Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા રસ્તામાં અડચણરૂપ વાહનો તથા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા ટ્રાફિક ની સમસ્યા સર્જતાં પાલિકા ની દબાણો શાખાએ  પાર્ક કરેલા ટુ વહીલરવાહનો પાલિકાએ ટોઇન કરાવી  ટ્રાફિક વિભાગ ને સોપીયા હતા. વશહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે ખરીદી કરવા આવતા લોકો  રસ્તાની વચ્ચોવચ પોતાના વાહનો પાર્ક કરી જતા રહેતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આડેધડ વાહનો પાર્કીંગ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેના કારણે અકસ્માતો નો ભોગ પણ નાગરિકો બને છે. 

લારી પથારા ધારકો ઉભા રહેતા દબાણ નું ભારણ વધે છૅ. ત્યાર મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમે  રસ્તાને અડચણરૂપ વાહનો જપ્ત કરી દબાણો દુર કર્યા હતા આ દરમિયાન પાલિકાના કર્મચારીઓ અને વાહનચાલકો સાથે રકઝક ના દ્રશ્યો સર્જાયા હતા.13 થી વધું વાહનો ટોઇન કરાવી ટ્રાફિક વિભાગ ને સિપિયા હતા. પદ્માવતી શોપિંગ સેન્ટર અને ન્યાય મંદિર દરવાજાની આસપાસ કેટલાક બેદરકાર ઓ ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક કરે છે. પાલિકાની દબાણ શાખા ની ટીમ દબાણ હટાવ્યા બાદ લારી અને પથરાવાળા ફરી ત્યાં દબાણ ઊભું કરી દે છે જોકે આજે વાહનો નહીં મુકવા પાલિકાએ કડક સૂચના આપી છતાં પણ વાહનો ત્યાં મુકતા પાલિકાએ વાહન હટાવી દબાણ ખુલ્લુ કર્યું હતું.

To Top