Top News

More Posts

   The Latest

Most Popular

નવસારી: (Navsari) નવસારી સબજેલમાં અલગ-અલગ ગુનાઓમાં પાકા અને કાચા કામના કેદીઓ સજા કાપી રહ્યા છે. જે કેદીઓને મળવા માટે તેમના પરિવારજનો આવતા હોય છે. જેના લીધે કેદીઓમાં કોરોના ફેલાઈ તેવી શક્યતા હોવાથી નવસારી સબજેલ સુપ્રિટેન્ડન્ટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેથી કલેકટરે આરોગ્ય વિભાગને જાણ કરી કેદીઓને કોરોના વેક્સીન આપવા જણાવ્યું હતું. જેથી આજે શનિવારે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે નવસારી સબજેલના કેદીઓને વેક્સીન (Vaccine) આપવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 335 કેદીઓને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી.

જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના નવા 10 કેસ

નવસારી : એક જ દિવસમાં નવસારી શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાવા સાથે નવસારી જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના નવા 10 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 58 થયા છે. નવસારી જિલ્લામાં શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા બાદ આજે સતત બીજા દિવસે કોરોનાના નવા 10 કેસો નોંધાયા છે.

શનિવારે નોંધાયેલા નવા 10 કેસ પૈકી ગણદેવીમાં ગણેશ કોમ્પલેક્ષમાં રહેતી વૃદ્ધા, ગણદેવીના ઉંડાચ ગામે વાણિયા ફળિયાના વૃદ્ધ, ચીખલી તાલુકાના દેગામ દરજી ફળિયામાં રહેતા આધેડ, ચીખલીના ખૂંધના અક્ષર પાર્કમાં રહેતી મહિલા આધેડ, નવસારી શહેરમાં છાપરા રોડના નંદ બંગલામાં રહેતા યુવાન, શાંતાદેવી રોડ પાશ્વનાથમાં રહેતા યુવાન, ચોવીસીના પ્રભાકુંજ ફ્લાવર્સમાં રહેતા આધેડ, કબિલપોરના રામનગર સોસાયટીમાં રહેતા યુવાન, પારસી હોસ્પિટલ સામે સ્નેહ મિલન એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ અને વિદ્યાકૂંજ સ્કુલની સામે અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોનાના 157897 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 155064 સેમ્પલ નેગેટિવ રહ્યા હતા, જ્યારે 1670ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. શનિવારે લેવાયેલા 1163 સેમ્પલમાંથી 10 દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 58 એક્ટિવ કેસો છે. અત્યાર સુધીમાં કુલ 1510 દર્દીઓને સાજા થઇ ગયા છે, જ્યારે 102 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

વલસાડ તાલુકાના ગામડાઓમાં પગ પેસારો

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે શુક્રવાર બાદ શનિવારે પણ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ નવા 10 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 8 કેસ વલસાડ તાલુકામાં જ નોંધાયા છે. કોરોનાએ હવે વલસાડ તાલુકાના ગામડાઓમાં પણ પગ પેસારો કરી દીધો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 1453 કેસ નોંધાયા છે, જે પૈકી 1232 લોકો સાજા થયા છે, 58 સારવાર હેઠળ છે. કોરોના હવે ગામડાઓમાં સંક્રમણ વધારી રહ્યો હોય તેમ ગામડાઓમાંથી (Village) પણ કેસ નોંધાઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ 592 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે. જે પૈકી 496 લોકો સાજા થયા છે અને 43 લોકો સારવાર હેઠળ છે. જ્યારે કોરોનાથી 00 અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર મોત 53 નોંધાયા છે.

ક્યાં ક્યાં કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસમાં વલસાડ તાલુકામાં ભાગડાવડા 62 વર્ષ વૃદ્ધ, હાલર દેસાઈ ફળિયું 62 વર્ષ વૃદ્ધ, પારનેરા 67 વર્ષ વૃદ્ધા, હાલર 28 વર્ષ મહિલા, ડુંગરી સાઈ સમર્થ એપાર્ટમેન્ટ 70 વર્ષ વૃદ્ધ, કંચન નગર ડુંગરી 38 વર્ષની મહિલા, વાઘલધરા જેસીયા ફળીયા 35 વર્ષ પુરુષ, વલસાડ હાલર કસ્તુરી કો.ઓ.સો. 24 વર્ષની મહિલા, પારડી સ્વાધ્યાય મંડળ 66 વર્ષ વૃદ્ધ, ધરમપુર તાલુકામાં અવધા ગાદિયાપાડામાં 27 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.

To Top