Dakshin Gujarat

નવસારીથી પલસાણા કોલ્ડડ્રીંક્સની આડમાં લઈ જવાતો 2.35 લાખનો દારૂ ઝડપાયો

પલસાણા: (Palsana) પલસાણા તાલુકા પોલીસમથકની (Police Station) ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે પલસાણાના બલેશ્વર ગામની (Village) સીમમાં ને.હા. ૪૮ ૫૨થી એક ટેમ્પોમાંથી રૂ.૨.૩૫ લાખના દારૂ (Liquor) સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી કુલ ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • બલેશ્વરમાં ટેમ્પોમાં કોલ્ડડ્રીંક્સની આડમાં લઈ જવાતો ૨.૩૫ લાખનો દારૂ ઝડપાયો
  • બે બુટલેગરની અટકાયત, બે વોન્ટેડ, ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસમથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં સ્ટ્રોંગ કોલ્ડડ્રીંક્સની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો નવસારી તરફથી પલસાણા તરફ આવી રહ્યો છે. જેના આધારે પલસાણા પોલીસે બલેશ્વરની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ ૫૨ વોચ ગોઠવી ટેમ્પો નં.(ડીડી ૦૧ સી ૯૮૭૨)ને ઝડપી પાડી તેમાં તપાસ કરતાં પોલીસે ૨,૩૫,૨૦૦નો દારૂ, ટેમ્પો કિંમત ૬ લાખ, કોલ્ડડ્રીંક્સ કિંમત ૪,૮૦,૦૦૦, મોબાઇલ તેમજ રોકડ મળી કુલ ૧૩,૧૬,૧૭૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.

સાથે પોલીસે ટેમ્પો ડ્રાઇવર કુલદીપ શ્યામનારાયણ તિવારી (ઉં.વ.૨૫) (રહે., સ્ટાર લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં, નીલમ હોટલની સામે, કડોદરા, મૂળ રહે., ઉત્તરપ્રદેશ) તેમજ પારૂલ વિનોદ વાઘેલા (રહે.,ગાયકવાડ મિલની ચાલ, તા.ગણદેવી, જિ.નવસારી)ને ઝડપી પાડ્યા હતા. તેમજ દારૂનો જથ્થો ભરાવી આપનાર મનોજસીંગ (રહે., જોલવા, તા.પલસાણા) તેમજ દારૂ મંગાવનાર જીતેશ ઉર્ફે પહેલવાન યાદવ (રહે.,કડોદરા)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

આહવા પાસે બોલેરોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સાપુતારા : ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બીનાં પી.એસ.આઈ જયેશ વળવીની ટીમે આહવામાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન પોલીસને બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વહન થઈ રહ્યાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીવાળી બોલેરોને આહવા નજીક આંતરી તપાસ કરતાં તેમાંથી જુદી-જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો કુલ 29,520 રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલ.સી.બી.એ ગેરકાયદેસર દારૂનો જથ્થો તથા બોલેરો મળી કુલ 2,29,520 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. એલ.સી.બી.એ દારૂનો જથ્થો વહન કરનાર બુટલેગરો સોમનાથ ગમજ પવાર (રહે.,પીપલપાડા સુબિર), શૈલેષ ચૌધરી (રહે., પીપલાઈદેવી), ગમન જાનુ પવાર (રહે.,પીપલપાડા સુબિર)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે આ ગુનામાં સંકળાયેલા સંજયભાઈ ગમજભાઈ પવાર (રહે.,પીપલપાડા)ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આરંભી છે.

Most Popular

To Top