ટ્રેનના ટોઈલેટમાંથી ત્રણ વર્ષના બાળકની લાશ મળી તે કેસમાં આરોપી હત્યારો પકડાયો છે. આ સમગ્ર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા...
મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ શરૂ થયેલો ઘટાડો બજાર બંધ થાય ત્યાં સુધી વધતો રહ્યો અને અંતે બંને સૂચકાંકો ભારે ઘટાડા...
વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે હેવી વાહનોના ગેરકાયદે પાર્કિંગથી વાહનચાલકોને મુશ્કેલી ટ્રાફિક વિભાગ અને હાઇવે ઓથોરિટીના આંખ આડા કાનથી ટોલ પાસે હેવી વાહનોનું...
એક તરફ સરકાર લાખ્ખો રૂપિયા ફાળવે છે સુવિધાઓ માટે પરંતુ સ્થાનિક પ્રશાસન નિષ્ક્રિય બન્યું છે જ્યારે પણ આરોગ્ય મંત્રી કે પછી કોઈ...
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પ્રાર્થના ગાવાના વિવાદ વચ્ચે મંગળવારે ફરી સ્પષ્ટતા કરી છે. તેમણે બેંગલુરુમાં કહ્યું-...
ભારતીય નૌકાદળને મંગળવારે બે નવા યુદ્ધ જહાજો INS ઉદયગિરી અને INS હિમગિરી મળ્યા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બંને જહાજો સ્વદેશી છે....
પોલીસે દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી શાંતિપૂર્ણ રીતે ગણેશોત્સવ ઉજવવા અપીલ કરાઈ (પ્રતિનિધિ) વડોદરા તા.26 શહેરના પાણીગેટ વિસ્તારમાં વહેલી સવારે વોર્ડ નં.17...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાત લેશે. મોદીની સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ચીનમાં યોજાનારી SCO સમિટમાં હાજરી આપશે. આ સમિટ પહેલા...
ગણેશોત્સવની ઉજવણીની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે સુરતના એક ઝવેરીએ અનોખું કામ કર્યું છે. ઝવેરીએ વિશ્વની સૌથી નાના કદની ગણેશજી અને...
મંગળવારે યુએસે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવાની સત્તાવાર સૂચના જારી કરી. ભારતીય સમય મુજબ આ ટેરિફ બુધવાર 27 ઓગસ્ટના રોજ સવારે...
સતત ત્રીજા દિવસે વરસાદને કારણે જમ્મુમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ડોડામાં વાદળ ફાટવાની ઘટનામાં પણ ભારે વિનાશ થયો હતો. આ...
આજરોજ ભાદરવા સુદ ત્રીજ સાથે કેવડા ત્રીજ છે જેને હરતાલીકા ત્રીજ તરીકે પણ ઓળખાય છે.શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર...
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ થયો છે. આ કુદરતી આફતને કારણે 10 થી વધુ ઘરો...
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ રેડ એલર્ટ બાદ ગઈકાલે રાત્રે મનાલીમાં ભારે વરસાદ પડ્યો હતો અને...
નેશનલ હાઈવે નંબર 48 પર વાહનોની કતારો લાગી : સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં સાંસદ સહિતના રાજકીય નેતાઓ નબળા પુરવાર થયા : (...
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ અને વઘઇથી આહવાને જોડતા રાજ્ય ધોરી માર્ગને અડીને આવેલું ચિચીનાગાવઠા ગામ ટેકરાળ અને સમથળ ભૂમિ ઉપર ધબકતું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. ગઈકાલે સોમવારે અમદાવાદમાં જાહેર સભાના સંબોધન બાદ આજે મંગળવારે વડાપ્રધાન હાંસલપુર સ્થિત મારૂતિ સુઝુકી કંપનીના...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સર્જિયો ગોરની નિમણૂકની જાહેરાત કરીને ભારતને એક વધુ આંચકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું...
એક નગરના નગરશેઠ પાસે અપાર સંપત્તિ હતી. બહુ મોટી હવેલી, નોકર, ચાકરોની સેના, ભરપૂર પરિવાર હતો. બધાં જ પ્રકારનાં સુખ સાધનો હતાં...
આયો રે આયો રે આયો રે….‘ભાદરવો’ આયો રે! મને ખબર છે ફેણીયા, કે, આ કડીમાં ભાદરવાને બદલે ‘શ્રાવણ’ શબ્દ આવે! આ તો...
અમદાવાદની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર માર્યું અને ઘાયલ વિદ્યાર્થી મૃત્યુ પામ્યો. એક કિશોરે જીવ ગુમાવ્યો. એક હવે જેલમાં...
વડોદરા શહેરની શાંતિને પલીતો ચાપવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ *શહેરના ઇલેક્શન વોર્ડ નં 17મા નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા સમયે પ્રતિમા...
ચીને શુક્રવારે ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન અને ફાઇટર જેટ સહિત ઘણા હાઇ-ટેક ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતા દુર્લભ પૃથ્વી ખનિજોના ખાણકામ અને પ્રોસેસિંગ પરના નિયંત્રણો...
માણસ સખત મહેનત કરે છે, પરંતુ પોતાના શ્રમનું ફળ મેળવવા માટે, સમયની યોગ્યતા જરૂરી છે. જેમ શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય સુધારવા માટે યોગ્ય...
છેલ્લા કેટલાક દિવસોથી શૈક્ષણિક સંકુલમાં બની રહેલા હિંસક બનાવો સમાજ માટે ચિંતાપ્રેરક છે. પ્રશ્ન એ છે કે શા માટે અવરનવર આ પ્રકારની હિંસક ઘટનાઓ...
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટના વિકાસનો માસ્ટર પ્લાન કર્યો છે. આ નવા માસ્ટર પ્લાન મુજબ સુરતને લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દેવાશે,...
આજકાલ આવારા કૂતરાંનો, સોરી, શ્વાનનો, નહિતર શ્વાન પ્રેમીઓને માઠું લાગશે, પ્રશ્ન ઊભો થયો છે. કૂતરાં કરડવાની ઘટનાઓ મીડિયામાં રોજિંદા સમાચાર હોય છે....
સુરત: દેશમાં મુંબઈ પછીના બીજા ક્રમે સુરતમાં ઉજવવામાં આવતા ગણેશોત્સવ માટે તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. સુરતમાં દર વર્ષે સાર્વજનિક...
સુરતઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) દ્વારા કંપની સેક્રેટરી (CS)ના જૂન-2025ના એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું...
સુરત : ભારતના સંસદ ગૃહમાં સુરક્ષામાં મોટી ચૂક છે. એક અજાણ્યો શખસ દિવાલ કૂદી સંસદ ભવનમાં ઘુસી ગયો હતો. આટલું જ નહીં...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
ટ્રેનના ટોઈલેટમાંથી ત્રણ વર્ષના બાળકની લાશ મળી તે કેસમાં આરોપી હત્યારો પકડાયો છે. આ સમગ્ર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ગઈ તા. 21 ઓગસ્ટે મુંબઈ-કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટના ડસ્ટબીનમાંથી મળી હતી. બાળકની લાશ મળતા મુંબઈના તિલક નગર રેલવે સ્ટેશન પર હોબાળો મચી ગયો હતો. બાળકની હત્યા કરાઈ હતી. તેના ગળા પર બ્લેડથી ઘા થયો હતો.
આ બાળક સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો આયાન હોવાનું ખુલતા સુરત પોલીસ તિલકનગર દોડી ગઈ હતી અને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાળકની હત્યા તેના કઝિને જ કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી હત્યારા વિકાસ વિષ્ણુદયાલ શાહને મુંબઈના બીકેસીમાંથી ઝડપી પાડ્યો છે. હાલમાં, આરોપીની ધરપકડ કરી તેને સુરત લાવવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચાલુ છે.
શું બની હતી ઘટના?
વિકાસની વિદેશમાં નોકરી છુટી જતાં તે ભારત પરત ફર્યો હતો. જોકે અહીં તેને કોઈ કામ મળ્યું નહોતું. તે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. ઘટનાના એક અઠવાડિયા પહેલાં તે સુરત માસીને ત્યાં રહેવા આવ્યો હતો. કામ ન કરતો હોઈ માસી મ્હેંણા મારતા હતા. તેથી વિકાસને ગુસ્સો આવ્યો હતો.
રમવાના બહાને માસીના ત્રણ વર્ષના દીકરા આયાનને લઈ ગયો હતો. અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ માંગી તે બાળકનું અપહરણ કરી ગયો હતો. આ તરફ મોડી રાત સુધી બંને પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવારે અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરતા વિકાસ બાળક આકાશને લઈ જતો નજરે પડ્યો હતો. બાદમાં આકાશની લાશ ટ્રેનના ટોઈલેટમાં મળી હતી.
ગત 21મી ઓગસ્ટના રોજ, વિકાસ આયાનને રમવાના બહાને લઈ ગયો હતો. રસ્તામાં તેણે એક અજાણી વ્યક્તિની મોટરસાયકલ પર લિફ્ટ માંગી અને બાળકને અપહરણ કરી લઈ ગયો. મોડી રાત્રિ સુધી બંને ઘરે પરત ન ફરતા, પરિવાર ચિંતિત બન્યો અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક CCTV ફૂટેજ તપાસ્યા, જેમાં વિકાસ શાહ બાળકને મોટરસાયકલ પર લઈ જતો જોવા મળ્યો. આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.
માસી મ્હેંણા મારતી હતી એટલે હત્યા કરી
પોલીસ પૂછપરછમાં આરોપી વિકાસે હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જણાવ્યું છે. માસૂમના ગળે બ્લેડ ફેરવી દીધી હોવાની કબૂલાત કરી છે. માસી અવારનવાર મ્હેંણા મારતી હોવાના લીધે હત્યા કરી હોવાની કબૂલાત વિકાસે કરી છે. માત્ર આટલા સામાન્ય કારણસર આવા ઘૃણાસ્પદ ગુનાને અંજામ આપ્યો તે વાત ગળે ઉતરે તેવી નથી. પોલીસ હવે આ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.