Top News

More Posts

   The Latest

Most Popular

લુણાવાડા: કોરોના રસીકરણનો સમગ્ર રાજય સહિત રાજયમાં તા.૧૬મીથી શુભારંભ કરવામાં આવ્યોન હતો. કોરોના સામેના યુધ્ધામાં જીવનને હોડમાં મૂકી કોરોનાના દર્દીઓની સારવારમાં પોતાનું સર્વસ્વં અર્પણ કરનાર આરોગ્ય  કર્મીઓને પ્રથમ તબકકે કોરોનાની વેકિસન આપવામાં આવી રહી છે.

મહીસાગર જિલ્લા માં તા. ૧૬મીના રોજ કોરોના વેકિસનનો લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર અને સંતરામપુરના એસ.ડી.એચ. ખાતેથી જિલ્લાર કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લાર વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ પ્રારંભ  કરવામાં આવ્યોઆ હતો.

આ અંગેની વિગતો આપતાં મુખ્યવ જિલ્લાત આરોગ્યક અધિકારી ડૉ. એસ. બી. શાહે જણાવ્યુંઅ હતું કે, મહીસાગર જિલ્લાનમાં તા.૧૬મીના રોજ આ રસીકરણ કેન્દ્રો  ઉપરથી ૨૦૦ કોરોના વોરિયર્સને કોરોનાની વેકિસન આપવાની હતી તેની સામે ૨૧૬ કોરોના વોરિયર્સે રસી મૂકાવતાં સમગ્ર રાજયમાં તા.૧૬મીના રોજ રસી મૂકવાના લક્ષ્યાંક સામે ૧૦૦ ટકા સિધ્ધિન હાંસલ કરવામાં મહીસાગર જિલ્લોા પ્રથમ રહ્યો હતો.

ફ્રન્ટન લાઇન કોરોના વોરિયર્સને ૨૨ મીના રોજ ખાનપુર તાલુકાના બાકોર ખાતે કોરોના વેકિસનની રસી મૂકવામાં આવી હતી. ખાનપુર તાલુકામાં સી.એચ.સી. ડૉક્ટર -૦૧, પ્રા ડૉક્ટર -૨૪,પ્રા. ડૉક્ટર સ્ટાફ -૧૫, સ્ટાફ નર્સ( સી.એચ.સી)-૦૬, ફીમેલ હેલ્થ વર્કર -૦૮, આર.બી.એસ.કે ફાર્માસિસ્ટ -૦૨, એલ. ટી -૦૩, આશા -૨૯, એફ.આશા -૦૩, ક્લાર્ક -૦૧, એમ.પી.એચ.ડબલ્યુ -૦૩, Rbsk ડૉક્ટર -૦૧, સી. એચ. ઓ -૦૩, સ્વીપર -૦૨, સેવક -૦૨, વોર્ડ બોય -૦૨, Phc સ્ટાફ નર્સ -૦૧, ડ્રેસર -૦૧, એકાઉન્ટન્ટ -૦૫ આમ કુલ -૧૧૨ ફ્રન્ટઆ લાઇન કોરોના વોરિયર્સે કોરોનાની વેકિસનનું કવચ ગ્રહણ કર્યા બાદ તેઓએ વેકિસનથી કોઇ તકલીફ નથી, આડઅસર નથી, માટે દરેક રસી મૂકાવવી જોઇએ તેમ જણાવી ભારત-રાજય સરકાર દ્વારા મેડીકલ પ્રેકટીશનરોને કોરોના વોરિયર્સ તરીકે રસી મૂકવામાં આવી રહી છે તે બદલ આભારની લાગણી વ્યાકત કરી હતી.

બાકોર ખાતે જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ચાવડાએ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, રસી મુકાવાથી સુરક્ષિત થવાય છે, કોઇ ગંભીર આડઅસર નથી

કાલોલના ડોકટરોએ કોરોનાની રસી મુકાવી

કાલોલ: ગુરૂવારના રોજ કાલોલ ખાતે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મા કાલોલના તમામ અગ્રણી ડોક્ટરો દ્વારા કોરોના ની રસી લેવામા આવી હતી. હાલમાં કોરોના ની વેક્સિન અંગે જાત જાતની અફવાઓ બજારમાં ફરી રહી છે ત્યારે કોરોના ની રસી સુરક્ષિત છે અને તેની કોઈ આડઅસર નથી તેવો સમાજમાં સંદેશો આપવા કાલોલના ડોક્ટરો દ્વારા ગુરુવારે રસી મુકાવી હતી.

રસીકરણની શરૂઆતમાં કાલોલ ખાતે ૮૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ સ્ટાફ, એન એમ જી હોસ્પીટલના સ્ટાફ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર દ્વારા રસી લેવામા આવી હતી.હાલ કાલોલ ખાતે ડો મહેન્દ્ર તિવારી, ડો વાશુદેવ જોશી, ડો સુશ્રુત પંડ્યા, ડૉ હસમુખ શાહ , ડો સુપેડા, ડૉ હર્ષદ માછી જેવા અગ્રણી ડોક્ટરો એ વેક્સિન મુકાવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો એમ વી દોશી એ જણાવ્યુ હતુ કે આ સાથે કાલોલ સી એચ સી સેન્ટરમાં રસી લેનાર ની સંખ્યા ૧૦૦ થઈ છે.

To Top