નવસારી : નવસારી (Navsari) વંદે માતરમ સોશિયલ ગ્રુપ દ્વારા ઇ-શ્રમ કાર્ડ (e-shram card) વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસારી સાંસદ સી.આર....
ગ્રીષ્માની હત્યાને નજરોનજર જોનાર તેની માતા અને ભાઈ ધ્રુવના આંસું રોકાતા નથી. ભાઈ ધ્રુવે કહ્યું કે, હું સાત મીટર દૂર હતો. દુનિયાનો...
સુરત: ઘર નજીક ભાઈ અને માતાની નજર સામે ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરનાર ફેનિલના હાથ-પગ કાપી જાહેરમાં જ્યાં ગ્રીષ્માની હત્યા થઈ તે...
સુરત: (Surat) શહેરમાં દુષણ બનેલા કપલ બોક્ષ (Couple box) અને સ્પા યુવાધનને અવળા રસ્તે લઈ જઈ રહ્યા છે. આ ગંભીર મુદ્દે પાસોદરામાં...
નવી દિલ્હી: (New Delhi) રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે (Ministry of Road Transport and Highways) બુધવારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટુ-વ્હીલર...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના કડોદ ખાતે દેસાઇ ફળિયામાં પત્ની સાથે છૂટાછેડા (Divorce) બાદ બાળકોના (Children) કબજા બાબતે થયેલી બોલાચાલીમાં યુવકે સાળાનું ગળું...
વલસાડ: (Valsad) વલસાડ શહેરમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વકૃત્વ સ્પર્ધાનું (Eloquence Competition) આયોજન થયું હતુ. જેમાં 3 વિષય પૈકી એક...
સુરત: પાસોદરામાં માતા અને ભાઈની નજર સામે 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની તેના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલ ગોયાણીએ ગળું કાપી હત્યા...
નવી દિલ્હી: (New Delhi) ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લઇ કેન્દ્રીય આરોગ્ય સચિવ (Union Health Secretary)...
કર્ણાટક: કર્ણાટકમાં (Karnatak) હિજાબ વિવાદ ઉપર આજે અરજદાર તરફે વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. વકીલ રવિવર્મા કુમારે બેન્ચ સામે એવી દલીલો કરી...
મુબંઈ: ટીવી (TV)ની દુનિયામાં એકતા કપૂરને (Ekta Kapoor) ‘ટીવીની રાણી’ કહેવામાં આવે છે. પોતાના શો દ્વારા તેણે લોકોના દિલમાં એવી જગ્યા બનાવી...
દમણ: (Daman) શેરી, મહોલ્લામાં ક્રિકેટ રમતી વખતે ઝઘડો થવો, બેટથી એકબીજાને મારવા જેવી અનેક ઘટનાઓ બનતી જોઈ અને સાંભળી હશે, પરંતુ દમણમાં...
સુરત: (Surat) જમીનની મોટી સોપારી ફોડનાર સજ્જુ ઉર્ફે સાજુ કોઠારી (Sajju Kothari) પોલીસને ચકમો આપીને ભાગી ગયો છે, પરંતુ હજુ પણ તેની...
ધરમપુર : ધરમપુર (Dharampur) અને આસપાસના અનેક ગામોમાં નાદુરસ્ત લોકો સ્ટેટ હોસ્પિટલમાં (Stat Hospital) સારવાર માટે અહીં આવે છે. દૂર દૂરના ગામોથી...
સોનીપત: પંજાબી (Punjabi) ફિલ્મ અભિનેતા (Film Actor) તેમજ 26 જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર થયેલ હિંસાની બાબતમાં જામીન પર છૂટેલા દીપ સિધ્ધુનું...
સુરત: (Surat) ગયા મહિને સચીન જીઆઈડીસીમાં (Sachin GIDC) કેમિકલ કાંડ (Chemical leakage scam) બની ગયો. 6 કમભાગી શ્રમિકોના ઝેરી ગેસના લીકેજના લીધે...
નવી દિલ્હી: (New Delhi) દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA Ajit Dobhal)ના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે ડોભાલના...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહ પોલીસે (Police) ‘નો ટોબેકો’ (No Tobacco) ઓપરેશન અંતર્ગત પ્રદેશનાં વિવિધ વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પર છાપો મારી લાખ્ખો રૂપિયાના...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાની ચિચીનાગાવઠા રેંજની વનકર્મીઓની (Forester) ટીમે નડગખાદી દાવદહાડ નજીકનાં માર્ગમાંથી ગેરકાયદેસર સાગી ચોરસા ભરેલ પીકઅપ વાનને ઝડપી પાડી...
સુરત: (Surat) સુરતના હજીરામાં (Hajira) આવેલી આર્સેલર મિત્તલ -નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લી.ના સ્ટીલ પ્લાન્ટ સામે સાયન્ટિફિક પ્રોસેસ વિના પ્રદૂષિત વેસ્ટ વોટર (Waste...
કામરેજ: ઘલુડી (Ghaludi) ખાતે ભાઈના ઘરે પતિ, બાળકો સાથે રહેતી બેનને ભાઈએ ચરિત્ર પર શંકાના (Doubt) લઈને ગળાના ભાગે કોઈતો મારી લોહીલુહાણ...
સુરત : (Surat) સુરત શહેરમાં એસીપી અને ડીસીપી એરકન્ડીશન ઓફિસની બહાર નીકળતા નથી. આ અધિકારીઓ વહીવટદારો સાથે વાત કરવા સિવાય જાણે કોઇ...
રાજપીપળા: ડર કે આગે જીત હૈ.. નાંદોદના 80 વર્ષના વૃદ્ધે આ ટેગ લાઈનને સાચી સાબિત કરીને બતાવી છે. બન્યું એવું કે નાંદોદ...
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી (Home minister) અમિત શાહના (Amit shah) એક ફોનથી તમિલનાડુના (Tamil Nadu) રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર અને તમિલનાડુની...
સુરત : (Surat) મધ્યરાત્રીએ ઝંખવાવથી (Zankhwav) નીકળી અમરોલી (Amroli) અંજની ઇન્ડસ્ટ્રીઝ નજીકથી વહેલી સવારે સુરત આવી રહેલા બે મિત્રોની બાઇક સ્લીપ (Bike...
મુંબઈ: બોલિવુડના મશહૂર સંગીતકાર બપ્પી લહેરીનું મંગળવારની રાત્રે 69 વર્ષની ઉંમરે દુ:ખદ નિધન થયું છે. કભી અલવિદા ના કહેના.. જેવું સુમધુર ગીત...
સુરત : બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પદુકોણ આજે દિવસભર સુરતની મહેમાન બની હતી. જાણીતી ટેક્સટાઇલ બ્રાન્ડની સાડી માટે દીપિકાએ આજે સુરત એરપોર્ટ...
કર્ણાટકની ભાજપ સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજબ પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને હાઈ કોર્ટે પણ પોતાના વચગાળાના આદેશમાં તેને અનુમોદન આપ્યું, તેને કારણે...
આણંદ : આણંદના યુવાનોને રોજગારી મળે તે હેતુથી જિલ્લામાં 17મી અને 22મી ફેબ્રુઆરીના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર,...
નડિયાદ: નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે સાકર વર્ષાની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવશે. જેની તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી. ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવસારી : નવસારી (Navsari) વંદે માતરમ સોશિયલ ગ્રુપ દ્વારા ઇ-શ્રમ કાર્ડ (e-shram card) વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસારી સાંસદ સી.આર. પાટીલના (C R Patil) હસ્તે 5 હજારથી વધુના ઇ-શ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે શ્રમિકો માટે કાર્ડ બનાવવાની યોજના બહાર પાડી હતી. જે યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકો માટે 8 હજાર કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. જે યોજનાનો લાભ શ્રમિકો મળે તેના માટે નવસારીમાં વિવિધ જગ્યાએ ઇ-શ્રમ કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. નવસારી વંદે માતરમ સોશિયલ ગ્રુપ દ્વારા રવિવારે ઇ-શ્રમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નવસારી સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે 5600 ઇ-શ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જોકે શ્રમિક કાર્ડ બનાવવા માટે ઘણા બધા પુરાવાઓ માંગવામાં આવે છે. પરંતુ કોઈપણ વ્યક્તિ શ્રમિક યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, નગરસેવિકા કૃતિકાબેન પાટીલ, પિયુષભાઇ ગજેરા, રમેશભાઈ વાળા સહીતના આગેવાનો તેમજ વંદે માતરમ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.
ચીખલીના તલાવચોરામાં લાભાર્થીઓને આયુષ્યમાન, ઇ-શ્રમિક કાર્ડનું વિતરણ
ઘેજ: ચીખલી તાલુકાના તલાવચોરામાં જગદીશ્વર મહાદેવજીના મંદિરના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ, ઇ-શ્રમિક કાર્ડ તેમજ વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તલાવચોરામાં સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, મહામંત્રી જીગ્નેશ નાયક, ડો. અશ્વિન પટેલ, બાંધકામ અધ્યક્ષ દીપાબેન, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ, તાલુકાના પ્રમુખ મયંકભાઇ અગ્રણી, બાબુકાકા સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ૬૫ જેટલા આયુષ્યમાન ભારત કાર્ડ તથા ૨૦૦ જેટલા ઇ-શ્રમિક કાર્ડોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના ભરત સુખડિયાના સહયોગથી વિધવા બહેનોને ૨૫૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તલાવચોરાના ડેપ્યુટી સરપંચ ડો. અશ્વિન પટેલે દાતાઓ પ્રત્યે પણ આભારની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. અમીતાબેને કર્યું હતું.