Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: મુસ્લિમ યુવાને ક્રિશ્ચિયન નામની ઓળખાણ આપીને હિંદુ યુવતીને લગ્ન પૂર્વે બળાત્કાર ગુજારીને બે વાર ગર્ભવતી બનાવી હતી. ધર્મપરિવર્તન કરાવાર નરાધમ વિરૂધ્ધ હિંદુ યુવતીએ ધર્મ સ્વાતંત્રત્યતા સુધાર અધિનિયમ, બળાત્કાર અને એટ્રોસીટી મુજબ ગુનો નોંધાવતા ગોત્રી પોલીસે વાસનાભુખ્યા કટ્ટરવાદીને ઝડપી પાડયો હતો. હિંદુવાદી કહેતા ભાજપના રાજમાં ભગવો લહેરાતો હોવા છતાં હિંદુ મહિલાઓ અને યુવતીઓ લેશમાત્ર સુરક્ષિત નથી.છાશવારે લઘુમતિ કોમના તત્વો હિંદુ યુવતીઓને પટાવીને ફસાવીને ફોસલાવીને લાલચ આપીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરે છે અને ધર્મ પરિવર્તન કરાવીને જીવન બરબાદ કરી નાંખે છે.

આવો જ હિંદુ સમાજ સમક્ષ લાલબત્તી સમાન બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો હતો. તરસાલી વિસ્તારમાં રહેતો સમીર અબ્દુલ કુરેશી મટનની દુકાનમાં કામ કરે છે. સન ૨૦૧૯ માં મુસ્લિમ હોવા છતાં ક્રિશ્ચિયન માર્ટીન સેમ નામનું સોશિયલ મિડિયા પર એકાઉન્ટ બનાવ્યું હતું. હિંદુ યુવતીને ઓનલાન પરિચય થતાં નરાધમે પ્રેમના પાઠ ભણાવવાનો પ્રારંભ કર્યો હતો. ખોટી ઓળખ અને ધર્મ છૂપાવીને સમીર ઉર્ફે માર્ટિને લગ્નની લાલચ આપી હતી અને વારંવાર અલગ અલગ હોટલોમાં લઈ જઈને યુવતીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતો હતો.

યુવતીની જાણ બહાર તેના અંગતપળોના ફોટા પાડીને બ્લેકમેલ કરવાની ધમકી આપતો હતો. બે વર્ષ સુધી અનહદ શારિરીક શોષણ કર્યા બાદ ફેબ્રુઆરી માસમાં કટ્ટરપંથી યુવાને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવીને નિકાહ કરાવ્યા હતા. લગ્નના ત્રણ માસમાં જ પોત પ્રકાશતા સાસરિયાએ પરિણીતાને ધર્મ નહીં પાળવા બાબતે ત્રાસ આપતા હતા અને જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલીને ત્રાસ આપતા હતા.

To Top