Top News

More Posts

   The Latest

Most Popular

હમણાં ટી.વી. ઉપર એક ઘટના જોઇ. પાકિસ્તાનમાં એક મુસ્લીમ ધર્મ ગુરુ, એક હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવે છે. હિન્દુ યુવતિના ચહેરા ઉપર દુ:ખ સિવાય કશું જ નથી. એણે માથે સાડી ઓઢી છે. આ ઘટના સ્વયં સંદેશ આપે છે કે પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક હિન્દુ છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લીમો શાદી કરી લે છે.

આમ પાકિસ્તાનમાં વર્ષ દરમ્યાન એકાદ હજાર હિન્દુયુવતિઓને બળજબરીપૂર્વક મુસ્લીમ બનાવી દેવામાં આવે છે અને પછી શાદી માટે મજબુર કરવામાં આવે છે. ધર્મ પરિવર્તન સ્વેચ્છાએ હોય તો મંજૂર પણ આ રીતે કેમ ચલો? હવે સવાલ એ થાય છે કે પાકિસ્તાનમાં લઘુમતી તરીકે સબડતી હિન્દુ પ્રજાને બચાવવા માટે આ દુનિયામાં કોઇ તૈયાર નથી?ક્રુરતા અને બળજબરી તે કેમ ચલાવી લેવાય? કયાં ઘોરી રહયા છે માનવઅધિકાર પંચો?

સુરત              – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top