એક નાનકડી કોફી શોપ હતી. ત્યાં સરસ બોર્ડ હતું. બોર્ડ પર લખ્યું હતું ‘હેન્ગીંગ કોફી’— ‘તમારી પાસે વધારે છે તો થોડું બીજા...
ન્યાય કે સજાના નામે બુલડોઝર ચલાવવાની નીતિ વિષે સર્વોચ્ચ અદાલતે જે કહ્યું છે એની વાત કરતાં પહેલાં વાચકોને મારી સલાહ છે કે...
છેલ્લાં થોડા દિવસોથી અવરિત પડી રહેલા ભારે વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી છે! વડોદરા, રાજકોટ, જામનગર, દ્વારકામાં ભારે પૂર આવ્યું અને જન-જીવન અસ્ત-વ્યસ્ત...
આપણે ત્યાં તહેવારો એક પછી એક આવ્યા જ કરતાં હોય છે. જેમ કે ઉત્તરાયણ, હોળી-ધૂળેટી, ગૌરી વ્રત, રક્ષાબંધન, ગોકુલાષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રી,...
સાંપ્રત ઘટનાઓ, ભૂતકાલીન પણ હતી જ, જો કે થોડા સમય અગાઉ આપણે સૌ એવા સમાચારોથી પણ વાકેફ થયા હતા એ.. બહુગાજિત..બહુચર્ચિત મી...
નડિયાદ નગરપાલિકાને પાલિકાને હાથે કરેલા હૈયે વાગ્યા સરદાર પ્રતિમાથી બસ સ્ટેન્ડ તરફની 20 પૈકી 5 દુકાનોની અંદર ખોદકામ કર્યુ9 તારીખની સુનાવણી સુધી...
નડિયાદની યુવતીને એનઆરઆઈ સાથે લગ્ન કર્યા બાદ પછતાવવું પડ્યું કેનેડામાં સ્ટોર નાંખવા પિયરમાંથી નાણા લાવવા દબાણ કરતો હતો (પ્રતિનિધિ) નડિયાદ તા.4 નડિયાદ...
મહુધા તાલુકાના મહીસા ગામમાં ચાર લેવા બાબતે ઝઘડો થતાં ખેડૂત પર તલવાર વિંઝી ખેડા જિલ્લામાં શાંતિ ડહોળાય તે પહેલા પોલીસે પહોંચી પગલાં...
ચાર ગઠિયાએ ભેગા મળી ખાતેદારના નામે લોન લઇ પોતાના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી લુણાવાડામાં આવેલી કોગટા ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત ચાર શખ્સે...
બનાવટી આઈકાર્ડ મોબાઇલ કંપનીમાં રજુ કરી સસ્તા પ્લાનના સીમકાર્ડ એક્ટીવેટ કરાવતો હતો બોરસદ શહેર પોલીસ સબ ઇન્સ્પેક્ટરે મોબાઇલના સીમકાર્ડ ઇશ્યુ કરતા શખ્સને...
ઇલેક્શન વોર્ડ નં. 11માં મ્યુનિ. કાઉન્સિલરો સામે લોકોનો છૂપો આક્રોશ પૂર અસરગ્રસ્તોને વહેંચવામાં આવતી રાશનકીટો તથા કેશડોલમાં પક્ષના લોકોના અંદરોઅંદર ડખા શહેરમાં...
વિશ્વામિત્રી નદીની જળસપાટી રાત્રે 8 કલાકે 18 ફૂટે શહેરમાં 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યોકડાણા ડેમનું પાણી છોડવામાં આવતા મહિસાગર નદીમાં...
વડોદરા શહેરને તહેસ નહેસ કરનાર પૂર માટે જવાબદાર અનેક કારણોની ચર્ચા થઈ રહી છે, ત્યારે શહેરના એક સામાજિક કાર્યકરે પૂર માટે બુલેટ...
રખડતાં ઢોરોપર અંકુશ ક્યારે? રાજ્ય સરકારના કેટલાક નિયમોનો અમલ કરવામાં તંત્ર નિષ્ફળ.. બે અલગ અલગ બનાવોમાં રખડતાં પશુઓને કારણે બે મહિલાઓ ભોગ...
રાજકીય દબાણ હેઠળ પોલીસે વેપારીની ધરપકડ કરી પરંતુ ન્યાય તંત્રે વેપારીને મુક્ત કર્યા પુરમાં પાંગળા સાબિત થયેલા રાજકીય નેતાએ પોતાને મળેલા જાકારાનો...
અકોટા – મુંજમહુડા મુખ્ય માર્ગ પર લાગી ભૂવાઓની લાંબી કતાર, ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ વડોદરા શહેરના નાગરિકોનું શહેરના રાજમાર્ગો પર નીકળવું...
શિનોર: શિનોર નર્મદા નદી કિનારે આવેલા કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરે સેવા કરી મંદિરે રહેતી આધેડ મહિલાનો મૃતદેહ ઝાડીમાં વૃક્ષ સાથે નગ્ન હાલતમાં બાંધી...
જવાબદાર અધિકારીઓની કામગીરી અંગે તપાસ કરી તેઓને સસ્પેન્ડ કરવાની તથા કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કરવાની સામાજિક કાર્યકર ની માંગ.. છ ફૂટ ઉંડો અને...
નવી દિલ્હી: મહારાષ્ટ્રની (Maharashtra) પૂર્વ IAS તાલીમાર્થી પૂજા ખેડકરની (Pooja Khedkar) મુશ્કેલીઓ વધી ગઈ છે. પૂજા ખેડકર વિરુદ્ધ એક્શન લેવાય તેવી પણ...
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મોટી જવાબદારી મળી છે. IPL ની 2025 સીઝન...
સુરતઃ શહેરના પોશ વિસ્તાર ઉમરામાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના બની છે. મંગળવારે મોડી રાત્રે ઉમરામાં ટર્નિંગ પોઈન્ટ નજીક આવેલી...
9 ફૂટના મગરે રસ્સી છોડાવવી ધમપછાડા કર્યા; રેસ્ક્યુઅરોને પાછળ જવું પડયું વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હોવાના કોલ...
પાદરાના ડબકા ગામની કરૂણ ઘટના હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ આગામી શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ...
વડોદરાભુવા નગરી બની ગયેલી વડોદરા નગરીમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા તે વિસ્તારમાં 20 ફૂટનો મોટો ભુવો પડતા પૂર અસરગ્રસ્ત લોકો ભયભીત...
જમ્મુઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં એક મેગા રેલીને સંબોધિત કરીને કોંગ્રેસના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. જમ્મુ-કાશ્મીરના...
વડોદરાના યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તથા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા છૂપાવેલા પાણીની બોટલ અને નાસ્તાનો કર્યો પર્દાફાશ એકબાજુ શહેરના લોકો પૂરમાં પીવાના...
નવી દિલ્હીઃ અમેરિકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસમાં મંગળવારે પાંચ વાહનોની ભયાનક અથડામણમાં ચાર ભારતીયોના મોત થયા હતા. મૃતકોમાં એક...
પ્રતિનિધિ વડોદરા તા. 4હરિયાણા થી વિદેશી દારૂ ભરીને સરદાર એસ્ટેટમાં ડિલિવરી આપવા આવતા એક શખ્સને વડોદરાના આજવા રોડ પરથી બાપોદ પોલીસ દ્વારા...
નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 250થી વધુ પોઈન્ટના ઘટાડા...
બારડોલી: બારડોલીના પણદા પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા ઉમરપાડાના જોડવાણ ગામના 32 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પત્નીને...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
એક નાનકડી કોફી શોપ હતી. ત્યાં સરસ બોર્ડ હતું. બોર્ડ પર લખ્યું હતું ‘હેન્ગીંગ કોફી’— ‘તમારી પાસે વધારે છે તો થોડું બીજા માટે આપો’અને સાથે જ નીચે લખ્યું હતું ‘વિથ લવ’— તમારે માટે અહીં કોઈએ ગરમ કોફીની ભેટ આપી છે. એક મુસાફર ત્યાં આવ્યો અને બોર્ડ વાંચ્યું પણ કંઈ સમજાયું નહિ. તે પોતાની એક કોફી અને બિસ્કીટની કુપન કાઉન્ટર પરથી લીધી અને કોફી લઈને ટેબલ પર બેઠો.તેણે જોયું કે બે જણ આવ્યા અને કહ્યું, ‘પાંચ કોફી, બે અમારા માટે અને ત્રણ ‘હેન્ગીંગ કોફી’.’કાઉન્ટર પરથી પાંચ કુપન આપવામાં આવી. એક જણ બે કોફી લેવા ગયું અને બીજા જણે ત્રણ કોફીની કુપન જઈને ‘હેન્ગીંગ કોફી’લખેલા બોર્ડ પાસે લગાવી દીધી.ત્યાં બીજી પણ કુપનો લાગેલી હતી. પેલા મુસાફરે આ જોયું અને તેણે વેઈટરને બોલાવીને પૂછ્યું, ‘આ બોર્ડ અને તેની પર લાગેલી કુપનોનો અર્થ શું છે?’ત્યાં બીજી બે છોકરીઓ આવી અને પાંચ હેન્ગીંગ કોફીની કુપન લઈને બોર્ડ પર લગાવીને ગઈ.
પેલા વેઈટરે કહ્યું, ‘આ અમારી વર્ષો જૂની પરંપરા છે.અહીં જે લોકો આવે છે તેઓ પોતાના માટે કોફી લે છે. ઈચ્છા મુજબ થોડી વધારે કોફીની કુપન ખરીદીને ‘હેન્ગીંગ કોફી’ના બોર્ડ પર લગાવે છે.’મુસાફરે પૂછ્યું, ‘પણ શા માટે?’વેઈટરે કહ્યું, ‘સર, બોર્ડ વાંચો.’મુસાફર બોર્ડ વાંચતો હતો ત્યાં જ એક વૃદ્ધ ફાટેલાં કપડાં પહેરેલો માણસ આવ્યો અને ‘હેન્ગીંગ કોફી’ના બોર્ડ પરથી એક કુપન લઈને થેન્કયુ નોટ ચિપકાવી અને કાઉન્ટર પર જઈને કુપન આપી.તે વૃદ્ધને કાઉન્ટર પર કોઈ પૈસા આપ્યા વિના ગરમાગરમ કોફી મળી અને આ જોઇને મુસાફરને પોતાનો જવાબ મળી ગયો. વેઈટર બોલ્યો, ‘અહીં ઠંડી બહુ પડે છે એટલે ઠંડીથી બચવા જરૂરિયાતમંદ લોકોને ગરમ કોફી મળી શકે તેને માટે આ રીત શરૂ કરવામાં આવી હતી અને વર્ષોથી ચાલુ જ છે.’
મુસાફરે વિચાર્યું કે ‘આ રીત તો કેટલી સુંદર છે. દુનિયાભરમાં દરેક રેસ્ટોરાંમાં આ રીત શરૂ થવી જોઈએ.એક નાનકડી અનુકંપા.વાત તો છે બે થી ત્રણ કોફીની કુપન પણ કેટલાં લોકોના જીવનને સારી અસર કરે છે.’મુસાફર ઊભો થયો અને કાઉન્ટર પર પાંચ હેન્ગીંગ કોફી કહીને કુપન લીધી અને બોર્ડ પર લગાવી.બોર્ડનો ફોટો પાડી પોતાના વિસ્તારમાં આ રીત શરૂ કરવાના નિશ્ચય સાથે નીકળી ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.