સયાજીગંજ વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારોની ધરપકડવડોદરા, તા. 17 વડોદરા શહેરમાં સગીરો અને યુવાનો ચરસ-ગાંજા જેવા...
ન્યૂક્લિઅર એટલે કે પરમાણુ ક્ષેત્રનું ખાનગીકરણ. આમ તો આ આશ્ચર્યજનક સમાચાર છે અને તે વિશે સૌને ખ્યાલ આવે તે રીતે સમાચાર આવવા...
દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. આવતીકાલથી ગુરુવારથી, દિલ્હીની તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50 ટકા...
રહેણાંક મકાનમાંથી દુર્લભ સાપનું રેસ્ક્યુ; વનવિભાગને સોંપાયો(પ્રતિનિધિ) વડોદરા, તા.17 વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના મારવાડી મહોલ્લાના એક રહેણાંક મકાનમાંથી દુર્લભ પ્રજાતિનો સાપ દેખાતા...
તમને ખબર છે દુનિયામાં સૌથી મોટું ઈ-કોમર્સ માર્કેટ ક્યા દેશમાં છે? ચીનમાં. 3.45 ટ્રિલિયન ડોલરની ઓનલાઈન ખરીદી ચીનમાં થાય છે. બીજા નંબરે...
નરેન્દ્ર મોદી તેમના મંત્રીઓ, મુખ્યમંત્રીઓની ટીમ પસંદ કરતી વખતે આશ્ચર્યચકિત કરવા માટે જાણીતા છે કે, બિહારના મંત્રી નીતિન નબીનની ભાજપના આગામી કાર્યકારી...
વર્ષ ૧૯૦૫માં બંગભંગ ચળવળ દરમિયાન અંગ્રેજોએ વંદે માતરમનાં ગાન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં ૧૯૦૬ માં બારીસાલમાં હજારો દેશભક્તોએ અંગ્રેજોના લાઠીચાર્જ વચ્ચે...
સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ!(બહેરામજી મલબારી) “રાજા કો રંક બનાયે”! સમયનું ચક્ર ફરે છે, ભાગ્ય એક શ્રીમંત અને શક્તિશાળી...
હાલમાં શિયાળો ચાલે છે ત્યારે કૂતરાં કરડવાના તથા રાત્રી દરમ્યાન ભોંકવાના બનાવો વધી જાય છે. એક તો શિયાળામાં ઠંડીમાં આરામથી ઊંઘતાં હોય...
વડોદરા શહેરમાં અકસ્માતોની પરંપરાવડોદરા: શહેરના સમા તળાવ નજીક ગઈ મોડી રાતે એક ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં માત્ર 15 વર્ષની...
આ ઝડપથી ભાગતા શહેરની સવાર કંઈક આવી હોય છે- જ્યા મોર્નિંગ વોક પર નીકળેલા લોકોથી લઈને શાળાએ જતા ભૂલકાં નજરે પડે છે....
હાલમાં જ ગુજરાતમિત્રમાં રાજ્ય સરકારની ૭૦ માળની બિલ્ડિંગની પોલિસી સુરત શહેરમાં કેમ અમલી બની શકતી નથી તે માટે એરપોર્ટ ઓથોરિટીને કારણ બતાવવામાં...
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી બહાર આવેલ ધર્મ પરિવર્તન રેકેટ એક સમાજ અને બંધારણીય મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ધર્મના આડમાં...
( પ્રતિનિધિ )વડોદરા,તા.16 આગામી નાતાલ અને 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ હરકતમાં આવી છે. હોટલના સંચાલકો અને માલિકોને બોલાવી સીસીટીવી...
VMC ફાયર વિભાગનું ચેકિંગ: મેન્ટેનન્સ અને એક્સપાયરી ડેટની તપાસ વચ્ચે ચેરમેન કાર્યાલયના દરવાજે જ ગંભીર બેદરકારી સામે આવી. વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં નીતિશ કુમારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ સ્ટેજ પર એક...
ગેરકાયદેસર રેતી ખનન સામે જાગૃત નાગરિકોની કાર્યવાહી, ખનીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો** પ્રતિનિધિ | બોડેલી છોટાઉદેપુર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર...
પ્રતિનિધિ | ગોધરા, તા. 16 પંચમહાલ જિલ્લામાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સરકાર દ્વારા વળતર સહાયની...
દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ વેસ્ટ કૌભાંડમાં મોટી કાર્યવાહી ‘ગંભીર બેદરકારી’ બદલ પાદરા GIDCની શિમર કેમિકલ કંપની બંધ વડોદરા:;વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં...
“Geeta is the ONLY book for Modern Age” NDDB ખાતે ‘Teachings of Geeta for a Beautiful Life’ વિષય પર પ્રેરણાદાયી પ્રવચનઆણંદ: એનડીડીબી...
હજારો અકીદતમંદોની હાજરીમાં જનાઝા અને દફનવિધિ સંપન્નવડોદરા:;ખાનકાહે રિફાઇયા ના સજ્જાદા નશીન હઝરત સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમનું કાલે રાત્રે...
મુવાડા મુકામે ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા ઈસમ દ્વારા ચોરાઈ સી.સી.ટી.વી ફૂટેજ સામે આવ્યું, પોલીસ તપાસમાં વ્યસ્ત ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ...
14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી લોકો પર હુમલો કરનાર આતંકવાદી અંગે એક મોટો ખુલાસો થયો છે. તેલંગાણા પોલીસે જણાવ્યું...
ગુજરાત મિત્ર ન્યુઝપ્રતિનિધિ : ગોધરા એક તરફ રાજ્ય સરકાર માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના કડક પાલન માટે સતત કાર્યવાહી કરી રહી છે,...
અમદાવાદમાં “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”, વર્લ્ડ મેડિટેશન ડે પર 60,000થી વધુ લોકોનું સામૂહિક ધ્યાન તા. 16/12/2025પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગુજરાત ઝોનની...
સાવલી તાલુકાના મોકસી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને વાંચતા ન આવડતાં હોવાના કારણે શિક્ષિકાએ માર માર્યાનો ગંભીર આક્ષેપ...
વારંવારની નોટિસ બાદ પણ દબાણ ન હટતાં નગરપાલિકાનું કડક એક્શન, નગરમાં ફફડાટ ગુજરાત મિત્ર ન્યુઝપ્રતિનિધિ : બોડેલી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આજે...
ઉદ્ઘાટનના દિવસે જ નગરજનો પાણી વિના રહ્યા, ‘મોટર બળી’નું બહાનું સામે આવ્યું ગુજરાત મિત્ર ન્યુઝડભોઇ: ડભોઈ નગરના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી પાણીની...
પાઈપલાઈન કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોનું TDOને આવેદનપત્ર ગુજરાત મિત્ર ન્યુઝકાલોલ :; કાલોલ તાલુકાના બોડીદ્રા ગામમાં છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી...
વડોદરા,16વડોદરા વકીલ મંડળની 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને લઈ ઉમેદવારો તથા મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બાર એસોસિએશનના પ્રમુખ,...
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
સયાજીગંજ વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારોની ધરપકડ
વડોદરા, તા. 17
વડોદરા શહેરમાં સગીરો અને યુવાનો ચરસ-ગાંજા જેવા નશાકારક પદાર્થોના સેવન તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે આવા નશાનો ઉપયોગ કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત વસ્તુઓનું ગેરકાયદે વેચાણ રોકવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલ જેવી પ્રતિબંધિત સામગ્રી વેચતા વેપારીઓ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે.

સયાજીગંજ પોલીસનું વિશેષ અભિયાન
સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે મળેલી બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળે રેડ કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જગદીશ લોજ પાસેના પાનના ગલ્લામાં રેડ
પોલીસને મળેલી માહિતી અનુસાર જગદીશ લોજની નીચે આવેલા સમ્રાટ પાનના ગલ્લામાંથી પ્રતિબંધિત ગોગો રોલનું વેચાણ કરવામાં આવતું હતું. જેના આધારે પોલીસે ગલ્લામાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી
STASH PRO કંપનીનું ગોગો રોલ કોનનું બોક્સ (50 નંગ),
STASH PRO EMERGENCY SUPPLY 3×3 BROWN બોક્સ (ચપટી રોલિંગ પેપર પટ્ટી – 50 નંગ)
મળી આવ્યા હતા. આ મામલે દુકાન માલિક હરિશ ઘનશ્યામ મહાવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેલ્વે સ્ટેશન નજીક કેબિનમાંથી પણ ગેરકાયદે વેચાણ ઝડપાયું
આ ઉપરાંત વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની પાછળ આવેલા ગેર્લોર્ડ દુકાન પાસેના કેબિનની તપાસ દરમિયાન પણ પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. અહીંથી
STASH PRO કંપનીનું ગોગો રોલ કોનનું બોક્સ (56 નંગ),
STASH PRO EMERGENCY SUPPLY 3×3 BROWN બોક્સ (ચપટી રોલિંગ પેપર પટ્ટી – 50 નંગ)
ઝડપવામાં આવ્યા હતા. આ કેબિનના માલિક દેવેન્દ્ર બજરંગ અગ્રવાલને પકડી પાડી તેની સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નશા વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે : પોલીસ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે યુવાનોને નશાની લતથી બચાવવા માટે પ્રતિબંધિત નશાકારક સામગ્રી અને તેના સાધનોના ગેરકાયદે વેચાણ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.