Top News

More Posts

   The Latest

Most Popular

કવાંટ તાલુકાના પીપલદિ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખીને ગામના જ યુવાનની ફાયરિંગ કરી હત્યા કરતા બે આરોપી પૈકી ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને મોટર સાયકલ ચલાવનાર આરોપીની શોધખોળ આદરવામાં આવી છે.
કવાંટ ગામના પીપલદિ ગામે રહેતા કુલદીપભાઈ જામસીંગભાઇ રાઠવા, ઉંમર વર્ષ 33 રહે પીપલદિ ગામે નિશાળ ફળિયામાં પરિવાર સાથે રહેતા હતા. કુલદીપ જેઓ છોટાઉદેપુર મત વિસ્તારના માજી સાંસદ રામસિંહ રાઠવા અને જે હાલમાં ટ્રાયફેડ ચેરમેન છે તેઓના ભત્રીજા થાય છે. કુલદીપભાઈ ગતરોજ રાત્રી ના ૯:૪૫ કલાકે તે ફળિયામાં હતા. તે દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત શંકરભાઈ સનજીભાઈ રાઠવા તેમજ તેઓનો સાથીદાર અમલાભાઈ રેવજીભાઈ ભાઈ રાઠવા મોટરસાયકલ પર આવી શંકરભાઈ તેની પાસેની બંદૂક વડે ફાયરિંગ કરી મરણ જનાર કુલદીપભાઈ જામસીંગભાઇ રાઠવાને પેટમાં ડાબી બાજુના ભાગે ગોળી મારી સ્થળ પર મોત નીપજાવ્યું હતું. અમલાભાઈ રેવજીભાઈ ભાઈ રાઠવા જેઓ મોટર સાયકલ લઈને શંકરભાઈ જોડે આવી એકબીજાને મદદગારી કરતા બંને આરોપીઓ વિરુદ્ધ મરણ જનાર કુલદીપભાઈના નાનાભાઈ રાજપાલસિંહ જામસીંગભાઇ રાઠવા ઉંમર વર્ષ 30 રહે પીપલદિ નિશાળ ફળિયા દ્વારા કવાંટ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા કવાંટ પી.આઈ એ આર પ્રજાપતિ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ફાયરિંગ કરનાર આરોપીની ગણતરી ના કલાકોમાં જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ પોલીસે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કુલદીપભાઈનું ફાયરિંગથી મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કુલદીપભાઈનો મૃતદેહ પોસ્મોટર્ટમ માટે કવાંટ સીએસસી સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

હત્યા કરનાર નિવૃત્ત આર્મી જવાનને બાર બોરની બે નાળી વાળી બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો

આર્મી જવાન 2020માં નિવૃત્ત થયો હતો અને આત્મરક્ષણ માટે બંદૂકનું લાયસન્સ આપવામાં આવેલું હતું. રક્ષણ કરવાની જગ્યાએ હત્યા કરવામાં બંદૂકનો ઉપયોગ કર્યો હતો. કવાંટ તાલુકા પોલીસે અર્મ એક્ટ હેઠળ હત્યા કરવાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતકની લાશ પી એમ માટે કવાંટ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ ફોરેંસિક એક્સપર્ટ ઓપીનીયન માટે બોડીને વડોદરા ખાતે મોકલવામાં આવી છે તેવું ફરજ પર ના તબીબે જણાવ્યું હતું હાલ તો લાશ પી એમ માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલ માં મોકલવામાં આવી છે.

ઘટના રાજકીય પાર્ટી ના આગેવાનના ભત્રીજા ની હત્યા થઈ હોવાથી તપાસ માં મુશ્કેલી ના સર્જાય તે માટે ફોરેંસિક એક્સપર્ટ ઓપીનીયનની મદદ લેવા માં આવી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આ સુવિધા ના હોવાથી વડોદરા ખાતે પી એમ માટે મોકલવામાં આવી છે. જ્યારે પેટ ના ભાગે ડાબી બાજુ ગોળી વાગી હોવાનું ડોકટરે જણાવ્યું હતું.

મૃતકની પત્ની એ લગાવ્યા ગંભીર આક્ષેપ, છેલ્લા પાંચ દિવસથી હેરાન કરતા હતા, મારા ઘર પાસે આવીને જાનુદી જાનુડી કરતો હતો

જ્યારે કુલદીપ તેના પિતા ના ઘરે થી ચાલતો ચાલતો આવતો હતો ત્યારે નિશાળ ફળિયામાં તેની એકલતાનો લાભ લઈ હત્યારાઓ મોટરસાયકલ ઉપર આવીને પેટ ના ભાગે ફાયરિંગ કર્યું હતું. પોલીસ ગામ માં સઘન સુરક્ષા ગોઠવી છે.

માજી ભાજપના સાંસદ અને ત્રાઇફે ના ચેરમેન રામસિંગ રાઠવા ના ભત્રીજાનીથી હત્યા ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ફાયરિંગના અવાજ થી લોકો ડરી ગયા હતા. નાના અમથા ગામમાં ગોળી મારીને હત્યા ના બનાવને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.



To Top