વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી બે દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો મેળો ભરાયો હતો....
મધ્ય ગુજરાતમાં વિતેલા 48 કલાકમાં વિવિધ અકસ્માતોના વિવિધ 3 બાનાવો નોંધાયા છે જેમાં 8 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (MAMATA BANERJEE) નેતાજી સુભાષચંદ્ર બોઝ (SUBHASH CHANDRA BOSE) ની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ‘જય શ્રી રામ’...
વડોદરા: વડોદરા શહેરમાં શરૂ થયેલી એકમ કસોટી-6 ના પેપર લીક થયા છે. આજ રીતે અગાઉ પણ એકમ કસોટીના પેપર લીક કરાયા હતા....
વડોદરા: શહેરમાં નવાયાર્ડ સ્થિત પંડ્યા હોટલ પાસે રહેતા લોકોએ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનમાં કપાતમાં જતા મકાનો, દુકાનો, ઓફિસોનું યોગ્ય...
GANDHINAGAR : રાજ્યમાં આગામી ૧લી ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ના વર્ગોનું શિક્ષણકાર્ય શરૂ કરાશે અને ધો-૯ થી ૧ર પૂરતા ટ્યુશન ક્લાસિસ પણ...
GANDHINAGAR : ગુજરાત એસ.ટી. કોર્પોરેશને (GUJRAT S T CORPORATION) કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન મેળવી સતત ત્રીજા...
દિલ્હીના સિનિયર અને જાણીતા ડોક્ટર એકલા કોરોના રસી લગાવી આવ્યા ત્યારે પત્નીએ તેમનો ફોન પર ક્લાસ લગાવ્યો હતો. મજાની વાત એ છે...
વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં સરકાર હસ્તક થયેલી જમીન પર 33 દુકાન બાંધી દેવામાં આવી હતી જેની પર આજે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની...
જો પ્રજાસત્તાક દિનની પરેડ પછી કિસાનો ખરેખર હિંસા કરવા માગતા હોત તો તેઓ રાજધાની નવી દિલ્હીને ભડકે બાળી શક્યા હોત. તેને બદલે...
26 જાન્યુઆરીએ પંજાબના કલાકાર દીપ સિદ્ધૂ, (DEEP SINDHU) જેનો લાલ કિલ્લા (LAL KILLA) પર હિંસાના કેસમાં આરોપી છે, તે ફેસબુક પર લાઇવ...
ઘણી વખત સોશ્યલ મિડિયા પર GM કે HBD જેવા ટૂંકાક્ષરી મેસેજ જોઈને મન વિચારતું થઈ જાય છે.. જ્યારે તમે તમારા સ્નેહી, સ્વજન...
ભારતનાં યુવાનો પુરૂષાર્થ કરવામાં ઘણાં પાછળ છે. એકાદ પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો નિરાશા અનુભવી યાતો અનીતિનાં માર્ગે ચઢી જાય છે આ આપઘાતનાં...
નવા કૃષિ કાયદા (AGRICULTURE LAW) ને લઈને છેલ્લા બે મહિનાથી ખેડુતો દેશની રાજધાનીમાં આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા પસાર થયા બાદથી...
ભારતમાં જે દાતાઓ, ભામાશાઓ બેઠા છે તેવા વિદેશમાં નથી. વિદેશી દાતા ખૂબ ગણતરી પૂર્વકનું ધન દાન કરી નામના સાથે ધંધો પણ કરી...
ઉપરોક્ત શબ્દો ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના છે. ‘હરિનો હંસલો’ એવા રાષ્ટ્રપિતા નાથુરામ ગોડસેના હાથે વીંધાયા તે તારીખ હતી. તા. 30.01.1948 શુક્રવાર, સ્વતંત્રતા...
કેન્દ્ર સરકાર છોકરીઓની લગ્નવય 18ના બદલે 21 કરવાની દરાખાસ્ત પર વિચારણા કરી રહી છે. આમ તો બાળલગ્ન પ્રતિબંધ ધારો છેક 1929થી અમલમાં...
એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા...
વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજાર પણ વેચાય ઓછું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 430.27 અંકના ઘટાડા સાથે 46,979.66 પર કારોબાર...
દેશમાં કૃષિ કાયદાના વિવાદે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતો દ્વારા છેલ્લા બે માસથી પ્રદર્શનો કરવામાં આવી...
મંગળવારે મિડવેસ્ટમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આની પાછળનું કારણ શિયાળુ તોફાનને લીધે આ વિસ્તારમાં 15 ઇંચના બરફના થર...
સુપ્રીમ કૉર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર બુધવારે સ્ટે મુક્યો હતો. જેના દ્વારા એક વ્યક્તિને ‘જાતીય ગુનાઓમાંથી સંરક્ષણ (પોસ્કો)’ અધિનિયમ હેઠળ મુક્ત કરવામાં...
જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે. જે વાયરસનું બે વર્ષ પહેલો...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા...
સુરત: એક બાજુ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે લગાતાર 10 માસથી ટેસ્ટિંગ પર ભાર મૂકી સંક્રમિતોને શોધવા જહેમત ઉઠાવવામાં...
વડોદરાના ડેસરના પીપરછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉં.વ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખી પોતાનું અને અસ્થિર...
જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે....
અને તમે કોરોના ટેસ્ટ માટે નાકમાંથી દાંડી ઘાલીને લેવાતા સ્વૉબને ખરાબ માનતા હતા!! ચીને હવે બીજિંગમાં કોવિડ-19 માટે ગુદામાંથી સ્વૉબ લેવાનું શરૂ...
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી બે દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો મેળો ભરાયો હતો. જેમાં કુલ 1451 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
આ ઉમેદવારોમાં ત્રણ ધારાસભ્ય એક સંસદ સભ્ય અને એક પૂર્વ કોર્પોરેટરના પરિવારમાંથી પણ ટિકિટની માગણી કરવામાં આવી છે. જેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે બે દિવસની કસરત બાદ નિરીક્ષકો અને સ્થાનિક મોવડી મંડળે એક વોર્ડ પ્રમાણે 16 ઉમેદવારની યાદી તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવાનો નિર્ણય કર્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપે બે દિવસ દરમિયાન પાંચ વિધાનસભા મતવિસ્તારને ધ્યાનમાં રાખી 15 નિરીક્ષક ને ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ કક્ષાએથી મોકલ્યા હતા.
આ નિરીક્ષકોએ બે દિવસ દરમિયાન કાર્યકર્તાઓને સાંભળ્યા હતા જેમાં ઉંમરનો બાદ નક્કી કરવામાં આવ્યો છે તે રીતે ભણતર અંગે પણ ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવારને જ ટિકિટ આપવાની માગણી થઇ હતી તો બીજી બાજુ જે કાર્યકર જે વોર્ડમાં રહેતા હોય ત્યાંથી જ ટિકિટ આપવી જોઈએ અને રિઝર્વેશન મુકવામાં આવ્યા છે તે બેઠક પરથી જ તે જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.
તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સામે પરિવારવાદ આ અંગે અવારનવાર વિવાદ સર્જી રહ્યું છે ત્યારે હાલના ભાજપના ત્રણ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા મધુ શ્રીવાસ્તવ અને અભેસિંહ તડવી ના દીકરાએ ટિકિટની માગણી કરી છે જ્યારે સંસદ સભ્ય રંજનબહેન ભટ્ટના બહેન જેઓ અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેઓએ ફરી ટિકિટની માગણી કરી છે.
જેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપમાં ઉમેદવારોનો જે રીતે રાફડો ફાટયો છે તે રીતે જોતા સ્થાનિક મોવડીમંડળ પણ વિમાસણમાં મુકાઇ ગયું છે જેથી બે દિવસ ની કસરત બાદ શહેર ભાજપ મોવડી મંડળ અને નિરીક્ષકોએ સંકલન સમિતિમાં એક વોર્ડ પ્રમાણે જે ચાર બેઠક છે. તેમાં કોઈ માં સર્વ સંમતિ સધાઈ નથી જેથી એક વોર્ડ દીઠ પ્રમાણે એ.બી. સી .ડી. એમ ચાર કેટેગરી રાખી 16 ઉમેદવારની યાદી તૈયાર કરી છે. જે યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવાની નક્કી કર્યું છે.