સુરત: સુરતમાં ફરી એકવાર આત્મહત્યાનો (Suicide) બનાવ સામે આવ્યો છે. બે મહિના (Months) પહેલા જ યુપીથી (U.P) રોજગાર મેળવવા સુરત (Surat) આવેલા યુવકે ગળે ફાંસો (Traps) ખાઇ લઈ આપઘાત કર્યો છે. પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં 18 વર્ષીય યુપીવાસી યુવક ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ પરીવારને જાણ કરાતા પરીવાર શોકમાં સરી ગયો છે.
મળતી માહિતી મુજબ, મૃતક શિવમરામનો મિત્ર ઓવર ટાઈમ કરવા મિલમાં રોકાઇ ગયો હતો, દરમીયાન શિવમેએ રૂમમાં જઈ ફાંસો ખાય લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં બે મહિના પહેલા જ આવેલા 18 વર્ષીય યુપીવાસી યુવાને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ પાડોશીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. શિવમરામ રામકૈલાશ પટેલ 2 મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.
વધુમાં જણવા મળ્યું હતું કે પાડોશી પાણી માટે દરવાજો ખખડાવતા હતા પરંતુ દરવાજો ન ખોલતા શંકા થઇ હતી. જેથી દરવાજો તોડતા જ શિવમરામ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ રૂમ પાટર્નર મિત્રને કરતા તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિવાર શિવમરામના મૃત્યુના સમાચાર સાંભળી શોકમાં સરી ગયો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક શિવમરામ રામકૈલાશ પટેલ મૂળ યુપીનો રહેવાસી હતો. રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. મિત્ર સાથે એક જ રૂમમાં રહેતો હતો. મિલમાં હેલ્પર તરીકે કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરીવારમાં શિવમનાં ત્રણ ભાઈ અને એક બહેન હતાં.
સાત દીવસ પહેલા જ ‘મમ્મી-પપ્પા હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતો‘ કહી યુવકે ફાંસો ખાધો હતો
સુરતના ડિંડોલીમાં તા.20ના રોજ એક યુવક ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યોગેશ કોટિક અખાડાના જિમ ટ્રેનર બનેવી સાથે હેલ્પર તરીકે કામ કરતો હતો. સાથે પાઈલ્સની બીમારીથી પીડીત યોગેશને કામકાજ ન મળતું હોવાનું માનસિક તણાવ પણ હતું. આત્મહત્યા કરવા પહેલા યોગેશે સુસાઈડ નોટ લખી હતી કે, ‘મમ્મી-પપ્પા હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતો. હવે મારાથી દવા નથી પીવાતી અને આ કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું.’ હાલ પોલીસે યોગેશના આપઘાત કેસમાં સુસાઈડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.