Top News

More Posts

   The Latest

Most Popular

લારા દત્તા એ વાતે ખુશ તો હશે કે ચારેક વર્ષે તે ‘બેલબોટમ’માં દેખાશે. આ દરમ્યાન તેણે અભિનય જ નથી કર્યો એવું ય નથી. ‘બીચમ હાઉસ’ નામની ટી.વી. સિરીયલમાં બેગમ સમરુ લારા જ બનેલી અને ગયા વર્ષે ‘હન્ડ્રેડ’ માં એસીપી સૌમ્ય શુકલા પણ બની હતી. પરંતુ તે જાણી ચુકી છે કે ફિલ્મો પાસે હવે બહુ આશા ન રાખવી. તેની ‘બંદા યે બિન્દાસ હે’ ફિલ્મ રેડી છે પરંતુ તેમાં ગોિવંદા ને તબુ છે એટલે લાગે છે કે એ ફિલ્મ પાસે વધારે આશા નહીં  રાખવી. ગોવિંદા હવે ભુલાયેલો સ્ટાર છે. પણ હા, ‘બેલબોટમ’ પાસે તેને આશા છે.

તેમાં અક્ષયકુમાર, વાણી કપૂર અને હુમા કુરેશી છે છતાં તે આ આશા રાખી રહી છે. ૪૦ પછીની અભિનેત્રીઓને પોતાની આવનારી દરેક ફિલ્મ મોટી લાગે છે પણ તે સમજતી નથી હોતી કે ધારો કે એ ફિલ્મ બોકસ ઓફિસ પર મોટી સાબિત થાય તો પણ એ સફળતા તેના નામે નથી ચડવાની. લારા ‘ડોન-2’, ‘નો એન્ટ્રી’, ‘અંદાઝ’ માં ય હતી પણ હવે તેને તેની અપેક્ષાનું કામ નથી મળતું.લારાની ઓળખ એ સ્ટાયલીશ એકટ્રેસ છે પણ વે તેની પાસે સ્ટાયલ દેખાડવા મળે એટલી ફિલ્મ નથી હોતી.

મહેશ ભૂપતી સાથે લગ્નના ૧૧ વર્ષમાં તેની કારકિર્દી ધીમી પડી ગઇ છે. હવે બિપાશા બાસુને કામ નથી મળતું તેમ લારાને ય નથી મળતું. કદાચ ‘મી ટુ’ ચળવળમાં તે એકટિવ હતી એટલે પણ આ સ્થિતિ હોય શકે છે. આ કારણે જ તે ટી.વી. તરફ વળી હતી પણ હવે માધુરી દિક્ષીત, હુમા કુરેશીથી માંડી અનેક કામ કરવા તૈયાર હોય તો લારાને કોણ પૂછે? આમ છતાં પણ તે તેના કુટુંબને સાચવવા માટે કામ કરતી રહેવા માંગે છે.

To Top