ત્રણ દાયકા અગાઉ ઓનલાઇન બૂકસેલર તરીકે એમેઝોનની સ્થાપના કરનાર જેફ બેઝોસ હવે 1.7 લાખ કરોડ અમેરિકી ડૉલરના મૂલ્યની આ વૈશ્વિક ઇ-કૉમર્સ જાયન્ટના...
GANDHINAGAR : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા પ્રસ્થાપિત ‘ચાણક્ય –એવોર્ડફોર ટીચર એજ્યુકેશન’ (CHANKAY AWARD FOR...
વોશિંગ્ટન,તા. 03 (પીટીઆઇ): યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ત્રણ એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા છે જે બાબતે તેમણે કહ્યું હતું કે આ આદેશો...
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાં તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીને (Election) લઇને વહીવટીતંત્ર સજજ થઇ ગયું છે. તાલુકાના 221 મતદાન કેન્દ્રો માટે 28...
બુધવારે રાહુલ ગાંધી ( RAHUL GANDHI) એ એક પ્રેસ કોન્ફરન્સ ( PRESS CONFRANCE) કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સામાન્ય બજેટ...
છેલ્લા ઘણા દાયકાઓથી હવાના પ્રદૂષણને લીધે ગ્લોબલ વોર્મિંગ ( GLOBAL WARMING) ના જોખમોને ચેતવણી આપવામાં આવી રહી છે. તેના પરિણામે અમે હવામાન...
બેંગ્લુરૂ,તા. 3(પીટીઆઇ): સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી,...
દુબઈ. (Dubai) સંયુક્ત આરબ અમીરાત એટલે કે, યુએઇનું એક એવું શહેર જેના વિશે તમે ઘણું જાણતાં હશો! દુબઈના તમે વીડિયો જોયા હશે,...
આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના ( RIHAANA) અને પર્યાવરણ પ્રેમી કાર્યકર ગ્રેટા થેનબર્ગ (GRETA THENBARG) દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યા બાદ બોલીવૂડ સુપરસ્ટાર...
DILHI : દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલન (FARMER PROTEST) ને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર,...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મંગળવારે વધુ 20 પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સિનની આડ અસર જોવા મળી હતી. તેઓને સારવાર આપીને રજા...
સુરત: (Surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની (Vaccination) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી જ...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસે (Congress) 52 ઉમેદવારનાં નામ જાહેર કરી દેતાં જ ભડકો થયો છે. ઘણા ઉમેદવારો સામે...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને ભારે ચહેલ પહેલ જોવાઈ રહી છે. ભાજપે પણ...
સુરત: (Surat) ઈન્ડીગો એરલાઇન્સ (Indigo Airlines) દ્વારા દ્વારા સમર શિડ્યુલમાં બે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી તા. 28 માર્ચથી...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણીનાં (Election) નગારાં જોરશોરથી વાગવા માંડ્યાં છે. તેમજ ભાજપની ટિકિટ માટેની ફોર્મ્યુલા તેમજ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાની...
અંકલેશ્વર, નવસારી, વલસાડ: (Navsari, Valsad, Ankleshwar) દક્ષિણ ગુજરાત હવે કોરોના મુકત તરફ જઇ રહ્યુ હોય તેમ આજે નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં...
બિગ બોસના પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમ (swami om) વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામી ઓમનું થોડા સમય પહેલા નિધન...
હાલમાં હોલીવુડ સિંગર રિહાના (SINGER REHANA) ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. રિહાનાએ ખેડૂત આંદોલન ( FARMER PROTEST) વિશે એક ટ્વીટ કર્યું...
સુરત: શહેરના પરવત પાટિયા ખાતે મેડિકલ શોપમાં નોકરી કરતા યુવાનને પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ હનીટ્રેપમાં ફસાવી શરીર સુખ માણવા દબાણ...
મિયા ખલિફાએ ઇન્સ્ટા સ્ટોરી પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. એક વિરોધકર્તાએ તેમાં એક પોસ્ટર પણ હાથમાં લીધેલું છે, જેમાં કહેવામાં...
BIHAR : બિહારના રાજપાકરના ભલુઇમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલા ધારાસભ્ય પ્રતિમા કુમારી (PRATIMA KUMARI) ની છેડતીનો મામલો સામે આવ્યો છે....
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) માટે ઉમેદવારોની પસંદગીના ધોરણોમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે...
રત એરપોર્ટના વેસુ તરફના રન-વે પર મોટા વિમાનના લેન્ડિંગ વખતે 36 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગના બાંધકામોની ઉંચાઇ નડે છે તે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં...
26મી જાન્યુઆરી રિપબ્લિક દિવસે કિશાન આંદોલનને કારણ જે અરાજકતા ફેલાય આખો દેશ શર્મ અનુભવે છે એટલું જ નહિ કિશાનો પણ આવા આંદોલનની...
જે કાર્યો કરવાથી વ્યકિત, સમાજને, રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે...
કલ્પના વૈદ, ચર્ચાપત્રમાં ખરુ જ કહે છે કે કચરાપેટીઓ આડેધડ હટાવી લેવાથી, સુરત શહેર વધુ ગંદુ બનતું જાય છે. બે વર્ષ પહેલાં...
જીવનમાં આપણી ઈચ્છાઓ ને અરમાનો જ આપણા ખરાં હમસફર છે. સંત કબીરજીએ ગાયું છે કે શરીર મટી જાય તો પણ આપણી ઈચ્છાઓ-તૃષ્ણાઓ...
તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે તાજેતરમાં જે નિર્ણય લીધો છે તે સ્તુત્ય...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ત્રણ દાયકા અગાઉ ઓનલાઇન બૂકસેલર તરીકે એમેઝોનની સ્થાપના કરનાર જેફ બેઝોસ હવે 1.7 લાખ કરોડ અમેરિકી ડૉલરના મૂલ્યની આ વૈશ્વિક ઇ-કૉમર્સ જાયન્ટના સીઇઓ પદેથી રાજીનામું આપશે અને કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે. બેઝોસે કહ્યું કે તેઓ એમના અન્ય સાહસો અને પેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. બુધવારે જ એમેઝોને જાહેરાત કરી હતી કે તેનું ચોખ્ખું વેચાણ 38% વધીને 386.1 અબજ અમેરિકી ડૉલર થયું છે. 2019માં તે 280.5 અબજ ડૉલર હતું. એમેઝોને કહ્યું કે 2021ના ત્રીજા ત્રિમાસિકમાં જેફ એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકામાં આવી જશે. કંપનીના ક્લાઉડ બિઝનેસ, એમેઝોન વેબસર્વિસના સીઇઓ એન્ડી જેસી એ સમયે કંપનીના નવા સીઇઓ બનશે.
એમેઝોનના 13 લાખ કર્મચારીઓને પાઠવેલા ઇ મેલમાં બેઝોસે કહ્યું કે તેઓ એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકામાં તેમની ઉર્જાઓ-શક્તિઓને નવી પ્રોડક્ટ્સ અને વહેલી પહેલ પર કેન્દ્રિત કરવા માગે છે. સીઇઓ તરીકે બહુ ઉંડી જવાબદારી હોય છે. આ જવાબદારી સાથે બીજા કશા પર ધ્યાન કેન્દ્રિત કરવું બહુ મુશ્કેલ છે. નવી ભૂમિકા સાથે હું એમેઝોનની મહત્વની પહેલોમાં રોકાયેલો રહીશ પણ બેઝોસ અર્થ ફંડ, બ્લુ ઑરિજિન જેવી અન્ય પહેલ પર પણ ધ્યાન આપવાની જરૂર હોવાથી આ માટે મને જરૂરી સમય અને શક્તિ મળી રહેશે. આ નિવૃત્તિની વાત નથી. આ નવી સંસ્થાઓને હોઇ શકે એવી ગાઢ અસર અંગે હું અતિ ઉત્તેજિત છું.
બેઝોસે કહ્યું કે એમેઝોનની યાત્રા 27 વર્ષ અગાઉ શરૂ થઈ જ્યારે કંપની એક વિચાર માત્ર હતી અને કોઇ નામ ન હતું. એ વખતે મને ઘણી વાર પૂછાતું કે ઇન્ટરનેટ શું છે? સદનસીબે મારે લાંબો સમય એનો ખુલાસો ન કરવો પડ્યો. આજે આપણા 13 લાખ કર્મચારીઓ છે, કરોડો ગ્રાહકો અને ધંધાઓને સેવા આપીએ છીએ, અને વિશ્વની સૌથી સફળ કંપનીઓમાં ગણના થાય છે. આ કેવી રીતે શક્ય બન્યું? શોધ-કલ્પના. આપણી સફળતાનું મૂળ શોધ અન નવસર્જન છે. મને નથી લાગતું કે એમેઝોન સિવાય કોઇ કંપનીનો શોધનો ટ્રેક રેકોર્ડ હોય. હું માનું છું કે એમેઝોન હાલ સૌથી ઇન્વેન્ટિવ છે.
1995માં ઓનલાઇન બુકસ્ટોર તરીકે એમેઝોનની સ્થાપના થઈ ત્યારથી સીઇઓ
1995માં એમેઝોનની સ્થાપના થઈ ત્યારથી જેફ કંપનીના સીઇઓ રહ્યા છે. ઓનલાઇન પુસ્તકો વેચતી કંપનીને તેમણે વૈશ્વિક રિટેલ અને લૉજિસ્ટિક જાયન્ટમાં ફેરવી નાખી. એના પરિણામે જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન પામે છે.
બેઝોસની નજર હવે સ્પેસ અને ક્લાઇમેટ ચેન્જ પર રહેશે
બેઝોસ હવે એમના અન્ય સાહસો અને પેશન્સ ‘બેઝોસ અર્થ ફંડ’, ‘બ્લુ ઑરિજિન’ પર ધ્યાન આપવા માગે છે.
બ્લુ ઑરિજિન
આ સ્પેસ ટુરિઝમ પ્રોજેક્ટ છે અને બેઝોસે 2000માં શરૂ કર્યો હતો. તેણે સિંગલ રોકેટ સફળતાપૂર્વક છ વાર ઉપયોગમાં લીધું છે. હવે તેઓ તેઓ હરીફ એલન મસ્ક (ટેસ્લા-સ્પેસ એક્સ) સાથે સ્પેસ સ્પર્ધામાં છે.
ધ ડે 1 ફંડ
બેઝોસે એના બે અબજ ડૉલરના દાન સાથે પોતાની પૂર્વ પત્ની જોડે 2018માં આની શરૂઆત કરી. હાલના નહીં નફાના ઉદ્દેશવાળા સંગઠનોને ફંડિંગ માટે એની સ્થાપના થઈ.
બેઝોસ અર્થ ફંડ
ફેબ્રુઆરી 2020માં 10 અબજ ડૉલર સાથે એની શરૂઆત થઈ. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે તે વૈજ્ઞાનિકો, અને એને લગતી પ્રવૃત્તિઓમાં રોકાણ કરે છે.
વૉશિંગ્ટન પૉસ્ટ
બેઝોસે આ અખબારને 2013માં ખરીદ્યું હતું. ત્રણ વર્ષમાં તેમણે એનો વેબ ટ્રાફિક બમણો કરી દીધો હતો.
બેઝોસના અન્ય વળગણો
સેલ્ફ ડ્રાઇવિંગ કાર- જૂન 2020માં એમેઝોને સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્સી કંપની ઝૂક્સ ખરીદી લીધી.
ઇન્ટરનેટ સેટેલાઇટ- એમેઝોનનો પ્રોજેક્ટ કુઇપેર 3000થી વધુ ઇન્ટરનેટ સેટેલાઇટને પૃથ્વીની નિમ્ન ભ્રમણકક્ષામાં મોકલવા ધારે છે.