જેને પોલીસનો પણ ધાક નથી તેવા ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવી કુખ્યાત બનેલા અને હત્યા સહિત 15 જેટલા ગંભીર...
બુધવારે જ્યારે ટીમ ઈન્ડિયાની મહિલા ક્રિકેટ ટીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી ત્યારે વાતાવરણ ભાવનાથી ભરેલું હતું. મહિલા વર્લ્ડ કપમાં વિજય મેળવ્યા બાદ...
સામાન્ય રીતે દરેક વ્યક્તિ મુસાફરી કરતી વખતે બારી પાસે બેસવાની ઈચ્છા રાખે. આ માત્ર એક સુવિધા નથી, તે વિશેષ પ્રકારની સંભાવના સ્થાપિત...
( પ્રતિનિધી )વડોદરા,તા.6 વડોદરામાં શહેરમાં અને હાઈવે પર રસ્તાઓની ખખડધજ હાલત થઈ છે. જેના કારણે વડોદરથી ભરૂચ તરફ જતા માર્ગે દરરોજ સર્જાતી...
દક્ષિણ ઓડિશામાં ગાઢ જંગલો અને ઢાળવાળી ટેકરીઓથી ઘેરાયેલો કોરાપુટ પ્રદેશ લાંબા સમયથી ફક્ત તેની આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો હતો...
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સામે રાજસ્થાનમાં પાન મસાલાની ખોટી જાહેરાત કરવા બદલ ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો...
ભારતની રાજધાની દિલ્હીનું નામ બદલવાની માંગણીએ ફરી એક વાર જોર પકડ્યું છે. આ વખતે ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને...
AI એક્ટ્રેસનું ડેમોન્સ્ટ્રેશન થયું એ પછી દુનિયાભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા જામી છે. આ ક્રિએટિવ ફીલ્ડમાં AIનો ઉપયોગ ન થવો જોઈએ એવી માગણી...
કાલોલ : કાલોલ તાલુકાના મધવાસ ગામે સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ સમગ્ર કાલોલ હાલોલ અને આસપાસનાં પંથકના શિવ ભક્તોમાં અનેરું મહત્વ ધરાવે છે. દેવ...
એક ભિખારી મંદિરની બહાર જ ફૂટપાથ પર જ રહે.ત્યાં જ સૂએ, ત્યાં જ બેસે, આખો દિવસ ત્યાં ભીખ માંગે, જે મળે તે...
ભારતની લગભગ 145 કરોડની વસતિ ભેગી મળીને વર્ષદહાડે લગભગ ચાર ટ્રિલિયન બસ્સો અબજ (4200 અબજ) ડૉલરની કમાણી કરે છે. ચાર ટ્રિલિયન વધીને...
કાલોલ : સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકોને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા...
જેની દેશમાં ભારે આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને રાજકીય રીતે જેની ભારે ચર્ચા છે તેવી બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે એટલે કે...
ન્યાયિક કાર્યવાહીમાં ખોટા પુરાવા રજૂ કરતા ફરિયાદી સામે આવકવેરા વિભાગને પણ જાણ કરવા કોર્ટનુ અવલોકન કાલોલ: હાલોલ કોર્ટ દ્વારા ૧૦ લાખના ચેક...
गरीब को तो बच्चों की पढ़ाई मार गईबेटी की शादी और सगाई मार गईकिसी को तो रोटी की कमाई मार गईकपड़े की...
હરિયાણાની મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગત રોજ તા. 5 નવેમ્બર બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચ...
ભૂગોળનું સામાન્ય જ્ઞાન ધરાવનારને પણ એટલી જાણ હોય છે કે આપણી પૃથ્વી પર બે તૃતીયાંશ ભાગ પાણી છે અને બાકીનો ભાગ જમીન....
અમલસાડ સ્ટેશન પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લગભગ 15 જેટલા ગામ સાથે જોડાયેલા છે. આ બધા ગામડાના વ્યકિતને સુરત- વડોદરા તરફ કે વાપી,...
ભૂતકાળમાં ‘રેવા’ નામના ફિલ્મની સાઉન્ડ અને વિડિયોગ્રાફી જોઇ યુવા અવસ્થામાં જોયેલ અંગ્રેજી મૂવી ‘મેકીનાસ ગોલ્ડ’ની યાદ આવી ગઇ. ટેકનોલોજીની દૃષ્ટિએ એક આનંદની...
તા. ૩/૧૧ ના ગુજરાતમિત્રમાં સુરત મહાનગરપાલિકાની ફરિયાદ માટેની whatsapp વિશે લખાયું તે વિષય પર હું ચર્ચાપત્ર લખવા વિચારતો જ હતો અને ગુજરાતમિત્રએ...
સત્તાની આડમાં નેતાઓ ભ્રષ્ટાચારને પોષણ આપતા વિવિધ વિભાગના અધિકારીઓના સગાસંબંધીને મનપાના જાહેર કામોના કોન્ટ્રાક્ટો આપી નાગરિકોના વેરાના રૂપિયે જ બીનજરૂરિયાત ખર્ચ કરતા...
જીવન આખું જેમની પાછળ ખર્ચી નાખ્યું હોય એવા સંતાનો દ્વારા વડીલોની અવગણના કરવામાં આવે તે ખૂબ જ આઘાતજનક છે. જીવનભરની કમાણીમાંથી ભેગી...
આંગણવાડી આશાવર્કર અને વિવિધ વિભાગના કામદારો વિરોધ નોંધાવશે સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામાંથી 4 હજારથી વધુ સ્ત્રી પુરુષ કામદારો રેલીમાં જોડાશે (...
કમિશન ₹3 કરવાના સરકારી આશ્વાસન બાદ ગુજરાતની 17,000 દુકાનો ફરી ધમધમશે; મિનિમમ કમિશન ₹30,000 કરવા માટે પણ સકારાત્મક વલણ વડોદરા સહિત સમગ્ર...
મૃત્યુ, ડુપ્લિકેટ અને સ્થળાંતરિત મતદારો દૂર થશે; વૃદ્ધ-દિવ્યાંગો માટે વિશેષ સહાયતા વડોદરા ભારત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદીની ખાસ સઘન સુધારણા...
ભારતની ઘાતક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ હવે વિદેશી બજારમાં વધુ એક મોટી સફળતા મેળવવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુમતી...
તતાકાલિક સારવાર વિભાગનું વિસ્તરણ,16 બેડના એરકન્ડિશનર વોર્ડના પ્રારંભ બાદ જનરેટરનો અભાવ વીજળી ગુલ થતા ફરજ પર હાજર સ્ટાફને બેટરીના અજવાળે દર્દીની સારવાર...
અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂ યોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીએ પોતાના વિજય ભાષણમાં ઇમિગ્રેશન પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર...
ઉત્તર પ્રદેશના દેવરિયામાં આજ રોજ તા. 5 નવેમ્બર બુધવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે એક મોટી દુર્ઘટના ટળી હતી. સરયુ નદીમાં ભક્તોથી ભરેલી એક...
વડોદરા મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ-મેકેનિકલ સુવેઝ ડી. વર્ક્સ શાખા દ્વારા ઈન્દ્રપૂરી સુવેઝ પંપીંગ સ્ટેશનનું આગામી ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરાવવા માટેની દરખાસ્ત...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
જેને પોલીસનો પણ ધાક નથી તેવા ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવી કુખ્યાત બનેલા અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ માથાભારે સલમાન લસ્સીને મળસ્કે 3 વાગ્યે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ દિલધડક ઓપરેશનમાં ક્રાઈમ બ્રાન્ચના ફાયરિંગમાં સલમાન લસ્સી ઘાયલ થયો છે, તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. તેને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન લસ્સી અમલમાં મુક્યું હતું. મળસ્કે 3 વાગ્યાની આસપાસ હાથ ધરાયેલા ઓપરેશનમાં સલમાન લસ્સીએ પોલીસથી બચવા પોલીસ ઈન્સ્પેક્ટર સોઢા પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.
પીઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્થીને આરપાર નીકળી ગઈ હતી. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ સલમાન લસ્સીને ઝડપી લઈ પોલીસે તેને સૌ પ્રથમ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
ભેસ્તાનમાં 21 ઓક્ટોબરે હત્યા કરી ભાગી ગયો હતો
સલમાન લસ્સી ગઈ તા. 21 ઓક્ટોબરે ભેસ્તાન વિસ્તારમાં એક હત્યા કરી ભાગી ગયો હતો. આ ઉપરાંત તેની સામે 15થી 17 ગુના નોંધાયેલા હતા, જેમાં તે વોન્ટેડ હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાઈને રહે છે. તેથી ક્રાઈમ બ્રાન્ચની 25 જેટલાં અધિકારીઓ, કર્મચારીની ટીમ 6 નવેમ્બરે મળસ્કે 3 વાગ્યે ડાભેલ ગામમાં પહોંચી ગઈ હતી.
મળસ્કે ડાભેલ ગામમાં દિલધડક ઓપરેશન હાથ ધરાયું
સલમાન ડાભેલના જે મકાનમાં છુપાયો હતો તેને પોલીસે ઘેરો ઘાલ્યો હતો. આસપાસના 5 મકાનને પણ ઘેરી લીધા હતા. તે છત પરથી કૂદીને ભાગી જાય તેવો ડર હતો તેથી આખા મહોલ્લાને કોર્ડન કર્યું હતું. ત્યાર બાદ પોલીસની એક ટીમે દરવાજા પર પહોંચી હતી. બીજી ટીમ તે ટીમને બેક કરી રહી હતી. લસ્સી જે રૂમમાં છુપાયો તે તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ આવી છે. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લસ્સીને સરેન્ડર કરવા કહ્યું પરંતુ તે બહાર આવવા તૈયાર નહોતો. મકાનના આગળના ભાગમાં તેના પરિવારના સભ્યો હતો જ્યારે તે પાછળના ખુણામાં છુપાઈને બેઠો હતો.
પોલીસે દબાણ વધાર્યું તે તેણે ધરપકડથી બચવા મરણિયો પ્રયાસ કર્યો. તેણે પહેલાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈને ચપ્પુ બતાવ્યું. અને ત્યાર બાદ અચાનક પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો. પીઆઈ સોઢાએ સ્વબચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ફાયરિંગ કર્યું. ઈન્જર્ડ સલમાન જમીન પર પડ્યોને પોલીસે તેને દબોચી લીધો. ત્યાર બાદ 3.15 કલાકે સારવાર માટે સલમાનને હોસ્પિટલ ખસેડાયો.
સલમાનને ફ્રેક્ચર થયું
હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી છે. તેના હાડકાંને ટચ કરી ગોળી આરપાર નીકળી ગઈ, જેને લીધે ફ્રેક્ચર થયું છે. એક્સ રે બાદ સારવાર અપાશે.
નોંધનીય છે કે, ભેસ્તાન ભીંડી બજાર સ્થિત ખલીલ ટી-સેન્ટર ખાતે થયેલા શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય વોન્ટેડ હતો. મારામારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનાર આ આરોપીનો સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ખૂબ આતંક હતો.