લોડરહિલ : વેસ્ટઇન્ડિઝ અને એમરિકાની યજમાનીમાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની સફર પૂરી થતાંની સાથે જ તેમના કોચ ગેરી કર્સ્ટને ટીમને લઈને...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોકસભા મતવિસ્તાર જાળવી રાખશે અને કેરળમાં તેમની વાયનાડ બેઠક ખાલી કરશે જ્યાંથી તેમનાં...
કોપનહેગન (ડેનમાર્ક): ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે ચીને તેના અણુ શસ્ત્રો જાન્યુઆરી 2023માં 410થી વધારીને જાન્યુઆરી 2024માં 500...
નવી દિલ્હી: કેન્દ્રમાં મોદી. 3.0 સરકાર બન્યા બાદથી ભારતીય શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. રોજ બજાર નવી ઊંચી સપાટીને સ્પર્શ...
સુરત: આખરે અડધો જૂન મહિનો પૂરો થયા બાદ સુરત શહેરમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. રાત્રિના અંધકારમાં કે વહેલી સવારે ઝાપટું કરીને અલોપ...
અમેરિકાનો ડોલર આજે વિશ્વની સૌથી મજબૂત કરન્સી ગણાય છે, તેનું કારણ અમેરિકાની સમૃદ્ધિ નથી, પણ તેણે ખનિજ તેલનું ઉત્પાદન કરતાં દેશો સાથે...
હમણાં બ્લડ ડોનેશન ડે ના દિવસે એક સરસ મેસેજ લખાવવા યુવાનોનું ટોળું પ્રોફેસર પાસે ગયું અને કહ્યું, ‘સર, બ્લડ ડોનેશન દિવસ માટે...
ઊંચા ગજાની ધારણા બાંધી હોવાથી, શિલા..શારદા..શૈફાલી. .જેવાં નામો મને તારો ઝામો પડે તેવાં નહિ લાગ્યાં. એટલે લાવ ‘શૈલી’ થી સંબોધનનો વઘાર કર્યો..!...
નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં માતા પિતા બાળકના એડમિશન ( ડોનેશન આપીને એડમિશન મળે એટલે પ્રવેશ શબ્દ વાપર્યો નથી)...
વિશ્વભરમાં હવાઇ મુસાફરીઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે, માલસામાનનું પરિવહન કરતા કાર્ગો વિમાનોનું પ્રમાણ પણ વધ્યું છે તે સાથે જ એરપોર્ટો પર અને...
સૌ જાણે છે કે ગમે ત્યાં મંદિર ઊભું કરનારા ‘સબ ભૂમિ ગોપાલ કી’ સમજે છે. પોતાના વિસ્તારમાં મંદિર ઊભું થાય તો તેનો...
સ્કુલમાં ભણતાં બાળકો પણ હવે સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ પ્રશ્ન કરતાં થઈ ગયેલ છે.મારા પૌત્રે ચૂંટણી વખતે એકા એક પ્રશ્ન કર્યો કે...
માનવજીવનમાં અનેક પ્રકારના સમાધાન કરવાના સંજોગો-પ્રસંગોની અવરજવર થતી હોય છે. ક્યારેક સ્વહિત કે જાહેર હિત માટે સમાધાન કરવામાં આવે છે. ક્યારેક કોઈ...
પ્રથમ રેસીડેન્સી ખાતે ગુ.રા.યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબીરનું આયોજન 100 થી વધુ ગૃહિણીઓ અને યુવતીઓએ તાલીમ શિબિરમાં ભાગ લીધો : (...
સંજેલી નગરમાં હિટ એન્ડ રજની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંજેલી નગરમાં બેકાબુ બનેલી ઇકો કારના ચાલકે અકસ્માત.સર્જ્યો હતો. Gj 07...
શીતલ ગ્રાઉન્ડની પાછળના વિસ્તારમાં વર્ષોથી ચાલતી બબાલમાં ટાઉન પી.આઈ. સામે આક્ષેપ થયા..(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેરમાં શીતલ ગ્રાઉન્ડની પાછળ આવેલી પ્રકાશનગર સોસાયટીમાં બે...
કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણથી ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો. કંટાળી વિધવાએ ફરિયાદ નોંધાવતા પાણીગેટ વિસ્તારમાં રહેતા પરીણિત...
પીઆઇ એચ એમ વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોના માતા-પિતા મહામુસીબતે શોધી કાઢ્યા બાદ સંતાનો સહીસલામત રીતે તેમને પરત સોંપવામાં...
ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના માળ ફળિયામાં રહેતી ૧૧ વર્ષીય તમન્નાબેન પોતાના ખેતરે કામ કરીને આવતા તેની બે બહેનપણીઓ સાથે નાહવા માટે પાટાડુંગરી...
શહેરના યુવક અને યુવતીઓમાં નશામુક્તિ માટે જાગૃતતા આવે તે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા જાગૃતિ માટે પ્રોગ્રામ અને રેલીનું...
દાહોદ તા.૧૭ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભગવાન શિવજીના મંદિરના પટાંગણમાં બકરીનું વાઢેલું માથુ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા ફેંકી નાસી જતાં...
નવી દિલ્હી: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તા. 17 જૂનને સોમવારે અચાનક વીજળી ગુલ થવાને કારણે હંગામો મચી ગયો હતો....
નવી દિલ્હી: દેશનું સૌથી મોંઘું શહેર કયું છે? દિલ્હી કે મુંબઈ?, કયા શહેરમાં જીવન નિર્વાહનો ખર્ચ એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ સૌથી...
નવી દિલ્હી: સાઉદી અરેબિયાના મક્કામાં હજ સિઝન ચાલી રહી છે. હજ 14 જૂનથી શરૂ થઈ હતી અને 19 જૂન સુધી ચાલશે. આ...
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (LokSabha elections) બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારીઓ શરૂ કરી દીધી છે....
વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય : તમે અમારી પાસે આવો, ના કામ થાય તો અમે તમારા માટે છે,ની શહેર ભાજપ અધ્યક્ષે...
યાત્રાધામ પાવાગઢ ખાતે મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ...
વડોદરા: ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રનો પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શહેર...
નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા (BS Yeddyurappa) આજે CID સમક્ષ હાજર થયા હતા. વાસ્તવમાં તેમના...
ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના બારેજા ખાતેથી પતિ-પત્નીને દબોચી હરણી પોલીસને સોપ્યા પ્રતિનિધિ વડોદરા તા. 17વડોદરાના વીઆઈપી રોડ પર રહેતા મહિલા શિક્ષકના પુત્રને કેનેડાના...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
લોડરહિલ : વેસ્ટઇન્ડિઝ અને એમરિકાની યજમાનીમાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની સફર પૂરી થતાંની સાથે જ તેમના કોચ ગેરી કર્સ્ટને ટીમને લઈને મોટો ખુલાસો કરીને કહ્યું હતું કે પાકિસ્તાની ટીમમાં એકતા જેવું કંઇ નથી.
પાકિસ્તાની ચેનલ જિયો ટીવી અનુસાર, ગેરી કર્સ્ટને કહ્યું હતું કે પાકિસ્તાનીઓ તેને એક ટીમ કહે છે, પરંતુ તે ટીમ નથી. તેઓ એકબીજાનું સમર્થન કરતાં નથી. દરેક વ્યક્તિ ડાબે અને જમણે અલગ અલગ ચાલે છે. મેં ઘણી ટીમો સાથે કામ કર્યું છે, પરંતુ મેં આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી.
ગેરી કર્સ્ટનના મતે પાકિસ્તાનની ટીમ હજુ પણ દુનિયાથી ઘણી પાછળ છે. તેમણે કહ્યું હતું કે આટલું ક્રિકેટ રમવા છતાં કોઈ ખેલાડીને ખબર નથી હોતી કે કયો શોટ ક્યારે રમવો. કર્સ્ટને સ્પષ્ટ કર્યું છે કે જે ખેલાડીઓ આ પાસાઓમાં સુધારો કરશે તે જ ટીમમાં રહેશે, જ્યારે આવું નહીં કરનારાઓને ટીમમાંથી હાંકી કાઢવામાં આવશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડકપ 2024 પહેલા પાગેરી કર્સ્ટનને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. એ ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ગેરીના કોચિંગ હેઠળ 2011નો વર્લ્ડકપ જીત્યો હતો. પરંતુ પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપ 2024ના પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગયું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં સવાલોથી બાબર ચિડાયો, મને બલિનો બકરો ન બનાવો
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટી-20 વર્લ્ડકપ 2024માં ટીમ અને ખુદના ખરાબ પ્રદર્શન અંગે અહીં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર સવાલો કરાતા તે ચિડાયો હતો અને કહ્યું હતું કે ત્યાં 11 ખેલાડી રમતા હતાં હું એકલો નહોતો રમતો. ટીકાનો સામનો કરી રહેલા બાબર આઝમે કહ્યું કે તેણે કેપ્ટનશીપ છોડવાનું વિચાર્યું નથી અને આ અંગે કોઈ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સાથે વાતચીત કર્યા બાદ લેવામાં આવશે.
ટી-20 વર્લ્ડકપના પ્રારંભિક તબક્કામાં બહાર નીકળવાને કારણે ભારે ટીકાનો સામનો કરી રહેલા પાકિસ્તાનના કેપ્ટનને આયર્લેન્ડ સામે રમાયેલી મેચ પછી પૂછવામાં આવ્યું કે શું તેની કેપ્ટનપદેથી રાજીનામું આપવાની કોઈ યોજના છે તો તેણે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે જ્યારે હું પાકિસ્તાન પાછો જઈશ, ત્યારે અમે અહીં બનેલી તમામ બાબતોની ચર્ચા કરીશું. જો મારે સુકાની પદ છોડવું પડશે તો હું તમને આ નિર્ણય ખુલ્લેઆમ જણાવીશ. હું પડદા પાછળ કંઈપણ જાહેર કરીશ નહીં. જે થશે તે બધાની સામે થશે.
તેણે પીસીબી સામે અંગુલિનિર્દેશ કરતાં કહ્યું હતું કે મેં કેપ્ટનશિપ છોડી ત્યારે મેં વિચાર્યું હતું કે હું આ ભૂમિકા ફરી ક્યારેય નહીં લઈશ, બાબરે કહ્યું કે પીસીબીએ તેને ફરીથી કેપ્ટનશિપ આપી છે અને તેના ચાલુ રાખવાનો કોઈ પણ નિર્ણય માત્ર તેનો જ રહેશે. હું કેપ્ટન છું, એટલા માટે તમે વારંવાર મારા પર આંગળી ચીંધો છો, હું બધા ખેલાડીઓની જગ્યાએ રમી શકતો નથી. ટીમમાં 11 ખેલાડીઓ છે અને દરેકની પોતાની ભૂમિકા છે.