Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : શહેરના જાણીતા બિલ્ડરને સાત લાખ આપવાની સામે બે કરોડની માંગણી કરનાર સોશ્યલ મિડીયા સ્ટાર કિર્તી પટેલ અને તેના મળતિયાઓ સામે બે કરોડની ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • બિલ્ડરને મનીષા નામની યુવતી સાથેના વિડીયો રેકોર્ડ કરીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરાયું
  • વિજય સવાણીને સાત લાખ રૂપિયા ફલેટના લેવાના નીકળતા હતા તેની સામે તેણે બિલ્ડરને ફસાવવા હનીટ્રેપ કર્યુ

આ મામલે બિલ્ડર વજૂભાઇ કારોડીયા દ્વારા દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેઓએ વર્ષ 2017માં વેલંજામાં વિજય સવાણીએ તેઓ પાસેથી ફલેટની ખરીદી કરી હતી. તેના નાણાં વિજય આપી શકે તેમ નહીં હતો. તેથી તેઓએ સાત લાખ રૂપિયા પરત આપવાના થતા હતા. નોટબંધીને કારણે તેઓએ આ નાણા આપવા માટે થોડો સમય માંગ્યો હતો. દરમિયાનમાં ત્યાર બાદ સાત લાખની સામે વિજય સવાણીએ 30 લાખ માંગતા કામરેજ પોલીસ મથકમાં વિજય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વિજય સવાણીના નાણા આપવા કિર્તી પટેલે સોશ્યલ મિડીયા મારફત ધાક ધમકી આપવાનું શરૂ કર્યું
આ મામલે વિજય સવાણી વિવાદીત સોશ્યલ મિડીયા સ્ટાર કિર્તી પટેલનુ શરણું લીધું હતું. ત્યાર બાદ કિર્તી પટેલે સોશ્યિલ મિડીયામાં વિજયને ધાક ધમકી આપવાનુ શરૂ કર્યુ હતું. ત્યાર બાદ બિલ્ડર વજૂભાઇ કોરડીયાને ફાર્મ હાઉસમાં મિટીંગ માટે બોલાવાયો હતો. ત્યાં તેના અંગત પળોના વિડીયો મનીષા નામની યુવતી સાથેના છે. તે સોશ્યિલ મિડીયામાં પબ્લીશ કરવાની ધાક ધમકી ઝાકીર અને કિર્તી પટેલ દ્વારા આપવામાં આવી હતી.

કિર્તી પટેલે મનીષા સાથેના વિડીયો પ્રસિદ્ધનહી કર વા માટે બે કરોડની માંગણી કરી
બિલ્ડર વજૂભાઇના મનીષા સાથેના વિડીયો પબ્લીશ નહી કરવા હોયતો બે કરોડ રૂપિયાની માંગણી કિર્તી પટેલ, ઝાકીર અને મનીષા દ્વારા કરવામાં આવી હતી. તેમાં વિજય પણ સંડોવાયેલો હતો. આ મામલો કાપોદ્રા પીઆઇ અસૂરા પાસે પહોંચતા તેઓએ ખંડણીનો ગુનો મોડી રાત્રે દાખલ કર્યો હોવાની વિગત જાણવા મળી છે.

To Top