વડોદરા: સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આજે એક...
વાપી: (Vapi) વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં વધઘટ થયા કરે છે. બપોરે થોડી ગરમીનો પણ અહેસાસ થાય છે અને વહેલી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આવતીકાલે તા.૧૮મીના રોજ સવારે ૯.૩૦ વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન (Metro Train) પ્રોજેકટનું ભૂમિપુજન કરશે....
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલા રામદેવપીર મહારાજના મંદિર અલખધામમાં ધાડપાડુઓએ સેવકને બંધક બનાવી લૂંટ (Robbery) ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી...
કોરોના વાયરસ એવો વૈશ્વિક રોગચાળો (PANDEMIC) છે જેણે વિશ્વને તબાહ કરી નાખ્યું છે, આના ફેલાવવાની ગયા વર્ષે ચીનના વુહાનમાં શરૂ થઈ હતી....
સુરત: (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોરી કરેલાં વાહનો (Vehicles) લઇ જઇ અન્ય જગ્યાએ પાર્ક કરી દેવામાં આવે છે. નો-પાર્કિંગ ઝોન તેમજ અન્ય...
સમગ્ર દેશ સહીત છોટાઉદેપુર (chhota udepur) જિલ્લામાં પણ શનિવારે વેક્સીનેશન (vaccination)નો પ્રારંભ કરાયો હતો. જેમાં બે આશાવર્કર બહેનોને રિએક્શન થઇ આવ્યું હોવાના...
સુરત: (Surat) પોલિયેસ્ટર યાર્નની (Polyester Yarn) સતત વધી રહેલી કિંમતો અને એન્ટિ ડમ્પિંગ મુદ્દે શનિવારે ફોગવા અને વિવર્સ સંગઠનોની મીટિંગ મળી હતી....
ભાજપના સાંસદ મનોજ કોટકે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને વેબસીરીઝ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોટક મુજબ, તાંડવ...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) પરીક્ષાનાં (Exam)...
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (statue of unity) દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ (PM Modi) આજે વર્ચ્યુઅલ લોકાર્પણ...
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં થોડી તકનીકી ખામી હતી. જે બાદ વિમાનનો માર્ગ ફેરવવામાં આવ્યો છે અને તેને મધ્યપ્રદેશની રાજધાની...
કોંગ્રેસે બ્રાઝિલ (BRAZIL)માં કોરોના રસીના 20 મિલિયન ડોઝ નિકાસના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે...
કહેવાય છે કે પ્રેમ (LOVE)ની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે થાય છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રણયનો એક ખૂબ જ...
નવસારી: નવસારી એલ.સી.બી. (LOCAL CRIME BRANCH POLICE) પોલીસે બાતમીના આધારે વાડા ગામેથી આંતરરાજ્ય બાઇક ચોરી કરતા 3 આરોપીને ઝડપી પાડી રાજ્યના 9...
ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ છ ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ભારતની પ્રથમ ઇનિંગ્સ એટલે કે 336 રનના...
સુરત: સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન (EDUCATION) જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાનાં ફોર્મ (EXAM FORM) ભરતી...
સુરત: અમરોલીમાં ઉતરાયણની રાત્રે સગીર સહિતના બે યુવકો ટ્રેન (TRAIN)ના હોર્ન સાંભળ્યા બાદ પણ રેલવે ટ્રેક પર પતંગને પકડવા જતા બંને યુવકોના...
ઘટના જબલપુરના ગૌર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સ્ટાર ગ્રીન સિટીમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઘરની...
સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી...
સુરત: શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ શરૂ થયો હતો. પરંતુ પ્રથમ દિવસે જ સામાન્ય ટેક્નિકલ ભૂલ આવતાં શરૂઆતના તબક્કામાં કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો...
શનિવારે કોરોના રસીકરણ (VACCINATION)ના પ્રથમ દિવસે દેશમાં આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી, કોવિન વેબસાઇટ દ્વારા આ...
વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ સામે નિર્ણાયક લડાઇ માટે રસીકરણ શરૂ થયું છે. પરંતુ નોર્વેમાં રસી લાવ્યા બાદ લોકોના મોતથી ત્યાંની સરકારની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરીંગના આરોપમાં બે ચીનના નાગરિકો (CHINESE CITIZEN)ની ધરપકડ કરી છે. તેમના નામ ચાર્લી પેંગ અને કાર્ટર લી...
સુરત: (Surat) સુરત શહેરની તાપી નદીમાં (Tapi River) ગઇકાલ રાતથી ભારે દુર્ગંધ અને આંખમાં બળતરા થાય તેવું ઓઇલ પાણીના વહેણમાં આવી જતા...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ...
સુરત: (Surat) શહેરમાં શનિવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) છવાયો હતો. જેના કારણે વાહનચલાકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં...
WHO દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સીનેશન કોરોના વાયરસ સામે સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી આપતું નથી. એવામાં જ્યાં...
સુરત: (Surat) શહેરમાં શનિવારે માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કેટલાકે લોકોને રસી (VACCINE) આપવામાં આવી હતી, ત્યાં કોઈ આડઅસર અથવા અન્ય કોઈ સમસ્યાઓ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
વડોદરા: સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આજે એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવ્યો છે.

કેવડીયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડીયા રેલવે સ્ટેશનના અધ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો વડાપ્રધાનશ્રીએ આજે વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો છે. સાથે સાથે ૮ નવી ટ્રેઈનોનો પણ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો છે. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કેવડીયાને બ્રોડગેજ રેલ માર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્કની સાથે જોડવાની સાથે જ વારાણસી જંકશન – કેવડીયા એક્ષપ્રેસ, દાદર – કેવડીયા એક્ષપ્રેસ , અમદાવાદ – કેવડીયા જન શતાબ્દી એક્ષપ્રેસ, હજરત નિજામુદીન – કેવડીયા એક્ષપ્રેસ, રીવા – કેવડીયા એક્ષપ્રેસ, ચૈન્નઈ – કેવડીયા એક્ષપ્રેસ, પ્રતાપનગર – કેવડીયા મેમુ તથા કેવડીયા – પ્રતાપનગર મેમુ એમ કુલ -૮ ટ્રેઈનોનો આજથી શુભારંભ થયો છે.
આ પ્રસંગે અમદાવાદ તથા વડોદરાથી સ્પેશ્યલ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું જેમાં સામાજિક આગેવાનો, સરદાર સાહેબના પરિવારજનો, પદ્મશ્રી/પદ્મભૂષણ/ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતાશ્રીઓ, ન્યાયતંત્રના મહાનુભાવો , કલા- સાહિત્યજગતના અગ્રણીઓ તેમજ પ્રવાસન ક્ષેત્રોના આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, કેળવણીકારો – યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, પ્રીન્ટ – ઈલેક્ટ્રોનિક મિડીયાના અગ્રગણ્ય વ્યક્તિઓએ આ ટ્રેનમાં ખાસ મહાનુભાવોએ પ્રવાસ કર્યો હતો.

કેવડિયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેઇનના આગમન સમયે અને તે પહેલાં 11 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર, પોલિસ બેન્ડ દ્વારા સ્વાગત તેમજ આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. બંને ટ્રેઈન (અમદાવાદ – કેવડીયા – અમદાવાદ તથા વડોદરા – કેવડીયા – વડોદરા ) માં રાષ્ટ્રીય એકતા તથા “એક ભારત શ્રેષ્ઠ ભારત ”ના થીમ આધારિત બ્રાન્ડીંગ કરવામાં આવ્યું હતું.
આજથી શરૂ થયેલી આ ટ્રેનમાં અલગ અલગ કોચમાં Unity in Dress Diversity, Unity in Dance Diversity, Unity in Musical Diversity, Unity in Cultural Diversity અને Unity in Religious Diversity જેવા વિષયો આધારિત થીમ નિયત કરાઈ હતી. સરદાર સાહેબે કરમસદની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી વેશભૂષામાં પ્રવાસ કર્યો હતો.

બંને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સંસ્કૃતના જાણકાર પંડિતો દ્વારા નર્મદાષ્ટકમ તથા અન્ય વેદોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેવડીયા સ્ટેશન પર પ્રવાસીઓનું પરંપરાગત સ્વાગત કર્યા બાદ પ્રવાસીઓને ખાસ બસો મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા જંગલ સફારી તેમજ એકતા નર્સરીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.
પ્રવાસી સાધુ – સંતોને શુલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. કેવડીયા ખાતે રેલવે સ્ટેશનનો શુભારંભ થતા અને નવી બ્રોડગેજ લાઈનથી જુદીજુદી ૮ ટ્રેઈનો શરૂ થતા આ આંતરરાષ્ટ્રિય સ્તરના પ્રવાસન કેન્દ્રનો સમાવેશ ભારતીય રેલવેના નકશા ઉપર થશે.
જેના પરિણામે દેશના વિવિધ રાજયોમાંથી કેવડીયા આવતા પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સુગમ બનશે. રેલવે નેટવર્કથી જોડાણ થતા સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વધશે તેમજ સામાજિક – આર્થિક વિકાસ થકી આ સમગ્ર વિસ્તારની કાયાપલટ માટે માર્ગ ખુલશે.