વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં કહ્યું, ‘અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું. ભાજપ જ...
પ્રતિનિધિ વડોદરા તા 19 પોલીસ પ્રજાની કહેવાય છે પરંતુ પોલીસ કર્મચારીનો એક યુવકને માર મારી દાદાગીરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો...
સુરતઃ શહેરમાં વધુ એક માસૂમ બાળકી હવસખોરનો શિકાર બનાવી છે. પિતાના મોટા ભાઈએ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનીખેજ મામલો...
મુંબઈઃ બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ફરી એકવાર સલમાન ખાનના પરિવારને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. દબંગ ખાનના...
પ્રતિનિધિ વડોદરા તા 19 વડોદરા શહેરની મનીષા ચોકડી પાસે આવેલા મોબાઈલ ના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા. સીસીટીવી કેમેરા ફેરવી દીધા બાદ વિવિધ...
રોહતકઃ ભારતીય જનતા પાર્ટી (BJP) એ હરિયાણા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર રાખ્યું છે. જેમાં...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦થી રર...
નવી દિલ્હીઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકામાં મોટા રેટ કટની અસર માત્ર વૈશ્વિક બજાર પર જ નહીં પરંતુ ભારતીય શેરબજાર પર પણ...
ચેન્નાઈઃ ભારત-બાંગ્લાદેશ સિરિઝની ચેન્નાઈ ખાતે આજથી શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચના પહેલાં દિવસે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાયું હતું. ભારતે 150 રનની અંદર...
એક બ્યુટી પાર્લરમાં બહુ જ ગિરદી હતી. ફેસ્ટીવ સીઝન હતી એટલે ઘણા બધા કલાઈન્ટ હતાં.એક ૪૫ વર્ષનાં મહિલા આવ્યાં અને ફુલ બોડી...
સામાજિક ન્યાયના નામે ખેલાતા નિર્લજ્જ જ્ઞાતિવાદી રાજકારણે રાષ્ટ્રહિતનો ભોગ લીધો છે. કેન્દ્ર સરકારના 24 મંત્રાલયોમાં સંયુકત સચિવ, નિર્દેશક નાયબ સચિવના 45 પદો...
અમેરિકામાં રીવર સાઈડ, લોસ એન્જલસ નજીક આવેલ શહેરમાં કુલ માણસોની વસ્તીની ગણતરીની સરખામણીમાં કુતરાની સંખ્યા ૫૦% છે. જ્યારે ૧૮ વર્ષના બાળકોની સંખ્યા...
એક સમયે જેનો અંગ્રેજો દ્વારા ગરીબોનો દેશ કહેવામાં આવ્યો હતો તેવા ભારત દેશમાં ધીરેધીરે કરોડપતિઓની સંખ્યા વધી રહી છે. ભારત દેશ પ્રગતિ...
આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં બે જણનો છુટકારો થયો. એક છે રશીદ એન્જિનિયર અને બીજા અરવિંદ કેજરીવાલ. અબ્દુલ રશીદ શેખ જે જમ્મુ અને...
છેલ્લા કેટલાક સમયથી એવું લાગે છે કે આ વિભાગ માટે આવતા ચર્ચાપત્રોમાં ભાષાવિવેક જળવાતો નથી અને જે તે વ્યક્તિ/સંસ્થા/તંત્રની ટીકા નિયમિત રીતે...
ફેરવવાના બહાને યુવતીને મહારાષ્ટ્ર, પંજાબ સહિતના વિવિધ જગ્યા પર લઈ ગયો હતો, છેલ્લા 15 દિવસથી બંને સાથે રહેતા હતા પેટમાં અસહ્ય દુખાવો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.19 વડોદરામાં વરસાદની શરૂઆતે શરૂ થયેલો ભુવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો છે. તેવામાં શહેરના અટલાદરા ટ્રીહાઉસ શાળાની...
માહિતીના વિસ્ફોટના આ યુગમાં સૌ કોઈ પાસે જરૂરી કરતાં બિનજરૂરી વિગતો હાથવગી, હોઠવગી અને હૈયાવગી થવા લાગી છે. અલબત્ત, પોતાની માહિતીની ખરાઈ...
ભારતના ચીફ જસ્ટિસ અને ભારતના વડા પ્રધાન એ ભારતની લોકશાહીના બે મજબૂત સ્થંભો ગણાય છે. ભારતના ચીફ જસ્ટિસ અને ભારતના વડા પ્રધાન...
પ્રતિનિધિ વડોદરા તા.18 પ્રતિનિધિ વડોદરા તા.18 તળાવો ઉંડા તથા પાણી ભરેલા હોય કોઇ જાહેર જનતા સામે જીવનુ જોખમ ઉભુ ન થાય તેના...
આણંદ જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે 4.78 લાખ કરતાં વધુ ઘરોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયો (પ્રતિનિધિ) આણંદ તા.18 આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ...
‘મંદિર અહીં જ જોઇશે’ સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હુંકાર ક્ષત્રિય સમાજના વડવાઓ દ્વારા અહીં મંદિર સ્થાપવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા...
વસોમાં વિસર્જન યાત્રામાં હોબાળા મામલે 12 વિધર્મી શખ્સ સામે ગુનો નોંધી અટકાયત કરાઇ (પ્રતિનિધિ) નડિયાદ, તા.18 વસોમાં ગતરોજ નીકળેલી વિસર્જન યાત્રામાં બે...
ગતરોજ ગણપતિ વિસર્જન ની રાત્રે 42 મેડિકલ કેશો દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી 31થી જેટલા કેસો મારામારીના કારણે ઈજા પામનાર લોકોના છે...
સરકારે જૂના ભાવે જ તેલ વેચવાની વેપારીઓને આપી સૂચના પામોલિન, સોયાબીન તથા સનફ્લાવર તેલમાં આયાત ડ્યૂટી વધતાં તેલના ભાવોમાં ત્રણ દિવસથી વધારો...
પ્રતિનિધિ વડોદરા તા.18 તળાવો ઉંડા તથા પાણી ભરેલા હોય કોઇ જાહેર જનતા સામે જીવનુ જોખમ ઉભુ ન થાય તેના માટે ગણેશ વિસર્જન...
નવસારી : નવસારી શહેરમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલી હતી. પરંતુ વિસર્જન પ્રક્રિયા દરમિયાન મોડી રાત્રે પોલીસ અને...
સ્ટ્રિટલાઇટ, મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસોમા દુકાનોની ફાળવણી, દક્ષિણ તથા પૂર્વ વિસ્તારમાં રોડના કામોની મંજૂરી માટે રજૂઆત કરાશે પશ્ચિમ ઝોનમાં ડિવાઇડર, ફૂટપાથ, કર્બીંગ,...
મંદિરના સંચાલક સહિતના લોકોનો યુવકના પરિવારના સભ્યો પર હિંસક હુમલો.. કુંભારવાડી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી.. એક તરફ સમગ્ર વડોદરા...
પ્રતિનિધિ વડોદરા તા.18 સયાજીગંજ વિસ્તારમાં શ્રીજીની વિસર્જન યાત્રાનું ડીજે બંધ થઇ જતા યુવક મંડળના સંચાલક સહિતના સભ્યોએ જોરશોરથી બુમો પાડી અંદરોઅંદર મારામારી...
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
IPL Auction: ભુવનેેશ્વર પર લાગી 10.75 કરોડની બોલી, અફધાનિસ્તાનના ખેલાડીને મુંબઈએ 4.80 કરોડમાં ખરીદ્યો
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં કહ્યું, ‘અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું. ભાજપ જ આ વચન પૂર્ણ કરશે. તેથી હું તમને અપીલ કરું છું કે 25મી સપ્ટેમ્બરે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખજો. તેમણે કહ્યું કે ચૂંટણીના પ્રથમ તબક્કામાં આટલી મોટી સંખ્યામાં મતદાન થયું હતું. આ ખુશીની વાત છે કે આતંકનો અંત આવ્યો છે અને લોકો આટલી મોટી સંખ્યામાં ચૂંટણી માટે ઘરોમાંથી બહાર આવ્યા છે. આ નવો ઈતિહાસ રચાયો છે. તમે આ ઈતિહાસ રચ્યો છે. દુનિયા જોઈ રહી છે કે જમ્મુ-કાશ્મીરના લોકો કેવી રીતે ભારતના લોકતંત્રને મજબૂત કરી રહ્યા છે.
આ પહેલા તેમણે નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ વિશે કહ્યું હતું કે, ‘આ ત્રણ પરિવારોએ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે દાયકાઓથી ઘાટીમાં નફરતનો સામાન વેચ્યો છે. જેના કારણે અહીંના યુવાનો પ્રગતિ કરી શક્યા નથી. જે યુવાનોને આગળ વધવા દેવાયા ન હતા તે યુવાનો હવે તેમની સામે મેદાનમાં આવ્યા છે. આજે ખીણના 20-25 વર્ષની વયના ઘણા યુવાનો શિક્ષણથી વંચિત છે. ઘણા એવા છે જેમને દેશના બાકીના બાળકો કરતાં 10મા-12મા કે કોલેજ સુધી પહોંચવામાં વધુ વર્ષો લાગ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે કોંગ્રેસ, એનસી અને પીડીપીના ત્રણ રાજવંશ નિષ્ફળ ગયા છે.
હું અહીં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણ ઇમાનદારી સાથે કામ કરી રહ્યો છું. અહીં શાળા-કોલેજો સરળતાથી ચાલી રહી છે, બાળકોના હાથમાં પથ્થર નથી પણ પેન, પુસ્તક અને લેપટોપ છે. આજે અહીં નવી શાળાઓ, નવી કોલેજો, મેડિકલ કોલેજો, આઈઆઈટી બનવાના અહેવાલો છે. હું ઈચ્છું છું કે અમારા બાળકો ભણે અને વધુ સક્ષમ બને, તેમના માટે અહીં નવી તકો ઊભી કરવી જોઈએ.
જમ્મુ-કાશ્મીરના યુવાનો હવે લાચાર નથી, તેઓ મોદી સરકારમાં વધુ મજબૂત બની રહ્યા છે. ભાજપે યુવાનોને રોજગારી આપવા માટે પણ મોટી જાહેરાતો કરી છે. કૌશલ્ય વિકાસ હોય, સક્ષમ લોકોને કોઈ પણ પ્રકારની છેતરપિંડી વિના સરકારી નોકરી આપવી હોય, ભાજપ આ તમામ કાર્યો અહીં પૂર્ણ કરશે.
મોદીએ કહ્યું કે હઝરતબલ, ખીર ભવાની જેવા પવિત્ર સ્થાનો પણ આ ત્રણ પરિવારોના શાસનમાં સુરક્ષિત નહોતા. એક સમય હતો જ્યારે લાલ ચોકમાં આવવું અને અહીં ત્રિરંગો લહેરાવવો એ જીવલેણ કાર્ય હતું. હવે ચિત્ર બદલાઈ ગયું છે. હવે 3 દાયકા પછી અહીં મહોરમનું જુલુસ નીકળ્યું છે. આ વાતાવરણ, આ કામ કોણે કર્યું છે? આ કામ મોદીએ નથી કર્યું, આ કામ તમે કર્યું છે.
જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસમાં પીએમ મોદીની કાશ્મીરની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ 14 સપ્ટેમ્બરે ડોડા પહોંચ્યા હતા. તેઓ અહીં પાર્ટીના ઉમેદવારોને પણ મળ્યા હતા. આ પછી બપોરે તેઓ કટરા જવા રવાના થયા હતા. અહીં તેમણે બીજી જાહેર સભાને સંબધી હતી.