બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી...
ચિંતા અને ચિંતનમાં ઘણો તફાવત છે. ચિંતા એટલે સામાજીક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાહિત્યિક બાબતો વિશે ચિંતા કરવી. જ્યારે ચિંતન એટલે કોઇપણ બાબતો,...
ટેરિફ એ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બહુ પ્રિય શબ્દ છે. તેમણે અનેક દેશો પર એક યા બીજા બહાને આકરા ટેરિફ એટલે કે...
ગુજરાતીમાં કહેવત છે કે, “અતિથિ દેવો ભવ:” પરંતુ જો કોઈવાર અણધાર્યો અજાણ્યો મહેમાન ઘરે આવી પડે તો પરિવારની કેવી હાલત થાય છે....
મોજ, મસ્તી, મઝા એ બધું આ જિંદગીમાં જ છે. જિંદગી ઉત્સવ અને મૃત્યુ મહોત્સવ! આ જીવન પછી કાંઇ જ નથી. (બીજાના લાભાર્થે...
જેમણે દેશના રાજકારણનો ઊંડો અભ્યાસ હશે તેમણે અવલોકન કર્યું જ હશે કે, ભાજપે દેશમાંથી પ્રાદેશિક પક્ષોને ઠેકાણે પાડી દીધા છે. છતાંય આ...
ગુજરાતમિત્ર અખબારમાં પ્રસિધ્ધ થયેલા સમાચારમાં તા- 1લી ડિસેમ્બરથી સુરત બેંગકોંક ફલાઈટ ડેઈલી શરૂ થવાની છે. ઘણું સારુ કહેવાય. સુરત ઈન્ટરનેશન્લ એરપોર્ટ પરથી...
Anastomosing Hemangioma of Nasal Septum – *ભારતમાં કદાચ પ્રથમવાર અને વિશ્વમાં નોંધાયેલ માત્ર બીજો કેસ* ” *ડૉ. હિમાંશુ ઠક્કર ની સિદ્ધિ* રાજકોટ...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રહેવાસીઓ માટે ખરાબ સમાચાર છે કારણ કે શહેરની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. મંગળવારે હવાની ગુણવત્તા સરેરાશ AQI...
( પ્રતિનિધિ )વડોદરા,તા.11 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્મા વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રેલી...
20,000 વૃક્ષો કાપવા અને કમિશનરને સંપૂર્ણ સત્તા: વિપક્ષ આ મુદ્દે શાસક પક્ષને ઘેરશે જમીન વળતરનો મોટો વિવાદ: રેલવે લાઇન માટે 6.85 હેક્ટર...
સત્યમેવ જયતે જૂથના આક્ષેપો સામે તમામ એજન્ડા બહુમતીથી પાસ : વિરોધ છતાં પ્રણવ અમીન અને સમરજિતસિંહ ગાયકવાડ જૂથ તેમના ટેકેદારોના જોડે તમામ...
બિહારમાં મતદાન પુરું થયા બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. બિહાર ચૂંટણી માટેના એક્ઝિટ પોલ્સ NDA માટે નોંધપાત્ર લીડ દર્શાવે છે. 17...
અગાઉ હપ્તો ન આપતા માથાભારે તત્વો એ કાર ચાલક પર ડાંગોથી શસસ્ત્ર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજીમાં ખસેડાયો, હરણી પોલીસે...
ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાની સીધી દેખરેખમાં પ્રથમ વખત એ.પી.એમ.સી.માં ભાજપનો ભગવો લહેરાયો, હરીફ સહકાર પેનલના 6 અને ખેડૂત હિત રક્ષક સમિતિના 4...
બીલીમોરામાં સ્ટેટ મોનિટરીગ સેલ (SMC) એ હથિયારોની હેરાફેરી કરનારી ગેંગ વચ્ચે ક્રોસ ફાયરિંગ કરાયું હતું. ગેંગના ચાર જણાને રાઉન્ડઅપ કરતી વખતે એક...
પાર્કિંગની હેરાનગતિથી રાહત તરફ વડોદરાનું પહેલું પગલુંમ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે...
“બ્રહ્માકુમારીઝ અટલાદરા : જ્યાં સંગીત ભક્તિ બને છે” બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે આધ્યાત્મિક અને દૈવી ભાવનાથી ભરપૂર ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન...
પાવર સ્ટેશનમાં હેલ્પર તરીકે ભરતી વહેલી તકે પૂર્ણ કરવા માંગ ત્રણ વર્ષ અને ચાર મહિના ઉપરનો સમય થઈ ગયો છે, પણ અમને...
બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું. જોકે કતારોમાં ઉભેલા મતદારો મતદાન કરી શકશે. 4,109 સંવેદનશીલ મતદાન...
જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફેલાયેલા એક મોટા ‘વ્હાઇટ કોલર’ આતંકવાદી નેટવર્કના ખુલાસાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. લખનૌ સ્થિત...
કાર બોમ્બ બ્લાસ્ટના 20 કલાક પછી ગૃહ મંત્રાલયે દિલ્હી કાર બોમ્બ બ્લાસ્ટની તપાસ NIAને સોંપી દીધી છે. 10 નવેમ્બરના રોજ સાંજે 6:52...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં દર કલાકે નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ આ ઘટનાના સંદર્ભમાં ઘણા...
ખટોદરાની સુરભી ડેરીમાંથી નકલી પનીરનો મોટો જથ્થો પકડાયો છે. જો કે વધુ ચોંકાવનારી બાબત એ છે કે સુરભી ડેરીની ફેક્ટરીમાં જ આ...
દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા બોમ્બ વિસ્ફોટ પછી હવે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક વિસ્ફોટ થયો છે. અહેવાલો સૂચવે છે કે જિલ્લા કોર્ટની...
ગઈકાલે તા. 10 નવેમ્બર 2025ને સોમવારના દિલ્હી બોમ્બ વિસ્ફોટોની અસર એટલી વિનાશક હતી કે તપાસ એજન્સીઓને નજીકના ઝાડ પર લટકતો એક મૃતદેહ...
સુરતઃ બીલીમોરામાં ફાયરિંગની ઘટના બની છે. અહીં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પર બિશ્નોઈ ગેંગના માણસોએ ફાયરિંગ કર્યાની વિગતો બહાર આવી છે. એક...
દિલ્હી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 9 થઈ ગયો છે. આ દરમિયાન ફરીદાબાદ પોલીસે નજીકના ગામોમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. તેઓ ધૌજ...
અમેરિકાથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ભારત પરના ટેરિફ અડધા અથવા 50%...
પ્રતિનિધિ વડોદરા તા.11વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતા યુવકની જીમમાં આવતી યુવતી સાથે આંખો મળી જતા પહેલા મીઠી મીઠી વાતો કરીને પહેલા મિત્રતા કેળવી...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 89 વર્ષીય આ અભિનેતા હવે તેમના બંગલા ખાતે ઘરે જ સારવાર લેશે અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
ધર્મેન્દ્રને તા.1 નવેમ્બરના રોજ તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તા. 10 નવેમ્બરના રોજ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું પરંતુ સતત સારવાર બાદ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ડોક્ટરોએ હવે તેમને ડિસ્ચાર્જ આપવાની મંજૂરી આપી છે. તેમના પરિવારે નક્કી કર્યું છે કે અભિનેતાની આગળની સારવાર ઘરેથી જ ચાલુ રાખવામાં આવશે.
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેમને ઘરે જ દેખરેખ હેઠળ રાખવામાં આવશે. અભિનેતાને એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રને ઘરે લઈ જવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટન્ટ બોલિવૂડના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવતા અને એમ્બ્યુલન્સમાં બેઠેલા જોવા મળે છે.
ચાહકો આ સમાચારથી ખુબ ખુશ છે અને સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રની ઝડપી સ્વસ્થતા માટે શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ પહેલાં તા. 11 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલે સોશિયલ મીડિયા મારફતે ચાહકોને આશ્વાસન આપ્યું હતું કે ધર્મેન્દ્રની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. એશા દેઓલે લખ્યું હતું, “મારા પિતા સ્થિર છે અને ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે. મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો.” તેમણે ચાહકોનો આભાર માન્યો હતો કે જેઓ ધર્મેન્દ્રની તબિયત માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે ગઈકાલે કેટલીક અફવાઓ પણ ફેલાઈ હતી કે તેઓ જીવિત નથી પરંતુ હેમા માલિની અને એશા દેઓલે તરત જ સ્પષ્ટતા કરીને જણાવ્યું કે “ધર્મેન્દ્ર જીવિત છે અને સાજા થઈ રહ્યા છે.”
ધર્મેન્દ્ર છેલ્લા 12 દિવસથી તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા દિગ્ગજ કલાકારોએ પણ હોસ્પિટલમાં જઈને તેમની મુલાકાત લીધી હતી. હવે ચાહકોને રાહત છે કે તેમના પ્રિય “હી-મેન” ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે અને જલદી ફરી સક્રિય થવાની આશા છે.