અમદાવાદ : સુરેન્દ્રનગરમાં સામે આવેલા અંદાજે 1500 કરોડના જમીન એન.એ. કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) દ્વારા અમદાવાદની સ્પે. કોર્ટ સમક્ષ 182 પાનાની...
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ Dhurandhar 2: The Revengeનો ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટ્રેલરમાં...
રેપરના નિવેદનથી સોશિયલ મીડિયા ગરમ મુંબઈમાં અભિનેત્રી અને રિયાલિટી ટીવી પર્સનાલિટી Khushi Mukherjee ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે....
વડોદરા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન હતાલાંબા સમયથી સારવાર હેઠળ હતા, વકીલ આલમમાં શોકની લાગણીવડોદરા,...
સસરા પુત્રવધૂને નોકરીએ મૂકવા લઈ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત31 વર્ષીય પ્રિન્સા પરમારનું સ્થળ પર જ મોત, બાપોદ પોલીસે આઇસર ચાલકને...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સેવા કાર્યની મહત્વપૂર્ણ સિદ્ધિ12 વર્ષમાં લાખો મહિલાઓને સલાહ, માર્ગદર્શન અને રેસ્ક્યૂ દ્વારા મદદકાલોલ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના અવસરે...
8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે, મહિલાઓની અતિ પ્રશંસા થશે! માતા, પત્ની, બહેન વિ. મહિલાઓનાં કાર્યોની પ્રશસ્તિ થશે. એક દિવસ નારીનું સન્માન...
રવિવારની છેલ્લી સુપર એઈટ મેચમાં ભારત માટે વિકેટકીપર બેટસમેન સંજુ સેમસન આ રસાકસીભરી ટી-20 મેચમાં તારણહાર બનીને આવ્યો. વેસ્ટઈન્ઝિના 195 રનની સામે...
‘ગુજરાતમિત્ર’ની મંગળવારની પૂર્તિમાં મંગલમસ્તી કોલમ આવે છે. ખરેખર ઘરમાં બેઠાં બેઠાં રંગોની બહાર અને વસંતની ખુશી મનાવાય છે. રમેશભાઈએ વાહ! ખૂબ સરસ...
તંત્રની ઘોર નિદ્રા, જાંબુવા-સુંદરપુરા હાઈવે ‘ડેથ ઝોન’ બન્યો, વચનો છતાં ન સર્કલ બન્યું કે ન સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ (પ્રતિનિધિ), વડોદરા. તા.7...
સવારે દસ વાગ્યા સુધી સૂતી રહેનાર રિયા આજે છ વાગ્યે ઊઠી ગઈ.… ચા બનાવી ફૂલ છોડને પાણી પાયું. દરવાજા પાસે પડેલું છાપું...
ધવલ નર્સિંગ ચાર રસ્તા પાસેનો વિડીયો વાયરલ,બાઇકને રોડ વચ્ચે પાર્ક કરી લોકોનો રસ્તો રોક્યો યુવકે નશો કરી તમાશો કર્યો હોવાની આશંકા, યુવકના...
કોલેજ જવા નીકળેલી યુવતીઓ બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ...
ઝાયોનિસ્ટ શાસને મોટી ભૂલ કરી” Ayatollah Ali Khameneiના અવસાન પછી તેમના X (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ પરથી એક વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે....
જમ્મુ અને કાશ્મીર જેવી નાની ગણાતી ટીમે તેની પ્રથમ રણજી ટ્રોફી – જે દેશની સર્વોચ્ચ સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે – તે જીતી...
ત્રણ ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ તરફ વાળી:સુરત આવતી ફ્લાઇટ્સ અમદાવાદ-વડોદરા મોકલાઈ અમદાવાદ-વડોદરા ડાયવર્ટ : ઘન ધુમ્મસના કારણે શનિવારે સવારે Surat International Airport પર...
બિહારમાં આખરે જે બનવાનું હતું એ બન્યું છે. છેલ્લે ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળેલી છતાં વચન આપેલું એટલે નીતિશ ફરી મુખ્યમંત્રી...
એક સમય હતો કે જ્યારે આખા દેશમાં નસબંધી માટે સરકારી યોજનાઓ ચાલતી હતી. નસબંધી કરાવનારને સરકાર તરફથી નાણાં આપવામાં આવતાં હતા. ‘અમે...
અમેરિકાનો શ્રીલંકા પર દબાવ, બચાવાયેલા ઈરાની નૌસૈનિકોને ઈરાન ન મોકલવાની માંગ IRIS-Dena પર અમેરિકી સબમરીનનો ટોર્પીડો હુમલો, 80થી વધુ નૌસૈનિકોના મોત; બચાવાયેલા...
ભાજપ માટે કહેવાય છે કે જે રાજ્યમાં તેની સરકાર બને ત્યાં તે પહેલો ભોગ વિરોધીઓનો લે છે અને બીજો ભોગ પોતાના સહયોગીઓનો...
LPG Cylinder Prices: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવની અસર હવે ભારતમાં LPG ગેસના ભાવ પર જોવા...
બાલેન શાહની RSPની જોરદાર લહેર,K. P. Sharma Oli પોતાની સીટ હાર્યા નેપાળમાં ગુરુવારે યોજાયેલી સંસદીય ચૂંટણી પછી હાલ મતગણતરી ચાલી રહી છે...
માર્શલ આર્ટ પ્રેક્ટિસ વચ્ચે મજેદાર ઘટના વાયરલ,માર્શલ આર્ટ સ્ટેપ કરતી વખતે કરી ‘ના’… હોલમાં હાસ્યની લહેર લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ...
જે હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ ઉછાળતા હતા, ત્યાં જ MLO ઓફિસમાં સારવાર કરાવી વિવાદ છેડ્યો (પ્રતિનિધિ), વડોદરા. તા.6 વડોદરા :- શહેરના વોર્ડ નંબર...
આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા આણંદ તાલુકાના ચીખોદરા ગામમાં રહેતાં ધારાસભ્ય ગોવિંદભાઇના નિધનથી શોકનો મહોલઆણંદ: આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં રહેતા...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી T20 વર્લ્ડકપની ફાઈનલને લઈને શહેરમાં ક્રિકેટનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તેમની કુલ સંપત્તિ...
ધણી જગ્યાએ એવી અફવાઓ આવી રહી છે કે પેટ્રોલ ડીઝલની અછત આવી શકે છે. જેને કારણે ઘણા પેટ્રોલ પંપ પર લોકોએ વાહનો...
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઈરાન બિનશરતી...
કહે છેને હાથમાંથી કોઈ છીનવી જાય, પણ નસીબમાં હોય એને કોઈ પણ છીનવી નથી શકતું, આ વાતને સાબિત કરતો એક કિસ્સો સુરતના...
મમતાએ મુસલમાનો માટે કશું નથી કર્યું!’ હુમાયું કબીર (AJUP) સાથે ગઠબંધન બાદ ઓવૈસીનો મમતા પર સીધો પ્રહાર
સુરતથી શ્રીહરિકોટા સુધી સપનાઓની ઉડાન, પહેલીવાર ફ્લાઈટમાં બેસીને વિદ્યાર્થીઓ ઈસરોની મુલાકાતે
પહેલા તમે નાગરિકતા સાબિત કરો: મમતાનો ભાજપ પર પ્રહાર
સાઉથ આફ્રિકા ટૂર માટે ભારતીય મહિલા ટીમ જાહેર, બેટિંગ-બોલિંગમાં મજબૂત લાઇનઅપ
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: મહિલા સૈનિક અધિકારીઓને પેન્શન આપો
ફ્લોરિડામાં ટ્રમ્પને ઝટકો: પોતાના ગઢમાં ડેમોક્રેટ્સની ઐતિહાસિક જીત
ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર: ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ના સંકલ્પ તરફ ગુજરાતનું ઐતિહાસિક ડગલું – જગદીશ વિશ્વકર્મા
ગભરાવાની જરૂર નથી: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને LPGનો પુરવઠો અવિરત, સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચીમકી આપતા ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ
UCC બિલમાં સમાનતા અને કડક નિયમોનો સમાવેશ
‘હલાલા’ પ્રથાથી મહિલાના જીવનમાં પ્રતિકૂળ અસર પડે છે : હર્ષ સંઘવી
અમદાવાદમાં નકલી રેલવે ટિકિટના કૌભાંડનો પર્દાફાશ
યૌન ઉત્પીડન કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને હાઈકોર્ટથી રાહત, આગોતરા જામીન મંજૂર
ગલ્ફમાં ગુંજ્યા વિસ્ફોટ: ઈરાનના હુમલાઓ બાદ અમેરિકા-ઈઝરાયલ સામે તંગદિલી વધી
ઈંધણ માટે હાડમારીની જરૂર નથી: વડોદરામાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સંપૂર્ણ સામાન્ય
પાલિકાની મોટી કાર્યવાહી: શહેરના પૂર્વ વિસ્તારમાંથી 5 ટ્રક દબાણો હટાવી રસ્તાઓ ‘ખુલ્લા’ કરાયા
વિધાનસભામાં હોબાળો – પેટ્રોલ મુદ્દે ચર્ચા વચ્ચે UCC પર તીખા પ્રહારો, “આ પેટ્રોલનું નહીં, UCCનું દુઃખ” – હર્ષ સંઘવી
નકલી નોટના નફામાં પ્રદીપ 50 ટકાનો ભાગીદાર, બાકીના ગેંગને આપવાના
રાજ્યમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો
ભવિષ્યમાં આદિવાસીઓના સમાવેશનો ભય : ચૈતર વસાવા
ચૂંટણી નજીક આવી એટલે સરકાર આ બિલ લાવી : અમીત ચાવડા
ગુજરાત વિધાનસભામાં UCC વિધેયક મંજૂર
હવે અજાણ્યા કોલથી નહીં થાય ઠગાઈ! CNAPથી મળશે કોલરનું સાચું નામ
ગુજરાતમિત્રના અહેવાલની અસર: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાસ-૨ કેડરોની ભરતી માટે પ્રસિદ્ધ થયેલ જાહેરાતના પગાર ધોરણમાં સુધારો કરાયો!
ખજોદ ડિસ્પોઝલ સાઇટની આગ એ તંત્રની બેદરકારીનો કાળો ધુમાડો ઉઘાડ્યો
28 દિવસના રિચાર્જ પર ચર્ચા તેજ, 30 દિવસ પ્લાન લાવવા સરકાર સક્રિય
દિલ્હી પોલીસના વડોદરામાં ધામા, બે શંકાસ્પદ લોકોને ઉઠાવ્યા
No Drugs In Surat : પુણા પોલીસનું ફિલ્મી ઓપરેશન
કલેક્ટર કચેરીએ પેન્શનરોનો હલ્લાબોલ, નવા કાયદાને ‘કાળો કાયદો’ ગણાવ્યો
IPLનો ધમાકો: RCB-રાજસ્થાનની ડીલ્સથી ગ્લોબલ સ્પોર્ટ્સ માર્કેટમાં મોટી એન્ટ્રી
વડોદરા જિલ્લા ભાજપ કારોબારીમાં ડભોઇનો દબદબો યથાવત
અમદાવાદ : સુરેન્દ્રનગરમાં સામે આવેલા અંદાજે 1500 કરોડના જમીન એન.એ. કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) દ્વારા અમદાવાદની સ્પે. કોર્ટ સમક્ષ 182 પાનાની વિગતવાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટ રજૂ થતાં જ સમગ્ર કૌભાંડ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઈડીએ પોતાની તપાસમાં જમીનને એન.એ. (નૉન-એગ્રીકલ્ચર) કરવાની મંજૂરી અપાવવા માટે સુનિયોજિત રીતે લાંચ વસૂલાત થતી હોવાનો આક્ષેપ કર્યો છે.
ઈડીની તપાસ મુજબ જમીન એન.એ. કરવાની પ્રક્રિયામાં ચોક્કસ દરે લાંચ લેવામાં આવતી હતી અને તે રકમની અંદરખાને વહેંચણી પણ નક્કી કરવામાં આવી હતી. ઈડીના જણાવ્યા અનુસાર વસૂલાત થયેલી રકમમાંથી જિલ્લા કલેક્ટરને 50 ટકા, નિવાસી અધિક કલેક્ટરને 25 ટકા, મામલતદારને 10 ટકા, નાયબ મામલતદારને 10 ટકા અને ક્લાર્કને 5 ટકા હિસ્સો આપવામાં આવતો હતો.આ એનએ કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, એન.એ. શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને એન.એ. શાખાના કારકુન મયુરસિંહ ગોહિલની સંડોવણી હોવાનું ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યું છે.
ઈડીની તપાસમાં ખુલ્યું છે કે જમીન એન.એ. માટે આવતી અરજીઓને ઝડપથી આગળ વધારવા માટે આરોપીઓએ સુવ્યવસ્થિત ગોઠવણી કરી હતી. જો અરજદારો પાસેથી લાંચ ન મળે તો તેમની અરજીઓને ઈરાદાપૂર્વક લટકાવી રાખવામાં આવતી હતી. અનેક વખત સ્ટેમ્પ ડ્યૂટી, માલિકી હક્ક અથવા અન્ય કાનૂની વાંધા બતાવીને અરજીઓને નકારી કાઢવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી.
ચાર્જશીટ મુજબ મયુરસિંહ ગોહિલ, ચંદ્રસિંહ મોરી અને જયરાજસિંહ ઝાલા સમગ્ર લાંચ વ્યવહારનો હિસાબ સંભાળતા હતા. હિસાબી વિગતો વ્હોટ્સએપ મારફતે તેમજ પ્રિન્ટઆઉટ સ્વરૂપે અધિકારીઓને આપવામાં આવતી હતી. ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ રોકડ રકમ અધિકારીઓને પહોંચાડવામાં આવતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી રૂા. 67.50 લાખની રોકડ , એનએ સંબંધિત જમીનના દસ્તાવેજો, હિસાબી નોંધપોથી અને ડિજિટલ રેકોર્ડ સહિત મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. ઈડીના જણાવ્યા મુજબ 5 ડિસેમ્બર 2024 થી 25 નવેમ્બર 2025 દરમિયાન જ લાંચરૂપે વસૂલાત થયેલી રકમ 9.70 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.
આ પહેલા ઈડી દ્વારા સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટકાયત કરવામાં આવી હતી. સાથે જ તત્કાલીન સિટી મામલતદાર મયુર દવે, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની સંડોવણી સામે આવતા તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ચાર્જશીટ બાદ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે વહીવટી તંત્રમાં પણ ભારે ચકચાર મચી છે.