Top News

More Posts

   The Latest

Most Popular

ફળીયામા મરણ થતા પાણી ઓસરવાની રાહ જોવાઈ

સિધ્ધી ઈન્ડસ્ટ્રીઝના પાણી રહેણાંક વિસ્તારમા ફરી વળ્યા

વાઘોડિયા:
સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાછળ ભુરી તલાવડી વિસ્તારમા ક્યાક કમર તો ક્યાંક ગોઠણસમા પાણી ભરાયા છે. જેના કારણે નોકરીયાતો અને બાળકો શાળાએ જઈ શક્તા નથી, વૃધ્ધો અને મહિલાઓની સ્થિતિ કફોડી બની છે.પાણીનો નિકાલ થવાના બદલે ભરાવો થઈ રહ્યો છે.એક તરફ ( પાછળ)થી સિધ્ધી ના પાણી આવે છે તો બીજી તરફ( આગળ )થી વાઘોડિયાના રોડ પરના વરસાદી પાણી ભરાય છે. ચારે તરફ વસ્તી અને વચ્ચોવચ તળાવ આવેલુ છે. અહીં ભરાયેલા પાણીને કારણે અંતિમ યાત્રા અટવાઈ પડી છે.

અહિ છેલ્લા 35 વર્ષથી રહિશો વસવાટ કરે છે.જોકે આ વિસ્તારના પાણીનો કાંસ ઘ્વારા નિકાલ થતો નથી. પરિણામે અહીંયા પાણી ભરાઈ રહેવાની સમસ્યા કાયમી સર્જાય છે. ગોઠણસમા પાણીમાં અવરજવર કરતા લોકોને ચર્મ રોગનો શિકાર બનવું પડે છે. આજરોજ આ વિસ્તારમાં એક પુરુષનું મરણ થતાં કમ્મરસમા પાણી હોય આજરોજ સ્મશાન યાત્રા નીકળી શકી ન હતી. આવતીકાલે વહિવટી તંત્ર પાણીનો નિકાલ નહિ કરે તો નાછુટકે કમ્મરસમા પાણીમાં પસાર થઈ અંતિમ વિધી કરવામા આવશે.જોકે માનવતા મરી પરવારી હોય તેવા હ્રદય દ્રાવક દ્રશ્યો જોવા મડશે તેમા માનવની લાચારી અને તંત્રની નિષ્ફળતા છતી થશે. હાલ રહિશોના ટોડેટોડા ઊમટી પડ્યા છે અને પાણીના નિકાલની માંગ ઊઠી રહિ છે.

To Top