ગાંધીનગર: સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ વિના મૂલ્યે અપાશે .રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત...
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. અપેક્ષા મુજબ સત્ર શરૂ થતાં જ લોકસભામાં ભારે હોબાળો થયો. સવારે 11 વાગ્યે રાષ્ટ્રગીત પછી...
2006ના વર્ષમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા સાત સીરીયલ બ્લાસ્ટો બાદ આખા દેશમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. તા.11 જુલાઈ, 2006ની સાંજે માત્ર...
સંસદનું ચોમાસુ સત્ર 2025 આજથી શરૂ થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્રની શરૂઆતમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘દરેક પરિવારના...
વડોદરા તા.21વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં કોઠીના ઢાળ પાસે યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ વહેલી સવારે મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ...
આપણે ત્યાં શાળાઓ, સરકારી કચેરીઓ, કોર્ટ, કોલેજ તથા માર્કેટો અને બજારોમાં રવિવારે જાહેર રજા રાખવામાં આવે છે. રવિવાર એટલે SUNDAY . સૂર્યનો...
સમગ્ર દેશનાં તમામ રાજયોમાં, શહેરોમાં અગણિત નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ વિસ્તરેલી છે. બેન્ક કરતાં ઝડપી અને ઓછા ડોક્યુમેન્ટ યા લોન પાસ કરવાની...
આંધ્રપ્રદેશના તિરુપતિ શહેરથી ગતરોજ રવિવારે સાંજે હૈદરાબાદ માટે જતી થયેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું....
હાલમાં કેરી અણધાર્યા વરસાદને લીધે તથા પવનના વાવાઝોડામાં પડી ગઈ. વર્તમાન પત્રના સમાચાર પ્રમાણે તલાલા કે તેની આજુબાજુ ખેડૂત સહકારી મંડળીમાં વરસાદને...
ડ્રુઝ ધર્મનો ઉદ્ભવ ઇજિપ્તમાં એક શાખા તરીકે થયો હતોઇસ્માઇલી શિયા ધર્મ જ્યારે, છઠ્ઠા ફાતિમી ખલીફાના શાસનકાળ દરમિયાન , તરંગી અલ-હાકિમ દ્વિ-અમ્ર અલ્લાહ...
મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ હજુ ઓલવાઈ નથી ત્યાં બીજો મોરચો ખૂલતો હોય તેવું લાગે છે. આ વખતે યુદ્ધનું કેન્દ્ર સીરિયાનો સ્વેઇડા પ્રાંત...
વડા પ્રધાન મોદી સારી કામગીરી કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ભારત અને ભારતીઓનો ડંકો વાગી રહ્યો છે. જો મોદી બેરોજગારી અને મોંઘવારીને કાબૂમાં...
તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નજર ના લાગે. 87 વર્ષની પાકટ વયે અંતે બી. સરોજાદેવીને નજર લાગી ગઇ. તાજેતરમાં આ...
તા. 13-7-25ના મિત્રની રવિવારની પૂર્તિમાં ફાયર વોલ કોલમમાં રાજ ગોસ્વામીજીએ ખૂબ જ સુંદર રીતે આ વિષયને ન્યાય આપ્યો છે. અભિનંદન. હાલ ડિજિટલ...
શો ટાઇમ પૂર્તિમાં હાસ્યકલાધાત્રી ઉમાદેવી ઉર્ફે ટુન ટુન વિશેનો રસપ્રદ અને જાણવા જેવો લેખ વાંચી ખુશી થઇ. ઉમાદેવી બે-ત્રણ વર્ષની હતી અને...
થાઇલેન્ડમાંથી આવતા સમાચાર ચિંતાજનક છે. ત્યાંના વડા પ્રધાન પેટોંગટાર્નશિનાવાત્રાને ભૂતપૂર્વ કંબોડિયન વડા પ્રધાન હુનસેન સાથે થયેલ ફોન કોલની વિગતો લીક થયા બાદ...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજરોજ સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા...
ભાનુબા આખી કોલોનીમાં તેમના નાસ્તા માટે પ્રખ્યાત, પહેલાં આડોશી પાડોશી અને સગાં વ્હાલાંઓને હોંશે હોંશે પોતે જાતે બનાવેલા નાસ્તા પીરસતા અને બધાં...
ભારતની માથા દીઠ સરેરાશ વાર્ષિક આવક 2388 (બે હજાર ત્રણસો અઠયાસી) ડોલરની છે જે ભારતીય રૂપિયામાં લગભગ બે લાખ છ હજાર રૂપિયા...
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી અમેરિકાની કેટલી પ્રગતિ થઇ છે તે તો જાણવા મળી શક્યું નથી પરંતું દુનિયા ડામાડોળ...
વડોદરા: વડોદરા શહેરના સુસેન સર્કલથી વડસર બ્રિજ સુધીના રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો સામે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી...
શટર બંધ હોવાથી દુકાનના તાળાં તોડી ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો : દુકાનમાં પડેલી સામગ્રી આગની લપેટમાં ખાક, બે લાખથી વધુના...
લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુરથી વેગનપુર-રામપુરા-ટુવાને જોડતો મહિયો નદી પર આવેલો બ્રિજ વાહનવ્યવહાર અને અવરજવર માટે સંપૂર્ણપણે...
ડભોઇ: ડભોઇ નગર સહિત તાલુકામા અષાઢ વદ અમાસના રોજથી દશામાના વ્રતનો પ્રારંભ થશે. મા દશામાની સ્થાપના માના ભક્તો ધ્વારા દશ દિવસ સુધી...
ગોત્રી યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે 15 દિવસથી ઉભરાતી ડ્રેનેજથી લોકો ત્રાહિમામ : કાઉન્સિલરોનું રટણ : અધિકારીઓ સાંભળતા નથી ( પ્રતિનિધિ )વડોદરા,તા.20...
ગુજરાત સરકારના આરોગ્ય,કાયદા અને ન્યાયમંત્રી ત્રષિકેશ પટેલ તેમજ હાઇકોર્ટ જજ ઉપસ્થિત રહ્યાકાલોલ : કાલોલમાં સવા સાત કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૩થી બનીને તૈયાર...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.20નડિયાદના મધ્યમાં આવેલા 80 વર્ષથી વધુ જૂના પ્રભાત સિનેમાની એક દિવાલ આજે સવારે અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં નીચે...
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કર્યો છે. આ વખતે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક...
દક્ષિણ ઈરાનમાં એક બસ પલટી જતાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે અને 34 લોકો ઘાયલ થયા છે. ઈરાનના રાજ્ય મીડિયા...
ગાઝામાં માનવતાવાદી સંકટ દિવસેને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે, દરરોજ ભૂખ, ભય અને મૃત્યુની એક નવી વાર્તા સર્જાઈ રહી છે. ગાઝામાં...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
ગાંધીનગર: સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ વિના મૂલ્યે અપાશે .રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાંકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના સંવેદના સ્પર્શી અભિગમથી રાજય સરકારે આ નિર્ણય કર્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ભારત સરકારના પંચાયતી રાજ, વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી આ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે.
આ ‘સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજ એરીયા(સ્વામિત્વ)’ અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે. આવા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના મૂલ્ય આપવામાં આવે છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસુલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી રૂ. 200ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયને પરિણામે હવે રાજ્યમાં ‘સ્વામિત્વ’ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ પણ વિના મૂલ્યે મળશે.
રાજ્યમાં આવી અંદાજે 25 લાખ ગ્રામીણ મિલકત સનદ વિતરણ માટે આશરે 50 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર લેશે.
રાજય સરકારના નાના, ગરીબ અને મધ્યમ વર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવા માટે રૂ. 200ની ફીમાંથી મુક્તિ આપવાના આ સંવેદના સ્પર્શી અભિગમથી ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતના હક્ક દર્શાવતી સનદ મેળવવામાં સરળતા કરીને ઈઝ ઓફ લિવિંગ સાકાર કર્યું છે.
સ્વામિત્વ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારના આબાદી એરીયાની મિલક્તોના ડ્રોન સર્વે કરી ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાનો છે. આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળે છે, અને તેઓને નાણાંકીય રીતે સશક્ત બનાવે છે.
પ્રોપર્ટીકાર્ડ થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે, ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે, કરની ચોક્કસ વસૂલાત થશે અને મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.