આકાશમાંથી વરસતા વરસાદી પાણીનો યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબદ્ધ થવાની જરૂર છે. આપણા દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને...
સુરત: સુરત શહેરે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં તો પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો જ છે, સાથે સાથે આ વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ...
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાક દિવસોની અટકળો બાદ હવે વિનેશ...
પોલીસને જયારે કોઇ જઘન્ય કે ચકચારી ગુનામાં સામેલ ગુનેગારો અને ગુનાની વિગતોની કડીઓ મળતી ન હોય ત્યારે પોલીસ પોલીગ્રાફ ટેસ્ટની મદદ લે...
ગુજરાતમાં આધુનિક ઈતિહાસકારોમાં મોખરાનું સ્થાન ધરાવતાં ડૉ. મકરન્દ મહેતા. ઈતિહાસકાર મકરન્દ મહેતાનો જન્મ ૨૫મી મે, ૧૯૩૧ના રોજ અમદાવાદના નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો...
નાના હતા ત્યારે અંધેરી નગરીના ગંડુ રાજાની કથા વાંચી હતી, જેનો ગાંડો રાજા કોઈ પણ ગુના માટે કોઈને પણ આડેધડ સજા ઠપકારી...
આજે સૌથી મોટો કોઈ યક્ષ પ્રશ્ન કોઇપણ માઁ-બાપ ને સતાવતો હોય તો તે છે પુત્રના લગ્ન અને તે પણ ખાસ કરીને મધ્યમ...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકના (Paris Olympics) સમાપન બાદ હવે પેરિસ પેરાલિમ્પિક 2024 (Paris Paralympics 2024) રમાઇ રહી છે. જે 28 ઓગસ્ટ થી...
આપણે ત્યાં કોઇપણ શુભ કામની શરૂઆત કરતા પહેલાં શ્રીગણેશની આરાઘના કરવામાં આવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી આપણે સૌ જોઇએ અને અનુભવીએ છીએ...
આજકાલ કેટલાંક વખતથી યુવક-યુવતિ લગ્ન કરવા માટે ઉદાસીનતા દાખવી રહ્યા હોય એવું લાગે છે. હવે યુવક-યુવતીઓને લગ્ન એ સાત જન્મના પવિત્ર બંધન...
એક ઇન્ટરેસ્ટિંગ રેડિયો કાર્યક્રમ હતો. ‘ચાણક્યને પૂછો’ આ કાર્યક્રમમાં જે આર જે હતો તે અર્થશાસ્ત્રના રચયિતા આચાર્ય ચાણક્યે લખેલી અને કહેલી વાતો...
ભારતના ચૂંટણી પંચ (ઈસીઆઈ)એ 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ત્રણ તબક્કામાં જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીની જાહેરાત કરી છે. પરિણામો...
મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમા છેલ્લા કેટલાક સમયથી બંધ વાડાઓમાં રખાયેલા આફ્રિકન ચિત્તાઓને ફરીથી ખુલ્લા જંગલમાં છોડવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે...
નવી દિલ્હી: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલના ડોકટરોએ ગઇકાલે મંગળવારે એક ચમત્કારીક સર્જરી કરી હતી. અહીં ડોક્ટરોએ (Doctors) એક મહિલા...
વડોદરા સાંસદને લોકોની રજૂઆત,તાત્કાલિક હાઇવે રોડ રિપેર કરાવો વડોદરા શહેરમાં ભારે વરસાદે ભલભલાની ઊંઘ હરામ કરી નાખી છે અને જ્યારે રોડ રસ્તાની...
પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરીને બનાવેલી પ્રતિમાનો ઉપયોગ કરવા તાકીદ (પ્રતિનિધિ) ખાનપુર, તા.3 મહીસાગર જિલ્લામાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની...
બોરસદની ટેકરીયાપુરા સીમ વિસ્તારની નાની નહેરમાંથી ગાયનું માથું ફેંકવાના કેસમાં 5ની સંડોવણી ખુલી બોરસદના શખ્સે ગૌમાંસનો નિયાઝ કરવા કતલ કરી ગાય માલીક,...
શહેરના પૂર્વ વિસ્તાર એવા આજવારોડ અને વાઘોડિયારોડ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે શહેરમાં ગત 26થી 29ઓગસ્ટ દરમિયાન શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયી...
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ત્રણ લોકોને 8 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે....
વોર્ડ સાતના ચારે કાઉન્સિલરોને લોકોએ સવાલ પૂછ્યા ? ક્યાં ગયા હતા? નહીં ફરકતા શાસકોએ આખરે નમતું જોખવું પડ્યું : વડોદરા શહેરમાં પૂરની...
આવતીકાલ બપોરે ૧૨ સુધીમાં ૧૦૦ સભ્યો બનાવવાના આદેશથી ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો ટેન્શનમાં પુર ટાણે જ પક્ષનું સૌથી મોટુ...
વ્યારા: વ્યારાના કપુરા ગામે પતિ સાથે ઝઘડો થયા બાદ પોતાની માતાને ત્યાં રહેવા આવેલી પત્નીને ધમકાવતો હોવાથી વચ્ચે પડેલી સાળીને બનેવીએ ઢોર...
આણંદ – ખેડા જિલ્લાના વેપારીઓને બાયોમેટ્રિક માટે વડોદરા ધક્કો ખાવો પડી રહ્યો છે નવા જીએસટી નંબરની સ્થળ તપાસ દરમિયાન રોફ જમાવતા હોવાથી...
ખેડા જિલ્લાના મોટા માથાઓએ જ 91 લાખની સ્ટેમ્પ ડ્યુટી ન ભરી બાકી રકમ ન ભરે તો મિલકતની હરાજી કરવા માટે ચિમકી ઉદ્યોગપતિ,...
પેટલાદના ભાદરવી અગિયારસથી શરૂ થતાં રામનાથના ભવ્ય લોકમેળાને ગ્રહણ લાગ્યું પેટલાદમાં વરસાદના કારણે મેળો નહીં કરવા વેન્ડરે લેખિત રજૂઆત કરી પેટલાદ પાલિકાને...
પૂરના પાણી વિવિધ વિસ્તારોમાં ભરાઈ ગયા હોય તેમ છતાં કોઈ રાજકીય નેતાઓ શુદ્ધા જોવા માટે ન આવ્યો હોય સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો...
શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી, દુર્ગંધ થી રોગચાળો વકર્યો… પાલિકા તંત્ર દ્વારા અન્ય શહેરના સફાઇસેવકોને બોલાવ્યા બાદ પણ વડોદરામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો...
નવસારી: નવસારી જીલ્લામાં ગત રોજ પૂર્ણા નદી અને અંબિકા નદી ભયજનક સપાટી વટાવી જતા ફરી પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે નદી...
સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 11.30ફૂટ પર હતી તે સાંજે છ કલાકે 15ફૂટ પર પહોંચી છે બપોરે 2 કલાકથી ડીપ ડીપ્રેશન સર્જાતા શહેરમાં...
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મુદ્દે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ કોર્ટમાં નવી અરજી...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
આકાશમાંથી વરસતા વરસાદી પાણીનો યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબદ્ધ થવાની જરૂર છે. આપણા દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને વહી ન જવા દેવાય તો એક જ વરસાદ સમગ્ર ભારતને એક વર્ષ સુધી મલબખ પાણી આપી શકે તેમ છે. આપણી જળ વ્યવસ્થાની કેટલીક પરંપરાગત પદ્ધતિઓ છે. તેને વિકસાવવાની જરૂર છે. જળ સંગ્રહમાં કોઈ મોટી મૂડીરોકાણની પણ જરૂર પડતી નથી. બાવીસ વર્ષ અગાઉ મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના સમાહર્તાએ આ દિશામાં પહેલ કરી.
રાજસ્થાન સરકારે પણ ૨૦૦૦ની સાલમાં સરકારી મકાનો, સ્થાનિક સંસ્થાઓની ઈમારતો અને શહેરી વિસ્તારોમાં પાંચસો ચો.મી. સુધીનો પ્લોટ ધરાવતી તમામ સંસ્થાઓ માટે વરસાદના પાણીના સંચયની વ્યવસ્થા કરવાનું ફરજિયાત બનાવવાનું સ્તુત્ય પગલું ભર્યું હતું. મકાનોની અગાસીમાંથી વહી જતા વરસાદી પાણીને પાઈપ દ્વારા ટાંકામા લઈ જવાની વ્યવસ્થાના આદેશો પણ અપાયા હતા. આવા ટાંકા ૧૫થી ૨૦ ફૂટ ઊંડા કૂવા સાથે જોડાયેલા હોઈ ભૂર્ગભમાં પાણીના સ્તરને ઊંચું લાવવાનું પણ શક્ય બનાવે છે. આવી યોજના દેશના તમામ રાજ્યોમાં અમલી બનાવવાની તાતી જરૂર છે. ગુજરાતમાં એક દંપતી દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ – સંચય કરી આખા વર્ષના પાણીનો પ્રશ્ન હલ કર્યો હોવાના સમાચાર ૨૦૦૨ની સાલમાં અખબારોને પાને ચમકયા હતા.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તુમ્હારા ખૂન હે ખૂન, હમારા ખૂન પાની હે
દિલીપકુમાર સાહેબની એક ખૂબ જૂની ફિલ્મ યહૂદીમાં એક દ્રશ્ય છે અને એમાં ઉપર મુજબનો એક ડાયલોગ છે. આ ડાયલોગ તારીખ ત્રીસમી ઓગસ્ટના ગુજરાતમિત્ર દૈનિકના છેલ્લા પાના પર છપાયેલા એક સમાચાર વાંચીને યાદ આવી ગયો. સમાચાર એવાં છે કે સુરત, સારોલીમાં રાધારમણ માર્કેટમાં પાંચમા માળેથી પાંચ મજૂરો પટકાતાં બેના મોત થયા અને એક ગંભીર હતો. આપણે, આપણી આજુબાજુ મોટાં મોટાં લાખો કરોડોના કૉમ્પ્લેક્સ બનતાં જોઈએ છીએ પણ આ કૉમ્પ્લેક્સ બનાવતાં મજૂરો ઘણી વખત આપણને દેખાતા નથી. પોતાના પરિવાર માટે અને પોતાનું પેટીયું રળવા માટે રોજના પાંચસો કે સાતસો રૂપિયાના રોજ પર કામ કરતા મજૂરો ઘણી વખત જીવના જોખમે કામ કરતાં જોયા છે. પાંચમા કે સાતમા માળ પર કે મહાકાય બિલ્ડિંગની બહારની બાજુ પર કે બ્રિજ પર કોઈ પણ જાતની સેફ્ટી વગર આવાં લોકોને જોઉં છું ત્યારે કંપારી છૂટી જાય છે. આવાં લોકો માટે પૂરતી સલામતીની જોગવાઈ થાય એવી અપેક્ષા રાખીએ.
નવસારી – ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.