વડોદરા: વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા સારવાર કેન્દ્રો શરૂ કરવાનું આયોજન કરી...
કોફી દુનિયાનું સૌથી લોકપ્રિય પીણું છે. કોફીના શોખીન મોટાભાગના લોકો દિવસમાં ત્રણ-ચાર કપ કે તેથી વધુ કપ કોફી ગટગટાવી જાય છે. સામાન્ય...
લગ્ન પછી પતિ સાથેનું જીવન કેવું હશે એની કલ્પનાઓ તો દરેક યુવતી કરતી હશે, પણ કોઈની કલ્પના સો ટકા સાકાર થઈ નથી....
વડોદરા: (Vadodra) શહેર નજીક છાણી ગામમાં રહેતા અને કોઇને જાણ કર્યા વિના છેલ્લાં 14 દિવસથી ફરાર થયેલા ટીનેજર પ્રેમી (Lovers) પંખીડાઓ આખરે...
ઇટલીના અમુક ગામ અહીં હંમેશાને માટે વસનારા લોકો માટે ફ્રી માં ઘર,નોકરી અને 10000 યુરો એટલે કે 8.17 લાખ રૂપિયા આપવાની પણ...
સુરત: (Surat) આગામી 16 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરી રહ્યા...
સુરત: (Surat) એક બાજુ વિવર્સ સંગઠનો દ્વારા યાર્નની (Yarn) વઘી રહેલી કિંમતોનો લગાતાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર સુધી...
લદ્દાખ (LADAKH) ના ઉત્તર-પૂર્વમાં નુબ્રા વેલી છે. તે શ્યોક અને નુબ્રા નદીઓના સંગમથી બનેલી છે. અહીં 14મી સદીમાં બનેલું દિસ્કિત મઠ (DIXIT...
સુરત: (Surat) શહેરમાં એક બાજુ પોલીસ કમિશનર દ્વારા ગુનેગારો ઉપર ધાક જમાવવાની વાત કરાય છે. ત્યાં બીજી બાજુ કાયદો-વ્યવસ્થાના ધોળા દિવસે જ...
સુરત: (Surat) ટેકનોલોજીનો જેટલો લાભ છે તેટલું નુકશાન પણ છે. જો ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવામાં નહી આવે તો અર્થનો અનર્થ...
ગાંધીનગર (Gandhinagar): કોરોના સામે એક વર્ષ સુધી લડત આપ્યા બાદ માંડ હવે આપણે કોરોનાથી રાહત મળશે એવુ લાગે છે. આપણે બધા જ...
અમેરિકાના પ્રમુખની ગણતરી દુનિયાના સૌથી શક્તિશાળી માનવ તરીકે થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે તા. ૨૦ જાન્યુઆરીના અમેરિકન પ્રમુખપદ છોડવું પડશે તે નક્કી છે;...
(ના જી!) સફાઈની કિંમત શુ છે તે સમજાવી ગયું.! શરીરની તંદુરસ્તીની કિંમત સમજાવી ગયું.! ચાટ, ઇટાલિયન, મેક્સિકનની સામે ઘરની દાળ-રોટલીની કિંમત સમજાવી...
યુકે (UK), નાઇજિરીયા (Nigeria) અને દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળેલા કોરોનાના નવા પ્રકારથી લોકોની ચિંતા ઓર વધી છે. આ નવા પ્રકારો અંગે...
ભારત – ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુસીબત સાબિત થનાર પંત માટે ઓસી ખેલાડીઓએ આઉટ ઓફ રૂલ્સ રસ્તો પણ...
NEW DELHI : સોમવારે (11 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) માં નવા કૃષિ કાયદા અને ખેડૂત વિરોધ પ્રદર્શન ( FARMER PROTEST) સંબંધિત...
2020 ના વિતેલા વર્ષમાં કોરોનાની સાથે સાથે લાંચિયા અધિકારીઓના સમાચારો પણ ન્યૂઝમાં ચમકતા રહ્યા. જુદા જુદા ક્ષેત્રના ખૂબ મોટો પગાર ધરાવનાર લાંચિયા...
સુરત (Surat): કોરોનાના (Corona/Covid-19) સમયમાં જાહેર જીવનના ઘણા સમીકરણો બદલાયા છે, એમાંનુ એક એટલે બાળકોનું શિક્ષણ. ઘણા સમયથી એટલે કે કોરોના કાળ...
તા. 28/12/20 ના ગુ.મિ.માં સૂરતનાં રસ્તાઓ ક્યારે સુધરશે’ મથાળા હેઠળ એક નાગરિકનું ચર્ચાપત્ર સારી એવી ચર્ચા માંગી લે છે. સૂરતનાં નાગરિક તરીકે...
પસંદગી ના પસંદગીનો દંડ ટૂંકો પડે છે. નિરંકુશ જાતિય આવેગમાં બુધ્ધિ કુંઠિત થિ જાય છે. આવા સંજોગોમાં અનુભવી વડીલોનો ધર્મ ચેતવવાનો અને...
અખબારોમાં વાચકો – જનતાની પ્રતિક્રિયા પ્રગટ કરતી પ્રવૃત્તિ એટલે ચર્ચાપત્રો, જેમાં સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય, વૈશ્વિક ઘટનાઓ, મૌલિક કે પૂરક વિચારો, ભાવના,...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ ડ્રો રહી હતી. સિડની ટેસ્ટ મેચમાં ભારતને પણ આ ડ્રોમાં જીત મળી છે, જે વિવાદોથી છલકાઈ...
આ અઠવાડિયાના અંતમાં એટલે કે શનિવારે એક ભયંકર કહી શકાય અને કંપાવી દે તેવા સમાચાર મળ્યા અને એ હતા મહારાષ્ટ્રના ભંડારાની એક...
જયપુર (JAIPUR) : ભાજપમાં જૂથવાદને લઈને રાજસ્થાન બીજેપીમાં ચાલી રહેલા હંગામાનો હવે નવો વળાંક આવ્યો છે. ટીમ વસુંધરા (TEAM VASHUNDHRA) પછી હવે...
WASHINGTON : કેપિટલ હિલ (CAPITAL HILL) બહાર થયેલી હિંસાને લઇને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેનો...
JAKARTA : શ્રીવિજયા વિમાન મુસાફર વિમાન બોઇંગ 737-500 શનિવારે ઇન્ડોનેશિયા (INDONESIA) માં ક્રેશ થયું હતું, જેનો કાટમાળ જાવા સમુદ્રમાં 23 મીટરની ઊડાઈથી...
MAHARASTRA : મહારાષ્ટ્રના ઔરંગાબાદ પરભણી (PARBHANI) જિલ્લાના મુરુમ્બા ગામમાં આવેલા મરઘાંના ફાર્મ (POULTRY FARM) માં 800 મરઘાનાં મોતથી ખળભળાટ મચ્યો છે. પરભણીના...
લાંબો સમય લોકડાઉન રહેવાને કારણે ઘણા લોકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, લોકડાઉનના કારણે લોકોના ધંધા વેપાર લાંબો સમય સુધી બંધ...
બસ્તર જિલ્લાના લોહાંડીગુડા બ્લોકના વિશ્વ વિખ્યાત ચિત્રકોટ ધોધ(CHITRAKUT FALLS) ની નજીક આવેલા તોતર ગામમાં મોગલકાળના ચાંદીના સિક્કા (SILVER COINS) મળી આવ્યા છે....
ખેડૂત આંદોલનનો આજે 47 મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવા માટેની અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. રવિવારે ખેડુતોએ 500...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા: વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા સારવાર કેન્દ્રો શરૂ કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આ સાથે વન વિભાગ દ્વારા શરૂ થયેલા બર્ડ ફ્લૂને લઇ જણાવાયું છે કે, કોઇ પક્ષી મૃત કે ઘાયલ હાલતમાં જણાઇ આવે તો તેને પકડવાનો પ્રયાસ કરવો નહીં. વન વિભાગ અથવા પશુ ચિકીત્સકને જાણ કરવી.
દર વર્ષે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં કબુતર, સમડી, કાગડો, કાબર, ઘુવડ જેવા પક્ષીઓ મરી જતા હોય છે. જોકે, તેની સાથે જીવદયા સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઘવાતા પક્ષીઓને બચાવી પણ લેવામાં આવે છે.આકાશમાં પતંગો ઉડવાની શરૂઆત થતાંની સાથે જ કબુતર, કાગડા, સમડી, કાબર જેવા પક્ષીઓ માટે જોખમ શરૂ થઇ ગયું છે. વન વિભાગમાં દોરીથી ઇજા પામતા પ્રતિદિન ચારથી પાંચ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવી રહ્ના છે.
આ સાથે વન વિભાગ દ્વારા ૨૪ કલાક સારવાર હેલ્પલાઈન નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા સારવાર કેમ્પ પણ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા વન વિભાગના આર.એફ.ઓ. નિધિ દવેએ નગરજનોને અપીલ કરી છે કે, જ્યાં પણ ઘવાયેલા પક્ષીઓ દેખાઈ તો તત્કાલ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરવો તેમજ વહેલી સવારે અને સાંજે જ્યારે પક્ષીઓની અવર-જવર કરવાનો સમય છે. તે દરમિયાન પતંગ નહીં ચગાવવા અપીલ કરી હતી. જ્યારે હાલ દેશમાં બર્ડ ફલૂનો રોગ વકર્યો છે, ત્યારે જો કોઈ પક્ષીઓ મૃત હાલતમાં જણાઈ આવે તો તેને પકડવાનો પ્રયાસ કરવો નહીં. તત્કાલ વનવિભાગ અને પશુ ચિકિત્સાલયને જાણ કરવા અનુરોધ કર્યો છે.
વડોદરા જિલ્લાના નાયબ પશુ પાલન નિયામક ડો. પ્રકાશ દરજીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રે સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં ૩૦ જેટલા કાગડા મરી જવાની ઘટના સામે આવી છે. મૃત ૫ કાગડા જીપ લોક પ્લાસ્ટિક થેલીમાં પેક કરી આઇસ બોક્સમાં ભોપાલ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ તપાસનો રિપોર્ટ ચાર-પાંચ દિવસમાં આવશે. ત્યાર બાદ ખબર પડશે કે, કાગડા બર્ડ ફ્લૂથી મરી ગયા છે કે, અન્ય રોગથી મરી ગયા છે.
નાયબ પશુ પાલન અધિકારીએ એમ પણ જણાવ્યું કે, હાલમાં બર્ડ ફ્લૂ ચાલી રહ્ના છે. જોકે, વડોદરા જિલ્લામાં તેની કોઇ અસર નથી, પરંતુ, ઉત્તરાયણમાં આકાશમાં વિહરતા પક્ષીઓ માટે પતંગની દોરીનું જોખમ વધી જાય છે અને દોરી વાગવાથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે., અને મરી જાય છે, ત્યારે આ વખતે દોરીથી મરી જનાર પક્ષીઓનો તત્કાલિક નિકાલ થાય તે જરૂરી છે. જો કોઇને મૃત પક્ષી જણાય આવે તો સબંધિત વિભાગને જાણ કરવા અપીલ કરી છે.