Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરના સીમાડા ખાતે બે સંતાનોની માતા સાથે પ્રેમસંબંધ (Love Affair) બાંધી પતિ (Husband) સાથે છુટાછેડા (Divorce) લેવડાવી શરીર સંબંધ બાંધી તરછોડી દેવાઈ હતી. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ (Arrest) કરી વધારે તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા વિસ્તારમાં રહેતી 28 વર્ષની બે સંતાનની માતા સાથે રાહુલ રામજીભાઇ જીવાણી ( ઉ.વ.30, રહે. શીવધારા એપાર્ટમેન્ટ, રાજહંસ ટાવરની સામે, મોટાવરાછા તથા મુળ ગારીયાધાર, ભાવનગર) પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. રાહુલ સાથે લગ્ન કરવા મહિલાએ પતિને છૂટાછેડા આપી બે બાળકી પણ સોંપી દીધી હતી. બાદમાં રાહુલે લગ્ન માટે ઇનકાર કરી દેતા મહિલા માટે ન ઘરની ન ઘાટની જેવી સ્થિતિમાં મુકાઈ હઈ હતી. છેવટે મહિલાએ રાહુલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગઈકાલે આરોપી રાહુલ રામજીભાઇ જીવાણીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહુવાના ફેસબુક મિત્રએ સુરતની વિધવાને ભોગવી ‘મારે સગાઈ થઈ ગઈ છે’ કહી તરછોડી
મહુવામાં હનુમંત હોસ્પિટલ રોડ, સ્વામીનારાયણ ગુરૂકુલની બાજુમાં રહેતો શ્યામ પીઠાભાઇ ગીયડ (ગઢવી)ની મુલાકાત સરથાણામાં રહેતી વિધવાની સાથે ફેસબુક ઉપર થઇ હતી. આ મહિલાના પતિનું પાંચ વર્ષ પહેલા જ આકસ્મિક મોત થયું હતુ અને ત્યારબાદ તે પોતાની પુત્રી અને બહેનપણી સાથે સરથાણા વિસ્તારમાં રહેતી હતી. શ્યામ ગઢવી વિધવા સાથે મિત્રતા કરીને મળવા માટે સુરત આવ્યો હતો. ત્યારબાદ શ્યામ વિધવાને લગ્ન કરવાનું વચન આપીને તેના જ ઘરે રહેવા લાગ્યો હતો. શ્યામે વિધવાને તેનો આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ એક ફોટો લગ્નના રજીસ્ટ્રેશન માટે આપ્યો હતો. વિધવાને લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર પણ ગુજારાયો હતો.

આ દરમિયાન શ્યામનો ભાઇ રામ ગઢવી અને તેનો મિત્ર ભારતગીરી ગૌસ્વામી સુરત આવ્યા હતા અને વિધવા તેમજ શ્યામ ગઢવીની સાથે જ રહેવા લાગ્યા હતા. આ બંનેએ વિધવાને કહ્યું કે, તમે જે લગ્ન કરવાના છો તેમાં સાક્ષી તરીકે અમે સહી કરવાના છીએ. શ્યામ અને વિધવા બંને લગ્ન કરવા માટે ગયા ત્યારે શ્યામએ વિધવાને કહ્યું કે, મારી ગામમાં સગાઇ થઇ ગઇ હતી, અને કોમવાદની મેટર ચાલતી હતી, પરંતુ મારા ભાઇએ તેમાં સમાધાન કરાવી લીધું છે. એટલે હવે મારે તારી સાથે લગ્ન નથી કરવા. તું લગ્નની વાત ભુલી જજે’. શ્યામ વિધવાને તરછોડી જતો રહ્યો હતો. બનાવ અંગે વિધવાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

To Top