Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાત ATSને આજ રોજ તા. 9 નવેમ્બર રવિવારે મોટી સફળતા મળી છે. ગાંધીનગરના અડાલજ નજીકથી ત્રણ શંકાસ્પદ આતંકીઓને ઝડપવામાં આવ્યા છે. જે ISISના નવા મોડ્યુલ સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સોમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદનો છે. ATSને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિઓની યોજના બનાવી રહ્યા છે અને રાજ્યમાં મોટી ઘટનાને અંજામ આપવા ઈચ્છે છે. આ માહિતીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર ગુપ્ત વોચ ગોઠવી અને યોગ્ય સમયે કાર્યવાહી કરીને ત્રણેને ઝડપી લીધા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવ્યા હતા અને તેમની યોજના દેશના વિવિધ વિસ્તારોમાં હુમલો કરવાની હતી. વધુમાં તેઓ બે અલગ અલગ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા હોવાની શક્યતા છે.

હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય શખ્સોની સઘન પૂછપરછ ચાલી રહી છે. જેમાં મોટાં ખુલાસાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. તપાસમાં એ પણ જાણવા મળે તેવી સંભાવના છે કે તેમના અન્ય સાથીદાર ક્યાં છુપાયેલા છે અને તેમની આગામી યોજના શું હતી.

To Top