Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: આખરે 350 વર્ષો બાદ છત્રપતિ શિવાજી મહારાજનો (Shivaji Maharaj) વાઘનખ પંજો બ્રિટેનની રાજધાની લંડનથી (London) ભારતની આર્થિક રાજધાની મુંબઈ પહોંચી ગયો છે. અસલમાં ગયા વર્ષે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વાઘનખ પંજાને (Tigernails claws) ભારત પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે આખરે 17 જુલાઈએ સવારે લંડનથી વાઘનખ પંજો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો.

મુંબઇ લાવ્યા બાદ હવે છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખને પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા લઈ જવામાં આવશે. જ્યાં તેને 19 જુલાઈથી પ્રદર્શિન માટે જાહેરમાં મુકવામાં આવશે. ત્યારે જણાવી દઇયે કે વર્ષ 1659ના યુદ્ધમાં છત્રપતિ શિવાજી મહારાજે આ વાઘનખના એક ફટકાથી અફઝલને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પોતાની સુરક્ષા કરી હતી. ત્યારે આ ઘટનાએ મરાઠા સામ્રાજ્યના ભવિષ્યને એક અલગ દિશામાં ફેરવી દીધું હતું.

શિવાજી મહારાજના વાઘનખ માટે ‘બુલેટ પ્રૂફ’ કવર
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે બુધવારે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાતા વાઘનખના પંજાના આકારનું શસ્ત્ર ‘વાઘનખ’ બુધવારે લંડનના મ્યુઝિયમમાંથી મુંબઈ લાવવામાં આવ્યું હતું. આ વાઘનખને હવે પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા લઈ જવામાં આવશે, જ્યાં તેને 19 જુલાઈથી પ્રદર્શિત કરવામાં આવશે. ત્યારે રાજ્યના આબકારી મંત્રી શંભુરાજ દેસાઈએ મંગળવારે કહ્યું હતું કે સાતારામાં વાઘનખનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમણે પત્રકારોને કહ્યું હતું કે લંડનના મ્યુઝિયમમાંથી લાવવામાં આવેલા આ હથિયારને ખાસ ‘બુલેટ પ્રૂફ’ કવરમાં રાખવામાં આવશે.

આખરે શિવાજીએ અફઝલ ખાનનું પેટ શા માટે ચીર્યું હતું?
ઈતિહાસકારોના મતે, 1659માં શિવાજી મહારાજે બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાનને પોતાના વાઘનખના પંજાથી એક જ પ્રહારે ફાડી નાખ્યો હતો. તે સમયે બીજાપુર સલ્તનતના પ્રમુખ આદિલ શાહ અને શિવાજી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે અફઝલ ખાને કપટથી શિવાજીને મારી નાખવાની યોજના બનાવી હતી અને તેમને મળવા બોલાવ્યા હતા. પરંતુ શિવાજીએ અફઝલખાનનું આમંત્રણ સ્વીકાર્યું હતું. દરમિયાન શિવાજી મહારાજ અને અફઝલખાનની તંબુમાં મુલાકાત યોજાયી હતી અને તેમની બેઠક દરમિયાન અફઝલખાને શિવાજીને પીઠમાં છરો મારવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પહેલેથી જ સાવધાન શિવાજી મહારાજએ પોતાના વાઘનખના પંજા વડે એક જ ફટકામાં અફઝલનું પેટ ફાડી નાખ્યું હતું. ત્યારથી વાઘનઘને બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે.

To Top