હથોડા: પાલોદના (Palod) નવી સિયાલજ વિસ્તારમાં ચોરો (Theft) પેધા પડી ગયા છે. ઘર આંગણે બાંધેલા બકરા (Goats) ચોરી કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.રાત્રીના સમયે આવેલા તસ્કરો કોલોનીમાં મકાનની બહાર આંગણામાં બાંધેલા 6 જેટલા બકરા ચોરી તસ્કરો રફુચક્કર થઇ ગયા હતા.જે બાબતની નજીકમાં આવેલા પાલોદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ પોલીસ (Police) મથકમાં નોંધાવવામાં આવી હતી.આ વિસ્તારમાં અવાર નવાર બનતી ચોરીની સતત ઘટનાને લાઈને રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે.
આ વિસ્તારમાં સતત ચોરીઓના બનાવો વધી રહ્યા છે
ઘટનાની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના નવી શિયાલજ ગામે ઘરઆંગણે બાંધેલાં છ બકરાં રવિવારની રાત્રિના સમયે ચોરી જતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.નવી શિયાલજ પીપોદરા કોલોની ખાતે રહેતા પઠાણ સમી ઉલ્લાખાન હુસેનખાન પઠાણ રહે છે.તેમેણે તેમના ઘરઆંગણે પાંચ બકરી તેમજ એક બકરો મળી કુલ છ બકરાં બાંધ્યાં હતાં.જેને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.આ બાબતની ઉલ્લાખાન પઠાણે પાલોદ પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે. અત્રે જાણવું રહ્યું કે, નવી શિયાલાજ ગામની પડખે આવેલ બંબોરા ગામે થોડા સમય પહેલાં મોટી ઘરફોડ ચોરી થઈ હતી, જેની સ્યાહી સુકાઈ નથી ત્યાં બકરાં ચોરાતાં વિસ્તારની જનતામાં ફફડાટ ફેલાઇ ગયો છે.
શિયાળાની ઋતુનો તસકરો લાભ લેતા થઇ ગયા
શિયાળાની ઋતુમાં તસ્કરો સક્રિય થઇ ગયા છે.અને સિયાલજ વિસ્તાર તથા તેની આજુબાજુના વિસ્તરમાં ઘરફોડ ચોરીઓની ઘટનાઓને સતત અંજામ આપી રહ્યા છે.હાલમાં જ નવી શિયાલાજ ગામની પડખે આવેલ બંબોરા ગામે થોડા સમય પહેલાં મોટી ઘરફોડ ચોરી થઈ હતી, જેની સ્યાહી સુકાઈ નથી ત્યાં બકરાં ચોરાતાં વિસ્તારની જનતામાં ફફડાટ ફેલાઇ ગયો છે.શિયાળાની રાત્રે લોકો મીઠી નીંદર માણતા હોઈ છે ત્યારે આ જ તકનો તસ્કર સારી પેઠે લાભ ઉઠાવી રહ્યાં છે જે ચોરીની સતત ઘટના ઉપરથી ફલિત થઇ રહ્યું છે.
કામરેજના પરબથી ગાંજો વેચતો ઈસમ ઝડપાયો
પલસાણા: કામરેજના પરબ ગામની સીમમાં ઓમ ટેક્સટાઇલ્સ પાર્કમા રહેતા ઇસમ મદનલાલ નાનુરામ સરોજ છૂટકમાં ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળતાં એસઓજીએ રેડ પડી હતી. આ ઘટનામાં પોલીસે 2.800 કિલોગ્રામ કિંમત 28,600નો ગાંજો ઝડપી પાડ્યો હતો તેમજ રોકડ અને મોબાઈલ સાથે કુલ 44,650નો મુદ્દામાલ પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આ માલ સુરત ખાતે રહેતા બંટી નામના ઇસમ પાસેથી ખરીદી લાવ્યો હતો અને છૂટકમાં વેચાણ કરતો હતો. ગાંજાનો જથ્થો સંતાડી રાખવા માટે આજથી બે મહિના પહેલાં મકાન ભાડે રાખ્યું હતું. ત્યાં ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો. અને માલ આપનાર બંટીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલો આરોપી અગાઉ સને-૨૦૨૦માં એસ.ઓ.જી. શાખા દ્વારા જ ગાંજાના ગુનામાં પકડાયો હતો.