Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ભારતીય ટીમ (IndianCricketTeam) હાલમાં ત્રણ ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (SouthAfirckaTour) છે. બંને ટીમો વચ્ચે T20 અને ODI ટુર્નામેન્ટ રમાઈ ચૂકી છે, જ્યારે ટેસ્ટ સિરીઝ (TestSeries) બાકી છે. હવે ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનર બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ (RuturajGaikwad) ઈજાના (Injured) કારણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

બીજી તરફ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (ViratKohli) પણ ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફર્યો છે. આવી સ્થિતિમાં કોહલી પ્રિટોરિયામાં ચાલી રહેલી ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ ગેમમાં ભાગ લઈ શક્યો નથી. બીસીસીઆઈના (BCCI ) સૂત્રોનું કહેવું છે કે સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે કોહલી સમયસર જોહાનિસબર્ગ પરત ફરશે.

વિરાટ કોહલી લગભગ ત્રણ દિવસ પહેલા જ મુંબઈ જવા રવાના થયો હતો. તેણે આ માટે બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ પાસેથી મંજૂરી લીધી હતી. કોહલી વહેલી તકે દક્ષિણ આફ્રિકા પરત ફરે તેવી શક્યતા છે. બીજી તરફ, 26 વર્ષીય ગાયકવાડને 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વન-ડે દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. તે આ ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી.

શમી પહેલેથી જ બહાર છે
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પહેલાથી જ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમી વન ડે વર્લ્ડ કપમાં 24 વિકેટ સાથે ટોપ વિકેટ ટેકર બોલર રહ્યો હતો. જોકે, ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકતા શમીને ટેસ્ટ સિરિઝમાં સામેલ કરાયો નથી. BCCI મેડિકલ ટીમ દ્વારા રમવા માટે મંજૂરી આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં વર્લ્ડ કપનો આ સ્ટાર બોલર બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ ( વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.

To Top