નવી દિલ્હી: દિલ્હી (delhi)માં શનિવારે સવારે ભારે વરસાદ (heavy rain)ના કારણે એરપોર્ટ (airport) પરિસરમાં પાણી ભરાયા હતા, જેમાં ત્રણ ફ્લાઇટ્સ રદ (flight...
શુક્રવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ રદ થયા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એક મોટો આંચકાજનક નિર્ણય લીધો...
સુરત: (Surat) સુરત શહેરમાં ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન (Ganesh Visarjan) માટે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલી...
મુંબઇ : માન્ચેસ્ટર (Manchester)ના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી ઇંગ્લેન્ડ (England) સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ (test match)માં ભારતીય ટીમ (Indian cricket team)...
પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે પૂર્ણ થતાં ગયા મહિને સફળતાની ઉજવણી કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દેતાં સમગ્ર...
છેલ્લા ઘણા દિવસોથી તાલિબાનો (Taliban)ને પાકિસ્તાની (Pakistani) સમર્થન પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અફઘાનિસ્તાન (Afghanistan)માં નવી રચાયેલી તાલિબાની સરકારમાં નાયબ વડા...
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ પણ અચાનક જ થઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી (Chief Minister) તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ...
ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat cm) વિજયભાઈ રૂપાણી (Vijay rupani)એ અચાનક મિચ્છામિ દુકડ્ડમ કહી દેતા સમાચારોનું બજાર ગરમ થયું છે. અને નવા સીએમના નામો...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રુપાણીના રાજીનામા (Resignation) બાદ ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. હાલ વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીની સરકારે પાંચ...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ઉજવાય અને નર્મદા ડેમ છલકાય તે પહેલાં જ ગુજરાતમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગાંધીનગરમાં...
આપણો દેશ એટલે વિવિધતામાં એક્તા રાખનારો દેશ. આપણા દેશમાં અનેક જાતિના લોકો વસે છે. જેના રીતિરિવાજો–તહેવારો જુદા જુદા હોય છે. ચાતુર્માસથી શરૂ...
દાહોદ: દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક મહિલા સહિત ત્રણ ઈસમોએ પોતાના કબજાની બે મોટરસાઈકલો પર સવાર થઈ આવ્યાં હતાં અને દાહોદ...
શહેરા: શહેરાના જૂના વલ્લભપુર ગામ ખાતે પસાર થતી મહીસાગર નદીમા સ્થાનિક લોકો ને ગુરૂવારના દિવસે ચાર વાગ્યાની આસપાસ જૂની વાડી ગામના સગીરની...
નડિયાદ: માતર પંથકની સગર્ભા મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાતી હતી. તે વખતે સગર્ભાને રસ્તામાં જ પ્રસુતીની પીડા ઉપડતાં ૧૦૮ ની...
વડોદરા: પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ હિન્દુઓ જેમ ગણેશ ચતુર્થી હોય છે તેમ જૈન ધર્મમાં આને સંવત્સરી પર્વ કહેવાય છે . આજે...
વડોદરા : નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે ગણેશોત્સવના સંદર્ભમાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના...
વડોદરા : દિલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી 25 વર્ષીય મામાની પરિણીત દીકરીને લગ્નની લાલચ આપી હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ...
વડોદરા : શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ તથા આર્કિટેક વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય આધેડની સવાદ ગામે આવેલી કિંમતી જમીન...
વડોદરા : શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા પાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની શહેર માં...
વડોદરા : વડોદરા શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો હતો.કોરોનામાં સપડાયા બાદ અશક્ત બનેલ પતિ સાયકલ પરથી પડી જતા કુદરતી હાજત બંધ...
વડોદરા : ગણેશોત્સવનાં તહેવાર ધ્યાને લઈ તેમજ રોગચાળાની પરિસ્થિતી હોય નગરજનોના આરોગ્યને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાક શાખાનાં ફૂડ...
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી બચવા માટે વેક્સિનની વકીલાત કરવા માંડી ત્યારે અમે સવાલ કર્યો હતો કે ‘‘દુનિયાની આખી વસતિને વેક્સિનના બે ડોઝ...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિના જણાવ્યા પ્રમાણે સ્વચ્છ ભારત સર્વેક્ષણ હેઠળ કેન્દ્ર સરકારે દેશના ફાઇવ સ્ટાર સીટીનું એનાલીસિસ કરી રેન્કિંગ જાહેર કર્યા...
આપણે સૌ પ્રભુનાં સંતાનો છીએ. જગતના કર્તાહર્તાને ખબર જ છે કયે સમયે કોને શું આપવું? છતાં દરરોજ મંદિરે જતાં દર્શનાર્થીઓ પ્રભુ પાસે...
આપણા સમજામાં બાળકો માટે અનાથાશ્રમ છે. ઘરડા માટે ઘરડાઘર છે પણ મધ્યમ વયના યુવકો/પુખ્ત કે કહો તેમને માટે કોઇ જ વ્યવસ્થા નથી....
૧૯૩૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૧,૫૫,૫૧૫ બ્રિટિશરો હતા, જેમાં ૧,૧૦,૧૩૭ પુરુષો અને ૪૫૪૧૮ મહિલાઓ હતી, ૧૯૦૧ માં ૧,૧૨,૬૮૭ બ્રિટિશ પુરુષો અને...
આ જ નામથી પહેલાં સુરતમાં સિનેમા રોડની ઓળખાણ હતી.આજે મલ્ટિપ્લેક્સ અને અત્યંત આધુનિક સગવડ ધરાવતાં થિયેટર શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ હું...
સુરત શહેરમાં ‘ટ્રાફિક સીગ્નલ’ ચાર રસ્તા પાસે, ભિખારીનાં નાના નાના છોકરાં/છોકરી, નાના બાળકને હાથમાં લઇને ફરતી મહિલા અને ભીખ માટે અાજીજી કરે...
‘દરેક બાળકની પહેલી શિક્ષક તેની માતા હોય છે’ અને ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’ …આ થીમ ઉપર શાળામાં એક અનોખી ઇવેન્ટ...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
નવી દિલ્હી: દિલ્હી (delhi)માં શનિવારે સવારે ભારે વરસાદ (heavy rain)ના કારણે એરપોર્ટ (airport) પરિસરમાં પાણી ભરાયા હતા, જેમાં ત્રણ ફ્લાઇટ્સ રદ (flight cancle) કરવામાં આવી હતી અને પાંચ ફ્લાઇટ્સ જયપુર અને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો હતા. દિલ્હી એરપોર્ટ પરથી કેટલાક વિડીયો (video) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ઘણી કાર ડૂબી ગયેલી જોવા મળી હતી. વિડીયોમાં લોકોને એરપોર્ટના પ્રવેશદ્વાર સુધી પહોંચવા માટે પાણીમાંથી ચાલતા અથવા પાણીથી બચવા માટે ઊંચાઈ ઉપર ઉભા રહેવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ (tweet) કર્યું હતું કે તેમણે એરપોર્ટ સત્તાવાળાઓ સાથે વાત કરી છે અને “તેમને કહેવામાં આવ્યું હતું કે 30 મિનિટમાં પાણી નીકળી ગયું છે”. એરપોર્ટ નજીકના એરોસિટી વિસ્તારમાં પણ સવારે પાણી ભરાયા હતા અને લોકો પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓમાંથી પોતાની કારને સાફ કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં ઘણી વૈભવી હોટલ પણ આવેલી છે.

વીડિયોના જવાબમાં દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ ટ્વિટર પર જણાવ્યું હતું કે “અચાનક ભારે વરસાદને કારણે એરપોર્ટનું આંગણું થોડા સમય માટે પાણી ભરાઈ ગયું હતું.” “અમારી ટીમે તરત જ સમસ્યાની નોંધ લીધી અને તે ઉકેલાઈ ગઈ છે,” તેમણે કહ્યું કે સવારે 9 વાગ્યાથી કામ સામાન્ય થઈ ગયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે શનિવારે સવારે એરપોર્ટ પરથી પાંચ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. સ્પાઇસ જેટની બે ફ્લાઇટ અને ઇન્ડિગો અને ગોફર્સ્ટની એક -એક ફ્લાઇટ જયપુર તરફ વાળવામાં આવી છે. દુબઇથી દિલ્હી આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને અમદાવાદ તરફ વાળવામાં આવી છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે ખરાબ હવામાનને કારણે દિલ્હીથી ઉપડતી ત્રણ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

નાગરિક સંસ્થાઓ અનુસાર, મોતી બાગ અને આર કે પુરમ સિવાય, મધુ વિહાર, હરિ નગર, રોહતક રોડ, બદરપુર, સોમ વિહાર, આઈપી સ્ટેશન પાસે રિંગ રોડ, વિકાસ માર્ગ, સંગમ વિહાર, મેહરૌલી-બદરપુર રોડ, પુલ પ્રહલાદપુર અંડરપાસ, મુનિરકા, રાજપુર ખુર્દ, નંગલોઇ અને કિરારી સહિતના અન્ય માર્ગો પર પણ પાણી ભરાયા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર પાણી ભરાવાની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા. ટ્વિટર પર મુકવામાં આવેલા વીડિયોમાં, કથિત રીતે મધુ વિહારમાં પાણી ભરાયેલા રસ્તાઓ, કેટલીક DTC ક્લસ્ટર બસો પાણીમાં ઉભી બતાવવામાં આવી હતી અને અન્ય મુસાફરો ડૂબી ગયેલા રસ્તાઓ પરથી તેમના વાહનો ખેંચતા જોવા મળ્યા હતા. ટ્વિટર યુઝર્સે મિન્ટો બ્રિજ, આઈટીઓ અને નંગલોઈ બ્રિજ નજીક સદર બજાર વિસ્તારમાં પાણી ભરાવાના વીડિયો પણ પોસ્ટ કર્યા છે.