Top News

More Posts

   The Latest

Most Popular

નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં આવેલા સેક્ટર 20 સ્થિત APMC માર્કેટમાં તા.6 જુલાઇ ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ આગ અનાજના ગોદામમાંથી શરૂ થઈ હોવાનું અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે ટૂક સમયમાં જ બજાર વિસ્તારમાં ધુમાડાનો ઘેરો છાળો જોવા મળ્યો હતો અને લગભગ 8 થી 10 ટ્રક તથા ટેમ્પો આ આગમાં લપેટાઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, આગ APMCના ટ્રક ટર્મિનલના ભાગમાં લાગી હતી. ઘટનાની જાણ થતાંજ પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ત્રણ કલાક સુધી સતત પ્રયાસો બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. જોકે, આગના કારણે થયેલા નુકસાનનું સચોટ આંકલન હજી સુધી બહાર આવ્યું નથી.

આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ લાખો રૂપિયાનું માલસામાન બળી ગયા હોવાની આશંકા છે. ભીષણ આગના લીધે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોને સ્થળ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ માર્કેટ નવી મુંબઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં રોજબરોજ અનાજ અને કાચા માલનું લેવડદેવડ થાય છે. અહીં આવતા અનેક ખેડૂતોએ જણાવ્યું કે તેમનું માલસામાન પણ આગમાં બળી ગયું હોવાની શક્યતા છે.

આગ શા કારણે લાગી તે અંગે હાલ કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાણવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ પણ આ ઘટનાની વિગતવાર તપાસ કરશે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.

To Top