ફેરફાર રિપોર્ટ નામંજૂર થતા વિવાદ ભડક્યોકાલોલ; કાલોલના શામળદેવી રોડ પર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટમાં ગંભીર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી...
મહારાષ્ટ્રના થાણે શહેરમાં ગઈ કાલે ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત ટળી ગયો. શહેરના ઘોડબંદર રોડ પર આવેલા બ્લુ રૂફ ક્લબ ખાતે...
કાલોલ: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કાલોલ તાલુકામાં મોટી કાર્યવાહી કરી દેલોલ–ઝાંખરીપુરા રોડ પર દેલોલ મસ્જિદ ફળિયુ પાસે નબર પ્લેટ વગરની બે...
વી.એલ. ઇન્ફ્રાપ્રોજેક્ટ્સને GWSSB પાસેથી ₹42.12 કરોડનો મોટો વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ મળ્યો વડોદરા : પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના માળખાગત પ્રોજેક્ટ્સમાં નિષ્ણાત વી.એલ....
પ્રતિનિધિ | વડોદરા, તા.19 વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે 19 ડિસેમ્બરના રોજ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. કુલ 37...
અમેરિકામાંથી ફરી એક વખત ભયાનક વિમાન દુર્ઘટના સામે આવી છે. ઉત્તર કેરોલિનાના સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટ નજીક એક બિઝનેસ જેટ વિમાન ક્રેશ થતાં...
“આપણને આપણાં જ સંતાનો ,પુખ્ત ઉમરનાં સંતાનો પ્રેમ કરે, પ્રેમલગ્ન કરે તે સામે ભરપૂર વાંધો છે પણ જાહેરમાં કોઈ કોઈનું ગળું કાપી...
નામમાં શું રાખ્યું છે? રોમિયો – જુલિયટ લખતા શેક્સપિયર આ સારી સલાહ આપી ગયો હતો. “નામ વ્યક્તિના સાચા પાત્રની ઓળખ નથી આપતું,...
રૂપિયાના મૂલ્યમાં ઘટાડાની ચિંતાઓ વચ્ચે હાલમાં એક કંઇક સારા આર્થિક સમાચાર આવ્યા છે અને તે એ છે કે નવેમ્બર મહિનામાં ભારતના માલની...
સરકાર ભલે કહે કે પેટ્રોલને બદલે ઇથેનોલ વાપરવાથી પર્યાવરણને લાભ થશે પણ ભારતના કિસાનો તે વાત માનવા તૈયાર નથી. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના...
સુખદ ઉકેલ તરફ: “દૂધ ઉત્પાદકોના હિતમાં નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્રની કવાયત તેજ.” વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા...
એડવોકેટની આગેવાનીમાં રહીશોએ પાલિકા ગેટ ગજવ્યો; રહેઠાણની વ્યવસ્થા વિના મકાનો ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બિલ ગામ વિસ્તારમાં...
સુપ્રીમ કોર્ટે ભારતમાં બોટલબંધ પાણીની ગુણવત્તા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોના અમલીકરણની માંગ કરતી પીઆઈએલ ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે તેને “લક્ઝરી મુકદ્દમો” ગણાવ્યો. કોર્ટે...
વિજિલન્સની 51 ટીમોના દરોડા, 74 વીજ ચોરી ઝડપાઈ – રૂ.47.68 લાખનો દંડ ફટકારાયો (પ્રતિનિધિ) , છોટાઉદેપુર છોટાઉદેપુર નગરમાં આજે વહેલી સવારથી એમજીવીસીએલ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઓમાનની મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ કર્યા પછી સ્વદેશ પાછા ફરવા રવાના થયા. ઓમાનના સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબ...
અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું સ્થળ પર જ કરુણ મોત (પ્રતિનિધિ) સિંગવડ સિંગવડ તાલુકાના પસાયતા ગામે સાંજના છથી સાત વાગ્યાના સમયગાળા દરમિયાન...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ હટાવવાના મુદ્દાએ રાષ્ટ્રીય રાજકારણ ગરમાવ્યું છે. આ મુદ્દે વિપક્ષી...
ભાગલા બાદ સરકાર દ્વારા ફાળવાયેલી દુકાનો પર બુલડોઝર ફરી વળતા રોષ વૈકલ્પિક વ્યવસ્થા વિના કાર્યવાહી, પરિવારોએ ન્યાયની માંગ ઉઠાવી પ્રતિનિધિ : બોડેલી1947ની...
બંધ મકાનનું તાળું તોડી તિજોરી ફોડી તસ્કરો ફરાર સતત બીજા દિવસે પણ ચોરી, નગરમાં ભયનો માહોલ ગુજરાત મિત્ર ન્યુઝડભોઇ | ડભોઇ શહેરમાં...
ગ્રામજનોના ઇલેક્ટ્રોનિક સાધનો બળ્યા, MGVCLની બેદરકારીનો આરોપ 4થી 5 લાખ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા, વળતરની ઉગ્ર માંગ પ્રતિનિધિ : બોડેલી બોડેલી તાલુકાના...
( પ્રતિનિધિ )વડોદરા,તા.18 વડોદરા શહેરમાં ઠંડીની જમાવટ થઈ રહી છે. લઘુત્તમ તાપમાનનો પારો 13.2 ડિગ્રી રહ્યો હતો. ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા...
અરજી 14 જાન્યુઆરી સુધી, માર્ચ 2026માં થશે પરીક્ષા ( પ્રતિનિધિ )વડોદરા,તા.18 વડોદરા કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સ્નાતકોત્તર વિષયોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પ્રક્રિયા...
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે શહેરના હાર્ટ સમાન ફતેગંજ વિસ્તારમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ફતેગંજ મેઈન રોડ પર...
વડોદરા: GSFC યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ 18 ડિસેમ્બર 2025ના રોજ ફર્ટીલાઇઝરનગર, વડોદરા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે સ્કૂલ ઓફ ટેકનોલોજી,...
વેસુ ભીમરાડ રોડ પર શિવ રેસિડેન્સીમાં 80 લાખની કિંમતના ફ્લેટના માલિકી ધરાવતા 400 લોકો આજે દર દર ભટકવા મજબૂર બન્યા છે. રાતોરાત...
મિસ યુનિવર્સ 2021ની વિજેતા હરનાઝ કૌર સંધુ તાજેતરમાં વિયેતનામમાં યોજાયેલી મિસ કોસ્મો ઇન્ટરનેશનલ 2025 સ્પર્ધા દરમિયાન એક મુશ્કેલ ક્ષણમાંથી પસાર થઈ. સ્ટેજ...
ડભોઇ:;ડભોઈ નગરપાલિકાની નવી વોર્ડ રચના જાહેર થતા જ સ્થાનિક રાજકારણમાં અચોક્કસતા અને ગૂંચવાડાની સ્થિતિ ઊભી થઈ છે. વોર્ડની સીમાઓ, નંબર અને અનામત...
પથ્થરોમાં પ્રાણ ફૂંકનારા પદ્મભૂષણ શિલ્પકારે નોઈડામાં લીધા અંતિમ શ્વાસ; વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક અને...
આ સન્માન તેમના અનેક વર્ષોથી ચાલી રહેલા નિસ્વાર્થ સમાજસેવા, રાષ્ટ્રસેવા તથા દિન-દુઃખીયાની સેવા માટેના અવિરત પ્રયાસોના પ્રતિફળરૂપે અપાયુ (પ્રતિનિધિ) નવી દિલ્હી ખાતે...
રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર” ની ચર્ચા ભારત કરતાં પાકિસ્તાનમાં વધુ થઈ રહી છે. આ ફિલ્મમાં પાકિસ્તાનના કરાચીના લ્યારી વિસ્તાર અને 1999 થી...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
ફેરફાર રિપોર્ટ નામંજૂર થતા વિવાદ ભડક્યો
કાલોલ;
કાલોલના શામળદેવી રોડ પર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટમાં ગંભીર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ પોતાની કાયદેસરની ફરજો બજાવવા શાળાની ટ્રસ્ટ ઓફિસમાં પહોંચ્યા ત્યારે તેમને અટકાવી ઝપાઝપી કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટમાં નારણભાઇ પટેલ અને અન્ય ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોવા છતાં ફાલ્ગુનભાઇ પટેલ અને વિનય ચૌધરી દ્વારા આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં નારણભાઇ પટેલ સહિતના ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા માટે ફેરફાર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ ફેરફાર રિપોર્ટને આસિસ્ટન્ટ ચેરીટી કમિશનરે નામંજૂર કર્યો હતો.
કાયદેસરની ફરજ બજાવતા અટકાવી દાદાગીરીનો આક્ષેપ
ફેરફાર રિપોર્ટ નામંજૂર થયા બાદ નારણભાઇ પટેલ ટ્રસ્ટની કામગીરી માટે શાળાની ઓફિસમાં પહોંચ્યા હતા. તે સમયે સરીનભાઇ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરીએ દાદાગીરી કરી તેમને ફરજો બજાવતા અટકાવ્યા હોવાનો આરોપ છે. શાળાના મહિલા સ્ટાફને બોલાવી ઉશ્કેરણી કરવામાં આવી અને નારણભાઇ પટેલની ઘેરાબંધી કરી ધક્કા, ટપલી તેમજ ગડદા-પાટુનો માર મારવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
મીડિયા કર્મી ઉપર પણ હુમલો, કારમાં તોડફોડ
આ સમગ્ર બનાવ દરમિયાન સ્થળ પર હાજર મીડિયા કર્મી સાથે પણ દુરવ્યવહાર થયો હતો. સરીનભાઇ ચૌધરીએ મીડિયા કર્મીને પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી “અહીંથી નીકળો” કહી ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. વધુમાં, નારણભાઇ પટેલ જે કાર લઈને આવ્યા હતા તેમાં તોડફોડ કરી ટાયરમાંથી હવા કાઢી નાખવામાં આવી હતી.
112 પર કોલ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી
પરિસ્થિતિ વધુ વિકટ બનતા નારણભાઇ પટેલના પુત્રે 112 પર કોલ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળા પરિસરમાંથી બહાર લાવ્યા હતા. હાલ બંને પક્ષો દ્વારા પોલીસ મથકે સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.