ગુજરાત: ગુજરાત (Gujarat) વિધાનસભાનું બજેટ (budget) સત્ર આગામી તા. બીજી માર્ચથી શરૂ કરવા માટે રાજ્યપાલે આહવાન કર્યું છે. લગભગ એક મહિના સુધી...
સુરત: (Surat) ડુંભાલના વેપારી પાસેથી દિલ્લીની (Delhi) મહિલા વેપારી (Lady Trader) અને અમદાવાદના દલાલે 2.96 કરોડનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી...
ભારતની મંદિર સંસ્કૃતિ પૌરાણિક, અદ્ભુત અને અનુપમ રહી છે. આપણા સૌનું આસ્થાકેન્દ્ર મંદિર રહ્યાં છે. ઇસ્કોન અને સ્વામીનારાયણ પંથ દ્વારા નૂતન મંદિરોનું...
કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના આદ્યસ્થાપક સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર ગુજરાત રાજયના ખેડા જીલ્લાના આણંદ તાલુકાના સારસા ગામથી દસેક માઇલ દૂર કાસોર ગામની...
જળધારાશિવલિંગ પર જલની અખંડ ધારા થાય છે તે અખંડ ચિંતન કે અખંડ શિવધ્યાનનું પ્રતીક છે. આ જલધારા દ્વારા એમ સૂચિત કરવામાં આવે...
ભગવાનના વ્યાપક સ્વરૂપના પરિચય પછી હવે તેમનાં નામ-સ્મરણનો મહિમા સમજીએ. અત્યાર સુધીની સદીઓએ માનવ જાતને શું આપ્યું છે? નોબેલ વિજેતા શ્રી ટી.એસ....
સુરત: (Surat) ભેસ્તાન ખાતે રહેતા અને વેસુ ખાતે બજાજ ફાયનાન્સમાં (Bajaj Finance Company) એજન્ટ તરીકેની નોકરી કરતા યુવકે એક મૃતક સહિત 6...
આળસની પરિભાષા સૌને સુવિદિત જ છે. પોતાના કે પોતાને સોંપાયેલાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા રાખવી, બેદરકારી રાખવી, તેને યોગ્ય સ્વરૂપમાં ન કરવા અને...
નિંદા અને ઇર્ષ્યા ખૂબ જ કાતિલ દોષો છે. માણસ ગમે તેટલો સારો હોય પણ તેનામાં આ બે દોષ હશે તો તેની જિંદગી...
જેઓ પાસે લખલૂટ પૈસો છે તે લોકોએ હૃદયથી માનવું જોઇએ કે આ પૈસાનો હું માલિક નથી મને તો ઇશ્વરે નિમિત્ત બનાવ્યો છે...
સુરત: (Surat) પાંડેસરા ખાતે શ્રીરામ નગર સોસાયટીમાં ગત ડિસેમ્બર મહિનામાં બંધ રૂમમાં પ્લાસ્ટિકની તાડપત્રી, ચટાઈ અને ચાદરમાં લપેટી દોરી વડે બાંધીને સળગાવેલી...
ભરૂચ: ભરૂચના (Bharuch) કુકરવડા (Kukarwada ) ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ (Brewery) પર ગ્રામજનોએ જનતારેડ કરી 15 થી વધુ ભઠ્ઠીઓ તોડી પાડી હતી....
વ્યારા: સોનગઢ (Songadh) તાલુકાના અંતરિયાળ ગામ ખેરવાડાના (Kherwada) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં (health center) જન્મેલી વનિતા નરેશ વસાવાની બેબી ગર્લ ચાઈલ્ડનું (baby girl...
પદ અને પ્રતિષ્ઠા કોને ન ગમે? સૌને ગમે. મોટાભાઈ થવાનું હોય તો તૈયાર પણ જવાબદારી વિના. આજના માણસને વિશેષ પદ જોઈએ છે....
બિન સરકારી સંગઠન ઓક્સફેમ ઈન્ડિયા તરફથી તાજેતરમાં એક સર્વે મુજબ દેશના ટોચના દસ ધનપતિઓની મિલકત થકી 25 વર્ષ સુધી દેશના દરેક બાળકોને...
દુનિયામાં વર્ષોથી મહામારીઓ તો આવ્યા જ કરે છે. નાના નાના વારયસો તો ચાલ્યા જ કરે છે. અમુક રોગો એવા હોય છે કે...
પશ્ચિમના દેશવાસીઓ પોતાની ઓળખ જાતિ-સંપ્રદાયની નહીં પણ પોતાના દેશ-રાષ્ટ્રના સંદર્ભમાં આપે છે. ચૂંટણી માટે રાજકીય પક્ષની ગતિવિધિ અનુસાર સ્વસ્થતાની મતદાન કરે છે,...
ધંધૂકા: ધંધૂકા (Dhandhuka) ના કિશન ભરવાડની (Kishan Bharwad) હત્યા કેસના (murder case) પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં પ્રદર્શન કરી...
અમદાવાદ ધંધુકાના કિશન ભરવાડની હત્યાના કેસમાં જેહાદી ષડયંત્ર હોવા ઉપરાંત આ હત્યા કેસનું કનેક્શન પાકિસ્તાનમાં હોવાનું પણ બહાર આવ્યું છે. પાકિસ્તાનના કટ્ટરપંથી...
નવી દિલ્હી: ફાંસી (Hanging) જેવો શબ્દ સાંભળીને કોઈ પણ વ્યક્તિને દિવસે તારા દેખાવા લાગે છે અને જીવન-મરણ વચ્ચેનું અંતર ડરવા લાગે છે....
સુરત: સોશિયલ મીડિયામાં (social media) ફેમ્સ (famous) થવા માટે યુવાનો જાત જાતના અખતરા કરતા હોય છે. શોર્ટ વીડિયો (short video) બનાવવા યુવાનો...
વાપી : સૌરાષ્ટ્રની Saurashtra) મીયાણા ગેંગ (Miyana gang ) લોકોને એકના ત્રણ ગણા પૈસા કરાવી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી (Fraud) કરી...
આણંદ : ધંધુકામાં કિશન ભરવાડની કટ્ટરવાદી મૌલવીઓના ઈશારે વિધર્મી યુવકોએ કરેલ હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.સામાન્ય ઝગડો લાગતો કિસ્સો પોલીસ...
નડિયાદ: કઠલાલમાં શનિવારના રોજ રાત્રીના સમયે હિન્દુ-મુસ્લિમ યુવકોના ટોળા વચ્ચે સોશ્યલ મિડીયામાં વિડિયો અપલોડ કરવા મુદ્દે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલાં મુસ્લિમોના...
ભરૂચ : દહેજની (Dahej) રાલીઝ ઇન્ડિયા કંપનીની (Rallies India Company) કન્સ્ટ્રક્શન સાઇટ પર પરપ્રાંતિય મહિલા કડિયાકામે ગઇ હતી. જ્યાં સિદ્ધી કન્સ્ટ્રક્શન (siddhi...
દાહોદ: દાહોદના ગોૈરક્ષાદળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધંધુકા શહેરમા કિસન ભરવાડની...
દાહોદ: સંજેલી ખાતે માંડલી રોડ પર આવેલી ગૌચરની જમીનમાં પૂર્વ સરપંચ અને તેના પરિવાર દ્વારા દબાણ કર્યા હોવાની ગામના જાગૃત નાગરિક દ્વારા...
વ્યારા: સોનગઢ (Songhadh) તાલુકાના ધનમૌલી ગામેથી જાન લઈને ઉનાઈના ચરવી ગામે જતી ખાનગી બસ (Bus) સાથે આયસર ટેમ્પો (Eiser Tempo) ધડાકાભેર અથડાતા...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.રવિવારે નવા 2011 કેસ નોંધાયા હતા.જ્યારે કોરોનાથી 3 વ્યક્તિઓના મોત થતા કુલ...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.રવિવારે નવા 2011 કેસ નોંધાયા હતા.જ્યારે કોરોનાથી 3 વ્યક્તિઓના મોત થતા કુલ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું

ગુજરાત: ગુજરાત (Gujarat) વિધાનસભાનું બજેટ (budget) સત્ર આગામી તા. બીજી માર્ચથી શરૂ કરવા માટે રાજ્યપાલે આહવાન કર્યું છે. લગભગ એક મહિના સુધી બજેટ સત્ર ચાલશે. 30 માર્ચ સુધી ચાલનારાં વિધાનસભા (Assembly) સત્રમાં અંદાજ પત્ર, પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે. જયારે 3જી માર્ચે વિધાનસભામાં નાણાંમંત્રી (Finance Minister) બજેટ રજૂ કરશે. બજેટના દિવસો નજીક આવવાથી પાટનગર ગાંધીનગરમાં (Gandhi nagar) નાણાં વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વિધાનસભા સત્રને પગલે વિપક્ષના રાજકીય આગેવાનો વિવિધ મુદ્દે સરકારને ભિડવવા તૈયારીઓ શરૂ કરી છે.
વિપક્ષ સત્રને તોફાની બનાવી શકે છે
2જી માર્ચથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ અને અંદાજપત્ર પર ચારેક દિવસ ચર્ચા થશે. 31મી માર્ચ સુધી ચાલનારાં સત્રમાં છ અથવા આઠેક દિવસ બે-બે બેઠકો યોજાશે.સત્ર દરમિયાન નવી સરકારે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવો પડી શકે છે વિપક્ષના નેતાઓ સરકારને અલગ અલગ મુદ્દે ઘેરી સત્રને તોફાની બનાવી શકે છે. ખેડૂતોની સમસ્યા ઉપરાંત મોંઘવારી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત અન્ય મુદ્દાઓને લઇને વિપક્ષ સરકાર પર આક્રમણ કરી શકે છે. પરંતુ આ આક્રમણોનો સામનો કરવા સરકાર પમ પૂર્વ તૈયારીઓ કરી રહી છે.
ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવી સરકાર ખેડૂતો, મહિલાઓ ઉપરાંત યુવાઓને રાજી રાખવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. આ વખતે બજેટમાં નવા કરવેરા શક્યતા નહીવત છે. પરંતુ ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના છે. બજેટનું કદ પણ 2 લાખ કરોડને પાર કરી જશે. અત્યારથી જ પાટનગર ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો દોર શરૂ થયોગયો છે. વિવિધ વિભાગો સાથે બેઠકો શરૂ થઇ ગઈ છે. તા.3જી માર્ચે નાણાં મંત્રી વિધાનસભામાં અંદાજ પત્ર પણ રજૂ કરશે. નાણા મંત્રી કનુ દેસાઇ પહેલીવાર વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા સત્રમાં અંદાજપત્ર માટે ધમધમાટ શરૂ થયો છે. ગાંધીનગરમાં આજે દરેક વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા બજેટ લક્ષી પ્રેઝન્ટેશનને મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે. ત્યાર બાદ બજેટ તૈયાર થશે અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારના પ્રથમ નાણાંમંત્રી તરીકે વિધાનસભામાં બજેટ રજુ કરશે.