન્ઝાનિયાની પોલીસે જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે રવિવારે વહેલી સવારે વિક્ટોરિયા તળાવમાં પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. વિમાન ઉત્તર-પશ્ચિમ શહેર બુકોબામાં ઉતરવાનું હતું, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ સાથે પોલીસે કહ્યું કે મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઘણી ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે તાંઝાનિયામાં ચાલી રહેલા મુસાફરોના બચાવ અભિયાન અંગે ટ્વિટ કરીને BNO ન્યૂઝે વીડિયોને ટ્વિટ કર્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે વિમાન તળાવમાં ડૂબી ગયું છે. સુરક્ષા દળોની ટીમ બોટમાં બેસીને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ ઉપરાંત જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ પણ તળાવના કિનારે ઉભા જોવા મળે છે.

અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ, ફિલાડેલ્ફિયામાં 10 લોકોને ગોળી મારી
નવી દિલ્હી: અમેરિકાના (America) પેન્સિલવેનિયાના (Pennsylvania) ફિલાડેલ્ફિયામાં (Philadelphia) એક બારની બહાર 10 લોકો પર ફાયરિંગ (Firing) કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ફાયરિંગના કારણે હોબાળો મચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. પ્રાથમિક માહિતી અનુસાર આ ફાયરિંગમાં 10 લોકોને ગોળી વાગી છે. ફાયરિંગની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે. આરોપીની શોધ ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન વિસ્તારમાં બની છે. અહીં એક બારની બહાર ઓછામાં ઓછા 10 લોકોને ગોળી મારી દેવામાં આવી છે. ઘટના શનિવાર રાતની જણાવવામાં આવી રહી છે.

Most Popular

To Top