વિક્રમ સંવત ૨૦૮૨ ની હાર્દિક શુભેચ્છાઓ. આમ તો નવું વર્ષ આવે એટલે ઘર, ફળિયાં અને શહેર ચોખ્ખાં થાય. શણગાર થાય, રોશનીથી ઝગમગી...
ફ્રાન્સની રાજધાનીના શહેર પેરિસમાં આવેલ વિશ્વ વિખ્યાત લુવ્રે મ્યુઝિયમમ સમ્રાટ નેપોલિયનના સમયના મૂલ્યવાન ઘરેણાઓની ચોરી થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. આ...
વડોદરા શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, વાહનવ્યવહાર ઠપ; સદનસીબે મોટી જાનહાની ટળી વડોદરા: શહેરમાં આખી રાત પડેલા કમોસમી ધોધમાર વરસાદને કારણે જનજીવન...
આખીરાત કમોસમી વરસાદની ‘ડબલ’ થપાટ: વાહનવ્યવહાર ઠપ્પ, લોકો ભારે વરસાદ અને ઠંડીના કારણે જ્યાં હતા ત્યા જ રોકાવા મજબૂર વડોદરા ::સિઝનનો વરસાદ...
એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી ટેકનિકલ સૂત્રો અને બાતમીના આધારે પોલીસે દબોચ્યો પોલીસ રિમાન્ડ દરમિયાન નકલી બિનખેતી હુકમો...
મધ્યપ્રદેશમાં મતદાર યાદીનું ખાસ સઘન પુનરાવર્તન (SIR) શરૂ થશે. જેમના નામ 2003 કે 2004ની મતદાર યાદીમાં સામેલ નથી તેમણે નવી યાદીમાંથી કાઢી...
ડિવાઈડર પર લાગેલા ઝાડ સાથે કાર રોડની બીજી તરફ આવી પહોંચી સદનસીબે વાહન વ્યવહારની અવર જવર નહીંવંત હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી...
એક સપ્તાહમાં 32,227 મુલાકાતીઓ, ઉત્તમ વ્યવસ્થાપન અને સ્વચ્છતાએ ઝૂના સફળ સંચાલન પર મહોર મારી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત અને શહેરના ગૌરવરૂપ ઐતિહાસિક સયાજીબાગ...
VMCની ૪ મોબાઈલ વાન કાર્યરત: નાગરિકોને ઘેર બેઠા ‘વેસ્ટ’ જમા કરાવવાની સુવિધા, પ્રતાપનગર બાદ વધુ બે કેન્દ્રો ખુલ્લા મૂકાયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા...
ત્રણેય મૃતકના પરિવારને 50-50 લાખની સહાયની જાહેરાત..!!3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ...
પાઇપલાઇન બાદ કાર્પેટિંગ ન થતાં વાહનચાલકો પરેશાન CNG સ્ટેશન પર કતાર અને ખરાબ રોડને કારણે અડધો રસ્તો બંધ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવાથી ટ્રાફિક...
ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મોટી જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું...
યોગી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીના અનેક શહેરો અને સ્થળોના નામોમાં ફેરફાર કર્યા છે અને હવે મુસ્તફાબાદનું નામ પણ તેમાં ઉમેરાયું છે....
સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ મુંબઈમાં 74 વર્ષની વયે અવસાન થયું હતું, અને ત્યારથી તેઓ ચર્ચામાં છે. તેમના અંતિમ સંસ્કાર બાંદ્રાના એક...
સોશિયલ મીડિયામાં કુખ્યાત કીર્તિ પટેલે જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી પોતાનો રંગ દેખાડ્યો છે. આ વખતે કીર્તિ પટેલે એક વીડિયો પોસ્ટ સોશિયલ...
ઢાકામાં એક કાર્યક્રમ દરમિયાન એક ફોટોગ્રાફે અચાનક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી વાતાવરણમાં તણાવ પેદા કર્યો. પાકિસ્તાનના ચીફ ઓફ જનરલ સ્ટાફ જનરલ...
વર્ષોથી ભારતીય ટેક્સી બજાર કેટલીક ખાનગી એપ્લિકેશન-આધારિત કંપનીઓની આસપાસ ફરતું હતું. મુસાફરો પાસે મર્યાદિત વિકલ્પો હતા અને ડ્રાઇવરો પાસે નફાના માર્જિન પણ...
જેલ ટ્રાન્સફર દરમિયાન એન્કાઉન્ટરનો ડર હતો. એક રાત્રે લગભગ 3:30 વાગ્યે મને ઊંઘમાંથી જગાડવામાં આવ્યો. મારા અને મારા પુત્ર અબ્દુલ્લા માટે જેલની...
રશિયાએ વિશ્વની પહેલી પરમાણુ ઉર્જાથી ચાલતી “બુરેવેસ્ટનિક ક્રુઝ મિસાઇલ”નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હથિયારને “અનોખું” ગણાવ્યું છે અને...
વીતેલા ત્રણ દિવસથી વરસતા વરસાદના લીધે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદના લીધે ડેમની સપાટી...
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની પ્રતિષ્ઠિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાથે સંકળાયેલા એક યુવાન ડોક્ટરના મૃત્યુનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો...
ચક્રવાત ‘મોન્થા’ 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ જાહેરાત કરી. હવામાન...
સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ભૂષણ ગવઈએ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કેન્દ્રીય કાયદા મંત્રાલયને...
લાંબી રજાઓ બાદ કલેક્ટર અને મહાપાલિકા સહિતના વિભાગોમાં જનતાના કામો શરૂ; અરજદારોની કચેરીઓમાં ભીડ થવાની શક્યતા વડોદરા : દિવાળીના તહેવાર નિમિત્તે સરકારી...
દક્ષિણ આફ્રિકાની ટીમ 14 નવેમ્બરથી ઘરઆંગણે ભારત સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી...
તંત્રની બેદરકારીએ હજારો નાગરિકોને ભયના ઓથાર નીચે મૂક્યા, મોટી દુર્ઘટનાનો ભય ‘આ ગરનાળું તૂટી પડશે તો કોણ જવાબદાર?’ નાગરિકોમાં ઉગ્ર રોષ વડોદરા:...
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી આ વર્ષે એકતાનગર ખાતે ખુબ જ ભવ્ય રીતે થવાની છે. આ વિશેષ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ...
ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય વન ડે ટીમના વાઈસ કેપ્ટન અને મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયરને...
( પ્રતિનિધી )વડોદરા,તા.27 વડોદરા શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વન્ય જીવો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાનો દોર યથાવત જોવા મળી...
અરબ સાગરમાં ડિપ્રેશનના લીધે રાજયમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ વરસે...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
વિક્રમ સંવત ૨૦૮૨ ની હાર્દિક શુભેચ્છાઓ. આમ તો નવું વર્ષ આવે એટલે ઘર, ફળિયાં અને શહેર ચોખ્ખાં થાય. શણગાર થાય, રોશનીથી ઝગમગી ઊઠે! પણ ગુજરાતમાં નવી શહેરી વ્યવસ્થામાં નવા વર્ષનું પ્રભાત વ્યાપક કચરો અને ગંદકીથી શરૂ થાય છે અને શહેરની સ્વચ્છતાના ચારે બાજુ ચીંથરાં ઊડી જાય છે. ચારે બાજુ પથરાયેલા ફટાકડાના ફુરચા એ ખરેખર તો આપણી જાહેર નિસ્બતના ફુરચા છે. સફાઈ એ આપણી પ્રાથમિકતા જ નથી. અત્યંત આધુનિક ઉપકરણો વાપરતી પ્રજા પરમ્પરાવાદી અને જડ છે એટલે નવા વર્ષના પ્રભાતે બધા જ પોતાના ઘરના જુના માટલા ચાર રસ્તા પર મૂકી આવે છે અને તોફાની બારકસો આ જ માટલામાં બોમ્બ મૂકી ફોડે છે અને ચારે તરફ માટલાની કરચો ઊડે છે. અનેકનાં માથાં ફૂટવાના બનાવ પણ બને છે પણ વિકૃત આનંદ લેનારાં આ જોઇને પણ હસતાં હોય છે. આવી બેદરકારીથી ફટાકડા ફોડવાની ના પાડવાના કારણે થયેલા હિંસક બનાવોમાં પંદર જણાએ જીવ ગુમાવ્યા છે તે નવા વર્ષની હિંસક બોણી છે. હવે આપણા યુવાન ગૃહમંત્રી કેવાં કડક પગલાં લે છે તે તો નવું વર્ષ જ બતાવશે.
સફાઈ અભિયાન એ વડા પ્રધાન શ્રીનું એક મોટું અભિયાન હતું. જો કે તે જાહેરાતના ફોટાની બહાર કદી નીકળ્યું જ નહીં. ભારતના આર્થિક, સામાજિક વિકાસને અવરોધનારું મોટું પરિબળ એ કામની જાતિ આધારિત અને જ્ઞાતિ આધારિત વહેંચણી છે. આ કામ ભાઈઓનું અને આ કામ બહેનોનું. આ કામ સવર્ણ કરે અને આ કામ અવર્ણ કરે. દલિતોને મંદિરમાં પ્રવેશવા નથી દેતાં તે કરતાં પણ મોટી વાત એ છે કે એક પણ ઉચલી જ્ઞાતિનો વ્યક્તિ જાહેર સફાઈ માટે સાવરણી હાથમાં નહીં પકડે તે છે. આખી સોસાયટીમાં ગટરનાં પાણી ફેલાય પણ કોઈ માઈનો લાલ તેમાં સળી માત્ર નહીં કરે. ભારતમાં ઘરની સફાઈ સ્ત્રીઓએ જ કરવાની અને જાહેર સફાઈ દલિતોએ જ કરવાની એ રૂઢિ એકવીસમી સદીનાં પચ્ચીસ વર્ષ પછી પણ ચાલુ જ છે.
એટલે દિવાળી પહેલાંની ઘરની સફાઈ માત્ર બહેનોની જવાબદારી અને દિવાળી પછી ગંદા થયેલા આખા શહેરને સાફ કરવાની જવાબદારી માત્ર સફાઈ કામદારોની. એટલે આપણે સૌ દિવાળી પછી જો સફાઈ કામદારોને બોણી આપીએ છીએ તો તે બોણી કે બોનસ નથી. આપણે સર્જેલા વ્યાપક કચરાને સાફ કરવાનો ઓવરટાઈમ ચૂકવીએ છીએ.સુધારવું પડશે સરકારે અને લોકોએ બન્નેએ. ઘરના કચરા ને જૂનાં માટીનાં વાસણોને યોગ્ય રીતે નિકાલ કરવાનું રાખો. નવા વર્ષે રસ્તા ઉપર મૂકી દેવાની ટેવ બંધ કરો. દરેકે પોતાના આંગણામાં જે ફટકડા ફોડ્યા હોય તેનાં ખોખાં કે કરચો ભેગી કરીને ઢગલો જાતે જ કરી રાખવો જોઈએ જેથી કચરાની ગાડી આવે તો સરળતાથી તે લઈ જાય.
આજે દુનિયા આપણને જોઈ રહી છે. ઇવન આપણાં સંતાનો પણ પરદેશથી પાછાં આવે છે ત્યારે આપણી ટીકા કરે છે કે આવી ગંદકી હવે તો ના કરો. સ્કૂલમાં રામાયણ ભણાવો, મહાભારત ભણાવો, યોગ, લશ્કરી તાલીમ ફરજીયાત કરોના નારા વચ્ચે નાગરિક શાસ્ત્ર ભણાવો એ નારો સંભળાતો નથી. હવે તો ગામડાં પણ પ્લાસ્ટીકના કચરાથી ઉભરવા લાગ્યા છે. પહેલાં ગામડું એટલે ચોખ્ખું એવી છાપ હતી પણ હવે તો દરેક ગામના પાદરમાં પ્લાસ્ટીકના ઝભલાના ઉકરડા હોય છે. સફાઈ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ અને નેતાઓના ફોટા પૂરતો મજાક બની ગયો છે. આ નવા વર્ષમાં આપણે તેને ખરા અર્થમાં સફળ બનાવીએ. સફાઈ ના કરો તો કાંઈ નહિ ગંદકી તો ના કરો! આટલી સાદી વાત આપણે સમજતાં નથી. આવું કેમ? કારણકે જાહેર ગંદકી માટે આપણને સૂગ નથી, નિસ્બત નથી, રાષ્ટ્રને ચોખ્ખું રાખવું તે પણ રાષ્ટ્રપ્રેમ જ છે તેવી સાદી વાત આપણને સમજાતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.