Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં તરીકે ફરજ બજાવતા વિજયકાંત શ્રીવાસ્તવ ટીબી સેન્ટર ના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લીનાબેન જાગરાની માનસિક ત્રાસથી જાન ગુમાવી હતી જેમાં તેના પરિવારજનો દ્વારા મેડિકલ ઓફિસર અને લીનાબેન જાગરાણી પર આક્ષેપો સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી જોકે પાણીગેટ પોલીસે અત્યારે હાલમાં એડી દાખલ કરવામાં આવી છે વધુ તપાસ કર્યા બાદ અન્ય ગુના દાખલ કરવામાં આવશે.

વિભાગમાં ચાલતું એક કૌભાંડ બહાર લાવ્યા હતા. 2015માં રસ્તા ઉપર ફરતી ગાડીમાં કોઇ ખામીના હોય અને ગેરેજમાં બતાવી લાખો રૂપિયાનું કૌભાંડ બહાર તેઓ લાવ્યા હતા. સીટી ટીબી સેન્ટરમાં કોન્ટ્રાકટ પર ડિસટીક પ્રોજેક્ટ કોઓર્ડિનેટર  લીલાબેન ચાગરાણી છે તેઓએ ગાડી રીપેરીંગ 2 લાખ નું કોટેશન બિલ રજૂ કરીને 99 હજાર પાસ કર્યા હતા. ત્યારબાદ લીનાબેન ચાંગાણી તરફથી તેમને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું જોકે લોહા જે માનસિક ત્રાસ આપ્યો હતો કે વિજયકાંતનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. પરિવારજનો સીટી ટીબી સેન્ટરમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લીલાબેન જાગરાણી અને મેડિકલ ઓફિસર પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ કર્યા બાદ બીજો  ગુનો પણ દાખલ કરવામાં આવશે

પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ કે પી પરમારે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો દ્વારા મેડિકલ ઓફિસર અને પ્રોજેકટ કો ઓરડીનેટ લીલાબેન જાગરાણી  પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેઓના માનસિક ત્રાસથી મોત થયું છે.પોલીસે પ્રાથમીક તપાસ ચાલુ કરી દીધી. પોલીસ તપાસમાં કર્યા બાદ બીજા  ગુનો પણ દાખલ કરવામાં આવશે.

પોલીસ જો નિષ્પક્ષ તપાસ નહીં કરે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું

પૂર્વ વિપક્ષી નેતા અને મૃતકના ભાઈ ચન્દ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપવામાં આવી છે જેમાં પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે વિડિયો અને કાગળો રજૂ કરવામાં આવ્યા છે. અને પોલીસ પર પૂરો ભરોસો છે અને અમને ન્યાય અપાવશે. પોલીસ જો નિષ્પક્ષ તપાસ નહીં કરે તો અમે હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવી શું.

To Top